Homeઆમચી મુંબઈરાતના સમયે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર પ્રવાસ કરનારાઓ સાવધાન!

રાતના સમયે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર પ્રવાસ કરનારાઓ સાવધાન!

છત્રપતિ સંભાજીનગરમાંથી જનારા સમૃદ્ધિ મહામાર્ગ પર સોમવારે રાતે વાહનો પર જોરદાર પથ્થરમારો કર્યો હોવાની ઘટના સામે આવી હતી અને એની સાથે સાથે આ હાઈવે પર લૂંટમારની ઘટના પણ સામે આવી રહી છે. સમૃદ્ધિ મહામાર્ગ પર એક ટોળકીએ વાહનચાલકને બંદુક અને ચાકુની ધાકે લૂંટ્યો હોવાની ઘટના પણ સામે આવી રહી છે. વાહનચાલકની બે અંગૂઠી, રોકડા 65,000 રૂપિયા એમ કુલ 85 હજારની લૂંટ આ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર કરવામાં આવી હતી. એક પછી એક રાતે બનેલી આ ઘટનાઓને પગલે વાહનચાલકોમાં દહેશતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નવી મુંબઈ પનવેલના રહેવાસી પ્રશાંત જાનકર ઢોકળે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને એ અનુસાર 14મી માર્ચના તેઓ જ્યારે તેઓ સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પરથી પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે સાવંગી ટનલ પાસે તેમની કાર એક ટોળકીએ અટકાવી હતી અને લોખંડના સળિયાથી તેમની મારપીટ કરી હતી. એટલું જ નહીં બંદુકી અને તલવારની ધાકે તેમની પાસેની બે સોનાની વીંટીઓ અને 65 હજારની રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી. પ્રશાંતની મારપીટ કરીને લૂંટારુઓ તેમની ગાડી લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ પ્રશાંતે ફુલંબ્રી પોલીસ સ્ટેશનમાં પોતાની સાથે થયેલી ઘટના જણાવી હતી અને ફરિયાદ નોંધાવી હતી.
સરકારે બહુ મોટા ઉપાડે આ એક્સપ્રેસ હાઈવેનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ ત્યાર બાદથી સતત એક્સિડન્ટ કે અન્ય ઘટનાઓને કારણે આ હાઈવે ચર્ચામાં રહ્યો છે. આ પહેલાં સોમવારે સંભાજીનગરના વૈજાપુર તાલુકાના જાંબરગાંવથી પસાર થઈ રહેલાં વાહન પર અજ્ઞાત લોકો દ્વારા પથ્થરમારો કરવમાં આવ્યો હતો, જેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી. આ ઘટનાઓને જોતા રાતના સમયે સમૃદ્ધિ મહામાર્ગ પર રાતના સમયે પ્રવાસ કરવો એ જરા પણ સુરક્ષિત નથી, એવું કહેવાઈ રહ્યું છે.
બીજી બાજું આ એક્સપ્રેસને કારણે પ્રવાસ સહેલો અને ઓછા સમયમાં કરવાનું શક્ય બની રહ્યું છે એટલે રાતના સમયે પણ સોકો આ હાઈવે પર પ્રવાસ કરી રહ્યા છે. એક અઠવાડિયામાં રાતના સમયે આ લૂંટ અને પથ્થરમારાની ઘટનાને કારણે વાહનચાલકોની ચિંતા વધી ગઈ છે. વાહનચાલકોએ પણ રાતના સમયે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે પર પ્રવાસ કરતી વખતે વાહનચાલકોએ પણ કાળજી રાખવી જોઈએ. તેમ જ આ હાઈવે પર રેસ્ક્યુ ટીમ અને હાઈવે પોલીસના નંબરના બોર્ડ લગાવવામાં આવ્યા હોઈ મુશ્કેલીના સમયમાં વાહનચાલકો તેમની પાસેથી મદદ લઈ શકે છે. એટલું જ નહીં 112 પર ફોન કરીને પણ વાહનચાલકો મદદ માગી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular