સમય, સંજોગો અને સ્થિતિઓની સામે સતત લડતા રહેવાનો મંત્ર આપતી પ્રજવલિત મશાલ અને તેની આસપાસ જોવા મળી રહેલા કાગડા સમાજમાં રહેલા કાયમ નકારાત્મક બોલનારા લોકોનું પ્રતીક છે. સામાન્ય રીતે આ પ્રતિમાની આસપાસ ક્યારેય આટલી મોટી સંખ્યામાં કાગડા જોવા મળતા નથી, પરંતુ સમાજમાં વધી રહેલી નકારાત્મકતાનું પ્રતિબિંબ આ તસવીરમાં છલકાઈ રહ્યું છે. (અમય ખરાડે)