રિમઝિમ ગિરે સાવન… ફરી મેઘરાજાનું આગમન થયું છે, રવિવારે ધીમે ધીમે પડી રહેલા વરસાદની વચ્ચે એક યુવતીને જાણે વરસાદથી ભીંજાવું પણ હતું, પણ છત્રીનો મોહ છૂટી શક્તો નથી. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થયું છે. હવામાન ખાતાએ ૧૧ ઑગસ્ટ સુધી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આગાહી ે કરી છે. તો મુંબઈ સહિત થાણેમાં પણ આગામી ચાર દિવસ મુશળધાર વરસાદની શક્યતા છે.
હાલ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે . તેમાં સાતથી ૧૧ ઑગસ્ટ સુધી કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિની આગાહી હવામાન ખાતાએ કરી છે. બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણનો પટ્ટો તૈયાર થયો છે. તેનું વાવાઝોડામાં રૂંપાતર થવાની શક્યતા છે.
હવામાન ખાતાના કહેવા મુજબબંગાળના ઉપસાગરમાં સર્જાયેલો ઓછા દબાણનો પટ્ટો આગામી ૪૮ કલાકમાં વધુ તીવ્ર થઈને ડિપ્રેશનનમાં રૂપાંતર થવાની શક્યતા છે. એ સાથે જ અરબી સમુદ્રમાં ઓછા
દબાણનો પટ્ટો તૈયાર થયો છે. તેથી રાજ્યમાં મુશળધાર વરસાદ પડવાનો અંદાજો છે. તો મુંબઈમાં ૮, ૯ અને ૧૦ ઑગસ્ટને ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણે દિવસ ૧૦૦ મિ.મી.થી વધુ વરસાદ પડવાની શક્યતા છે. થાણેમાં પણ સોમવારથી ગુરુવાર સુધીના ચાર દિવસ માટે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાયગઢમાં રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
આ દરમિયાન રવિવાર સવારથી મુંબઈ, થાણે સહિત પાલઘર વિસ્તારમાં વાદળિયાં વાતાવરણ સાથે વરસાદ રહ્યો હતો. મુંબઈમાં સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીમાં કોલાબામાં ૭.૪ મિ.મી. તો સાંતાક્રુઝમાં ૬.૪ મિ.મી. જેટલો વરસાદ રહ્યો હતો. સવારના સમયમાં પશ્ર્ચિમ ઉપનગરમાં વરસાદનું જોર વધારે રહ્યું હતું. પશ્ર્ચિમ ઉપનગરમાં સવારના ૮થી સાંજના છ વાગ્યા સુધીમાં ૨૩.૨૭ મિ.મી. અને પૂર્વ ઉપનગરમાં ૨૪.૧૭ મિ.મી. જેટલો વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન મુંબઈમાં ઝાડની ડાળખી તૂટવાના અને ઘરની દીવાલ તૂટવા જેવા છૂટાછવાયા બનાવ બન્યા હતા.
આ દરમિયાન હાલ કોંકણમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનેક ઠેકાણે ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નદીઓમાં પૂર આવ્યા છે. રત્નાગિરી જિલ્લામાં વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
મરાઠવાડાના ઔરંગાબાદ, લાતૂર, નાંદેડ સહિત કોંકણના સિંધુદુર્ગ, રત્નાગિરી, વરસાદ છે.
વિદર્ભમાં ૭થી ૯ ઑગસ્ટ દરમિયાન અતિમુશળધાર વરસાદની આગાહી છે. તો ૧૦ ઑગસ્ટના રોજ અતિવૃષ્ટિી શક્યતા છે. વિદર્ભ માટે યલો એલર્ટ, મરાઠવાડા ૯ અને ૧૦ ઑગસ્ટના અતિવૃષ્ટિની શક્યતા છે.

Google search engine