મુંબઈઃ મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન એ લાઈફલાઈન બની ગઈ છે અને લાખો પ્રવાસીઓ રોજે લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. રેલવેનો પ્રવાસ સસ્તું અને મસ્ત છે તેમ છતાં અનેક લોકો ટિકિટ કઢાવતા નથી. આવા ખુદાબક્ષો સામે રેલવે દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લાં 11 મહિનામાં 18 લાખથી વધુ ટિકિટ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથી રેલવેએ 100 કરોડ રૂપિયાથી વધુનો દંડ વસૂલ્યો છે.
મુંબઈ ડિવિઝનમાં એપ્રિલ, 2022થી ફેબ્રુઆરી, 2023 એમ 11 મહિનાના સમયગાળા દરમિયાન ટિકિટ વિના પ્રવાસ કરનારા 18,08,000 પ્રવાસીઓ પાસેથી 100 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. 2022ની પહેલી એપ્રિલથી 2023ના ફેબ્રુઆરી મહિના સુધી રેલવેની તિજોરીમાં રૂપિયા 100 કરોડ 31 લાખની વસૂલી કરવામાં આવી છે.
ગયા વર્ષની સરખામણીએ આ આંકડો ખૂબ મોટો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 12,03,000 લોકો કાર્યવાહી કરીને 61,62,00,000ની વસૂલી રેલવે દ્વારા કરવામાં આવી હતી. 2022-23ની વાત કરીએ તો એસી લોકલમાં પ્રવાસ કરવારા 25,781 પ્રવાસી પાસેથી 87,43,000 રૂપિયા, ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરનારા 1,45,000 પ્રવાસીઓ પાસેથી રૂપિયા 5,05,00,000નો દંડ રેલવે દ્વારા વસૂલવામાં આવ્યો છે. આ પહેલાં 2019-20માં મુંબઈ ડિવિઝન દ્વારા 15,73,000 પ્રવાસીઓ પાસેથી 76 કરોડ 82 હજાર રૂપિયાનો દંડ વસૂલ્યો હતો.
ખુદાબક્ષો સામે રેલવેની લાલ આંખઃ વસૂલ્યા આટલા કરોડનો દંડ…
RELATED ARTICLES