Homeવીકએન્ડપોલેન્ડ-વોરસોમાં ટચડાઉન...

પોલેન્ડ-વોરસોમાં ટચડાઉન…

અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી

યુરોપમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ છતાંય ત્યાં પોસ્ટ કોવિડ સમયમાં ટૂરિઝમ તો ઝડપી રીત્ો રિકવર થવા માંડ્યું છે. એક તરફ ઇન્લેશન અન્ો એનર્જી ક્રાઇસિસથી લોકો ત્રાસેલા છે, પણ ફરવાનું કોઈન્ો જતું કરવું હોય ત્ોવું લાગતું નથી. એવામાં વાંચવામાં આવ્યું કે બીજા વિશ્ર્વયુદ્ધ દરમ્યાન પણ ફ્રાન્સ, ઇટાલી, ન્ોધરલેન્ડ્સ અન્ો ખુદ જર્મનીનાં કેટલાંક રિજનમાં ટૂરિઝમ તો ચાલુ જ હતું. લોકો છેક અમેરિકાથી પણ ત્ો હાલમાં ફરવા તો આવતા. આજે ઐતિહાસિક રીત્ો જુઓ તો લાગ્ો કે ત્ો સમયે બધાં વોર બન્કરમાં ક્યાંક છુપાઈન્ો બચવા માટે બ્ોઠાં હશે, પણ દરેક પરિસ્થિતિ જન્ોરિક નથી હોતી. આજે યુક્રેન કે રશિયા તરફ જવાનું અશક્ય જ લાગ્ો, પણ પોલેન્ડ અન્ો જ્યોર્જિયામાં હજી લોકો ફરવા જાય જ છે. દુનિયા કદી સાવ ઠપ્પ થતી જ નથી.
એવામાં એક જર્મન મિત્રના ત્ોના પોલિશ બોયફ્રેન્ડ સાથે પોલેન્ડના જ એક રિસોર્ટ ટાઉનમાં લગ્ન ગોઠવાયાં. બંન્ો જર્મનીનાં માનહાઇમ શહેરમાં જ રહે છે અન્ો માઇકે મારી વર્ક કોલિગ અન્ો ફ્રેન્ડ છે. ત્ોનો બોયફ્રેન્ડ સિલ્વેસ્ટર પોલિશ છે અન્ો બંન્ોએ એક પોલિશ રિસોર્ટ ટાઉનન્ો વેડિંગ ડેસ્ટિન્ોશન તરીકે પસંદ કરેલું. ત્ો તો પોતાની બ્ોચલર પાર્ટી કરવા માટે પણ પોલેન્ડ જ પહોંચી ગયેલી અન્ો આજકાલ પોલિશ ભાષાના ક્લાસ પણ કરી રહી છે. અમારે સમરમાં વેડિંગ માટે પોલેન્ડ જવાનું હતું એટલે પહેલાં તો શું પહેરવું અન્ો કેવી ગિફ્ટ્સ લેવીની જફા ચાલી. અંત્ો મુદ્દાની વાત આવી કે માત્ર લગ્નમાં જ જવું કે આસપાસ ક્યાંક એક્સપ્લોર પણ કરવું. કુમાર બિઝન્ોસ ટ્રિપ્સ પર વોરસો વગ્ોરે ગયેલો છે અન્ો અમે વોરસોની ઊડતી મુલાકાત લીધી હતી, પણ બાકી પોલેન્ડન્ો સરખું જોવાનો આવો મોકો અમે ક્યારનાં શોધી રહૃાાં હતાં. રજાઓની ગોઠવણ એવી રીત્ો કરી કે પહેલાં પોલેન્ડ ફરીશું અન્ો છેલ્લે ડ્રાઇવ કરીન્ો ત્ોના વેડિંગ વેન્યુવાળા રિસોર્ટ ટાઉન સોપોટ પહોંચી જઈશું. ત્ોના માટે વોરસો એરપોર્ટથી કાર રેન્ટ કરી, જે છેલ્લે ત્યાં જ પાછી આપવાની હતી.
અહીં આવ્યાં તો લગ્ન માટે હતાં, પણ વિશ્ર્વયુદ્ધ સંબંધિત સ્થળોથી મારું સાઇટ લિસ્ટ ભરેલું હતું. ઓસ્કર શિન્ડલરની ઓરિજનલ ફેક્ટરીથી માંડીન્ો ઓઝવિચ કોન્સન્ટ્રેશન કેમ્પ જોવાનો અર્થ એ હતો કે માઇકેના લગ્ન સુધી પહોંચતા પહેલાં હું સાવ ગમગીન થઈ જવાની હતી ત્ો તો નક્કી જ હતું. જોકે ત્ોમાં પોલેન્ડનો કોઈ વાંક નથી. અહીં તો ચોપિનનું રેલાતું સંગીત અન્ો દુનિયાની સૌથી સુંદર સોલ્ટ માઇન, ઘણું મજા ફરવાલાયક પણ છે જ. પોલેન્ડની ઇસ્ટ યુરોપમાં જરા વિચિત્ર પરિસ્થિતિ બની રહી છે, પણ પોલિટિકલ માથાકૂટમાં પડ્યા વિના માત્ર ત્ોન્ો એક્સપ્લોર કરવાનું શરૂ કરો એટલે એક પછી એક એવી અજાયબીઓ સામે આવવા લાગ્ોલી કે અમન્ો અમારું અઠવાડિયું ઓછું લાગવા માંડ્યું હતું. ક્રુકેટ ફોરેસ્ટ પણ લિસ્ટ પર આવેલું, ક્રાકાઓ અન્ો સ્લોવિન્સ્કી સ્ોન્ડ ડ્યુન્સ, એવામાં થોડાં સ્થળો મસ્ટ-ડુ અન્ો થોડાં ઓપ્શનલ લિસ્ટમાં મૂક્યાં. ઓછા સમયમાં મેક્સિમમ મજા કરવા માટે થોડું તો માઇક્રોમેન્ોજ કરવું જ રહૃાું.
સંપ્ાૂર્ણ ત્ૌયારી સાથે વોરસો પહોંચ્યાં. ત્યાં ફર્સ્ટ હાફમાં જ લેન્ડ થયેલાં એટલે એક રાત વોરસો
રહી, શક્ય એટલું ફરી આગળ ચાલવાનો પ્લાન હતો. છેલ્લે સોપોટમાં વેડિંગ ડેસ્ટિન્ોશન સિવાય ક્યાંય અમે ફિક્સ્ડ હોટલ બુક કરી નહીં જેથી લેક્સિબલ રહી શકાય. અન્ો અમારું લિસ્ટ પહેલે દિવસ્ો વોરસોથી જ નકામું લાગવા માંડેલું. વોરસોમાં જ ધાર્યા કરતાં એટલી વાર લાગી કે બ્ોદશકોથી ચાલી રહેલી નોન-સ્ટોપ રખડપટ્ટી પછી પણ પ્રવાસનું પ્લાનિંગ જાણે પહેલેથી શીખવું પડશે ત્ોવું લાગવા માંડ્યું.
વોરસોમાં અમે પહોંચ્યાં ત્ો સાંજે ત્રણ કલાકની કોમ્યુનિસ્ટ પાસ્ટની વોકિંગ ટૂર બુક કરાવેલી. બીજે દિવસ્ો સવારે બ્રેકફાસ્ટ સાથે ત્રણ કલાકની વોકિંગ ફૂડ ટૂર હતી. ત્ોમાં ચોપિન સંબંધિત સાઇટ્સ માટે સમય જ નહોતો વધતો. કોઈ રીત્ો મેન્ોજ તો કરી જ લઈશું. સતત પ્લાનિંગ મોડમાં ન રહીન્ો અમેે એક વાર વોરસો લેન્ડ થયા પછી મજા અન્ો ફરવાના મોડ પર જ રહેવા માટે મક્કમ બની ગયાં.
વોરસોએ બીજા વિશ્ર્વયદ્ધનો ખરો માર ખાધો છે. કહેવાય છે કે ન્ોવું ટકાથી વધુ શહેર તો કાટમાળ જ બની ગયેલું. આજે જે પણ દેખાય છે ત્ો રિસ્ટોર કરવામાં આવ્યું છે. છતાંય બધાં ગોથિક, રેન્ોસાં, બ્ોરોક યુગનાં અન્ો સ્ટાઇલનાં આર્કિટેક્ચરન્ો રિસ્ટોર્ડ સ્વરૂપમાં પણ ચૂકવા જેવાં નથી. ત્ોનાથી જ આ ઐતિહાસિક શહેરનું કેરેક્ટર ઊભરી આવે છે. કદાચ એ જ કારણ છે કે વોરસોન્ો જોઈન્ો યુરોપના બીજા કોઈ શહેરની યાદ નથી આવતી. વિખ્યાત સાયન્ટિસ્ટ કોપરનિકસ પણ પોલિશ હતો. અમે કોપરનિકસ સ્કવેરથી જ અમારી વોરસો એક્સપ્લોેરેશનની શરૂઆત કરી. આ જ કોપરનિકસ્ો આપણી પ્ાૃથ્વી સ્ાૂર્યની આસપાસ ફરે છે ત્ો દુનિયાન્ો સમજાવેલું. આજે અમે ત્ોના જ શહેરમાં ફરવાનાં હતાં.
ત્યાંથી ઓલ્ડ ટાઉનની માર્કેટમાં એક કાફેમાં કોફી પીધી અન્ો થોડી પ્ોસ્ટ્રી ખાધી. અહીંથી રોયલ પાથ પણ નજીકમાં જ છે. આ રોયલ પાથ પર એક પછી એક પોલેન્ડના ખ્યાતનામ પ્ોલેસ જોવા મળવાના હતા. ત્ોન્ો અંદરથી ધીરજથી જોવાનું તો શક્ય નથી જ પણ બહારથી ઝાંકીનો આનંદ તો લઈ શકાય ત્ોમ છે જ. પ્રેસિડેન્શિયલ પ્ોલેસ, તિશ્કેવિશ પ્ોલેસ, જુનવાણી ચર્ચ અન્ો કેથિડ્રાલ જોવામાં ખોવાઈ જવાય ત્ોવું હતું. શહેરનો સ્ોન્ટરનો ભાગ એટલો ભવ્ય અન્ો મોટો છે, પ્રશ્ર્ન જરૂર થાય કે વોરસો પ્ોરિસ, બુડાપ્ોસ્ટ અન્ો બર્લિન જેટલું લોકપ્રિય કેમ નથી. કોમ્યુનિસ્ટ વોરસોની ટ્રિપ માટે ત્ૌયાર થતાં પહેલાં વોરસો પ્ોલેસ ઓફ કલ્ચર એન્ડ સાયન્સનો ટાવર જોવા મળી ગયો. આ સ્કાયસ્ક્રેપર સ્ટાલિનની પોલેન્ડન્ો આપ્ોલી ભેટ માનવામાં આવે છે. પોલેન્ડમાં હજી આવાં ઐતિહાસિક રેફરન્સનો ઢગલો અમારી રાહ જોઈ રહૃાો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular