બાલ બાલ બચે! પુણેમાં ભારતીય વાયુ સેનાનું ટ્રેનર વિમાન ક્રેશ, મહિલા પાયલટનો આબાદ બચાવ

આમચી મુંબઈ

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઈંદાપુર વિસ્તાનના કદબનબાડીમાં ભારતીય વાયુ સેનાનું એક ટ્રેનર વિમાન ક્રેશ થયું હોવાની જાણકારી મળી છે, આ ઘટનામાં મહિલા પાયલટને મામૂલી ઈજા પહોંચી છે. કહેવાઈ રહ્યું છે ટેક્નિકલ ખામી સર્જાતા આ અકસ્માત સર્જાયો છે. દુર્ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી મહિલા પાયલટની સારવાર શરી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મહિલા પાયલટને ગંભીર ઈજા પહોંચી નથી.

સોમવારે સવારે બારામતીના કાર્વર એવિએશનના માધ્યમથી પાયલટને વિમાન ઉડાવવાની તાલિમ આપવામાં આવે છે. દરમિયાન એક ટ્રેની પાયલટે બારામતીથી પ્લેન ટેકઓફ કર્યું હતું અને પુણેના ઈંદાપુર વિસ્તારમાં લેન્ડિંગ દરમિયાન આ દુર્ઘટના બની હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.