અષાઢી બીજના દિવસે જ કરૂણાંતિકા:ખંભાળિયામાં ઘી ડેમમાં ન્હાવા પડેલા 4 યુવક ડુબ્યા, 3ને બચાવી લેવાયા, 1નું કરુણ મોત

અવર્ગીકૃત આપણું ગુજરાત

હાલ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઇ રહી છે ત્યારે વિવિધ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસતા નદી અને તળાવોમાં નવા નીર આવ્યા છે. ત્યારે ગુરૂવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં સારો વરસાદ વરસતા ઘી ડેમમાં પાણીની આવક થઇ હતી. શુક્રવારે બપોરે ચાર યુવકો ઘી ડેમમાં ન્હાવા પડયા હતા. તરતા ન આવડતુ હોવાથી ચારેય ડુબવા લાગ્યા હતા. ફાયર વિભાગે ત્રણ યુવાનોને બચાવી લીધા હતા. જયારે એક યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું.
શુક્રવારે બપોરે સ્થાનિકોએ આ ઘટનાની તંત્રને જાણ કરતા પાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘી ડેમ પર પહોચી હતી. ફાયર વિભાની ટીમે તુરંત બચાવ કાર્ય કરી કિશન, રાજ અને રાજદીપસિંહ નામના ત્રણ યુવકોનો બચાવી લીધા હતા. જ્યારે અન્ય 1 યુવકનો પતો મળ્યો નહતો. બચાવી લેવાયેલા ત્રણેય યુવાનોને પ્રાથમિક સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.
લાપતા થયેલા કૃનાલ મારૂભાઈ ગોરડીયા નામના 18 વર્ષીય યુવાનની શોધખોળ હાથ ધરાઈ હતી. મોડીરાત્રે ફાયર વિભાગની ટીમને તેનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી.
અષાઢી બીજના શુભ દિવસે જ આ દુઃખદ ઘટના ઘટતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પ્રસરી ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.