પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી શ્વેતા તિવારીની કરિયર ઘણી સારી ચાલી રહી છે. પરંતુ અભિનેત્રીનું અંગત જીવન ખૂબ જ દુઃખદ રહ્યું છે. શ્વેતા તિવારીએ ટેલિવિઝનને ઘણી હિટ સિરિયલો આપી છે, પરંતુ તેણે તેના અંગત જીવનમાં ઘણી ઠોકર ખાધી છે. અભિનેત્રીએ બે લગ્ન કર્યા હતા.
અભિનેત્રીના પ્રથમ લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. આ લગ્ન પરિવારના સભ્યની સંમતિ વિના થયા હતા, પરંતુ બાદમાં બંને વચ્ચેના સંબંધો સારા ન રહ્યા અને અભિનેત્રીએ તેના પતિ પર આરોપ પણ લગાવ્યો કે તે દારૂ પીને આવે છે અને તેના પર હાથ પણ ઉપાડે છે. જ્યારે શ્વેતા તિવારીની મોટી દીકરી પલક તિવારીનો જન્મ થયો, ત્યાર બાદ તેમના ઝઘડા વધી ગયા હતા. શ્વેતા તેના પહેલા પતિથી છૂટાછેડા લેવા માંગતી હતી. પણ રાજા ચૌધરીએ તેમની સામે એક શરત મૂકી હતી. જો શ્વેતા તિવારી તેની સંપત્તિમાં તેના પહેલા પતિને ભાગ આપે છે, તો જ તે તેની પુત્રીની કસ્ટડી તેને આપશે. તેની આવી શરત બાદ પુત્રીનું ભવિષ્ય બચાવવા માટે શ્વેતાએ મલાડમાં સ્થિત 93 લાખની કિંમતનું પોતાનું વન BHK ઘર તેના પહેલા પતિના નામે કરી દીધું હતું.
શ્વેતા તિવારીએ દીકરીની કસ્ટડીમાં લખાવ્યું હતું કે તેના પિતાને તેની કસ્ટડી નહીં મળે. જોકે, પલક તિવારીને તેના પિતાને જોવાનો અને મળવાનો પૂરો અધિકાર હતો. શ્વેતા તિવારી અને રાજા ચૌધરીના લગ્ન 1998માં થયા હતા અને વર્ષ 2012માં તેમનો સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો હતો.
ત્યાર બાદ શ્વેતાની મુલાકાત અભિનવ કોહલી સાથે જાને ક્યા બાત હુઈના સેટ પર થઇ હતી. ધીમે ધીમે બંને મિત્રો બની ગયા હતા. તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ દંપતીએ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને 13 જુલાઈ 2013ના રોજ લગ્ન કર્યા હતા. ઓગસ્ટ 2019 માં, તેણે કોહલી વિરૂદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે કોહલી પર પોતાની અને પુત્રીની સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેઓ 2019માં અલગ થઈ ગયા હતા.