Homeઆમચી મુંબઈહવે મહારાષ્ટ્ર સરકાર આ 'નગર'નું નામ બદલશે

હવે મહારાષ્ટ્ર સરકાર આ ‘નગર’નું નામ બદલશે

મુંબઇ: મહારાષ્ટ્ર સરકારે જિલ્લા વહીવટી તંત્રને અહમદનગરનું નામ બદલીને ‘પુણ્યશ્લોક અહિલ્યાદેવી નગર’ રાખવાની દરખાસ્ત રજૂ કરવા માટે બુધવારે નાગપુરમાં વિધાન પરિષદને જણાવ્યું હતું.શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન એક સવાલના જવાબમાં કહ્યું હતું. જો કે, તેમણે એ સ્પષ્ટતા કરી નહોતી કે સરકાર મધ્ય મહારાષ્ટ્રના અહમદનગર શહેર કે જિલ્લાનું (મુખ્ય મથક) બદલવાનો ઇરાદો ધરાવે છે અથવા બન્ને.
અહમદનગર નામ તેના પંદરમી સદીના શાસક અહમદ નિઝામ શાહના નામ પરથી પાડવામાં આવ્યું હતું.
કેસરકરે જણાવ્યું હતું કે સાતમી સપ્ટેમ્બરના રોજ અહમદનગર જિલ્લા કલેક્ટર તેમજ સંબંધિત વિભાગીય કમિશનરને નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા. સરકારે અહમદનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર, ડિવિઝનલ રેલવે મેનેજર, સિનિયર પોસ્ટ માસ્ટર અને તહસીલદારને પણ આવી દરખાસ્તો મોકલવા માટે પત્ર લખ્યો છે. દરખાસ્ત મળ્યા બાદ તે રાજ્ય કેબિનેટ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવશે અને પછીથી અંતિમ નિર્ણય માટે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular