Homeટોપ ન્યૂઝહવે ત્રાસદાયક ફોનકોલ્સથી મળશે છુટકારો, આ રીતે...

હવે ત્રાસદાયક ફોનકોલ્સથી મળશે છુટકારો, આ રીતે…

વારંવાર આવતા ત્રાસદાયક વણચાહ્યા ફોનકોલ્સથી ત્રાસી ગયા હોવ તો આ સમાચાર તમારા માટે જ છે, કારણ કે હવે ટૂંક સમયમાં જ તમને આવા ફોન કોલ્સથી છુટકારો મળશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા અનિચ્છનિય ફોનકોલ્સ અને એસએમએસથી યુઝર્સને છુટકારો અપાવવા માટે કંપનીઓને પ્રાઈવેટ નંબર્સ પરથી કોલ કરનારા ટેલિમાર્કેટર્સ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. તાજેતરમાં જ હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર દર ત્રણ ભારતીયમાંથી બે ભારતીયને દરરોજ ત્રણ કે તેથી વધુ હેરાનગતિ કરનારા કોલ્સ આવતા હોય છે અને તેમાંથી 50 ટકા લોકોનું કહેવું એવું છે કે આ ફોન પર્સનલ નંબર્સ પરથી આવે છે.
ટેલિકોમ રેગ્યુલેટર TRAI એ ટેલિકોમ કંપનીઓને અનિચ્છનીય કૉલ્સ અને એસએમએસ રોકવા માટે અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓ પર કાર્યવાહી કરવા સૂચના આપી છે. ટ્રાઈએ કંપનીઓને પ્રાઈવેટ નંબરો પરથી કોલ કરતા ટેલિમાર્કેટર્સ પર કાર્યવાહી કરવા પણ સૂચના આપી છે. તાજેતરના સર્વે મુજબ, દર ત્રણમાંથી બે ભારતીયોને દરરોજ ત્રણ કે તેથી વધુ હેરાન કરતા કોલ આવે છે. તેમાંથી 50 ટકા લોકોનું કહેવું છે કે આવા કોલ લોકોના પર્સનલ નંબર પરથી આવે છે. આવા કોલ્સથી યુઝર્સને છુટકારો અપાવવા માટે ટ્રાય દ્વાર માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે અને આ માર્ગદર્શિકા નીચે પ્રમાણે છે-

  • TRAIએ ટેલિકોમ કંપનીઓને આપ્યા નિર્દેશ, ટેલીમાર્કેટિંગ કંપનીઓ સામે સખત વલણ અપનાવવામાં આવે
  • ટ્રાઈએ ટેલ્કોને અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટિંગ કંપનીઓ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો
  • ખાનગી નંબરો પરથી મેસેજ મોકલનારા ટેલિમાર્કેટર્સ સામે પણ પગલાં લેવા જોઈએ
  • ટેલિકોમ કંપનીઓએ એસએમએસ મોકલનારા ટેલિમાર્કેટર્સને ફરીથી ચકાસવું જોઈએ
  • ટેલિ-માર્કેટિંગ કંપનીઓના મેસેજ હેડરની ચકાસણી 30 દિવસમાં થવી જોઈએ
  • તમામ ટેલિકોમ કંપનીઓએ 30 દિવસની અંદર સૂચનાઓનું પાલન કરવું પડશે
  • ટેલિ-માર્કેટિંગ કંપનીઓ સામે હાલના કાયદા મુજબ પગલાં લો
    સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા 45 ટકા લોકોને દરરોજ 3-5 હેરાન કરતા કોલ આવે છે. જેમાંથી 16 ટકાનો દાવો છે કે તેમને દરરોજ 6-10 કોલ આવે છે. જ્યારે 5 ટકા લોકો દાવો કરે છે કે દરરોજ 10 થી વધુ હેરેસિંગ કોલ્સ આવે છે. સર્વેક્ષણ કરાયેલા તમામ લોકોમાંથી 100% લોકોએ નિયમિત ધોરણે પજવણીભર્યા કોલ આવ્યા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. 60% લોકોને કૉલર્સ “નાણાકીય સેવાઓના વેચાણ” સંબંધિત કોલ કરે છે, જ્યારે 18% લોકોને “રિયલ એસ્ટેટ સંબંધિત વિગતો માટે કોલ કરવામાં આવે છે. 10% લોકોને “નોકરી/કમાવાની તક ઓફર કરવા” સંબંધિત કોલ્સ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular