મોંઘવારીનો માર: નવા GST દરના વિરોધમાં આજે દેશભરમાં વેપારીઓની હડતાળ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દેશમાં મોંઘવારીએ સામાન્ય જનતાના બુરા હાલ કર્યા છે ત્યારે થોડા દિવસ પહેલા GSTના દરોમાં વધારો કરવામાં આવ્યો છે ઉપરાંત જીવન જરૂરિયાતની વસ્તુઓ પર પણ GST લાગવાવમાં આવ્યો છે. આથી મોઘવારીના ભારથી સામાન્ય વર્ગની કમર તૂટી જશે અને ઉદ્યોગોને તથા નાના વેપારીઓને પણ ફટકો પડશે. જેને લઈને દેશ ભરમાં વિરોધનો માહોલ ઉભો થયો છે. સોમવાર 18મી જુલાઈથી બ્રાન્ડ વગરના પ્રી-પેકેજ્ડ અને લેબલવાળા લોટ, કઠોળ, દહીં, ગોળ, છાસ સહિત વિવિધ ખાદ્યપદાર્થો પર 5 ટકા જીએસટી લાગુ થશે. જેના વિરોધમાં આજે દેશભરની 7300 કૃષિ પેદાશ મંડીઓ, 13,000 કઠોળની મિલો, 9,600 ચોખાની મિલો, 8,000 લોટની મિલો અને 30 લાખ નાની ચક્કીઓ બંધ પાડીને વિરોધ નોંધાવશે.
ભારતીય ઉદ્યોગ વ્યાપર મંડળની એક્ઝિક્યુટિવ મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. લગભગ ત્રણ કરોડ રિટેલ ટ્રેડર્સ બંધમાં ભાગ લેશે. જો કેન્દ્ર સરકાર નવા GST દર પાછા નહીં ખેંચે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને દિલ્હીના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.
વેપારી સંગઠનના અધ્યક્ષે જણાવ્યું હતું કે અનબ્રાન્ડેડ ફૂડ પ્રોડક્ટ્સને GSTના દાયરામાં લાવવું GSTની મૂળ ભાવનાની વિરુદ્ધ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે આવશ્યક ચીજવસ્તુઓ પર GST લાગશે નહીં. આ વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે સરકારના આ પગલાથી મોંઘવારી વધુ વધશે.
મહિલા કોંગ્રેસ દ્વારા પણ GSTના દરમાં કરવામાં આવેલા ફેરફારનો અવનવી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.