અભિનેત્રીઓ વિના ફિલ્મો અધૂરી છે. બોલિવૂડમાં અનેક અભિનેત્રીઓએ નામના મેળવી છે અને પોતાના અભિનયના જોરે ટોપ પર પહોંચી છે. આપણે આજે એવી અભિનેત્રીએ વિશે જાણીએ જેઓ પોતાની પ્રતિભાથી આગળ આવી છે, પણ તેમની બહેની બહેનો ફિલ્મી દુનિયામાં ઝાઝુ કંઇ ઉકાળી શકી નથી.
મલાઇકા અરોરા અને અમૃતા અરોરા
ફિલ્મોમાં આયટમ નંબરથી પોતાની કરિયર જમાવનાર મલાઇકાના નામના સિક્કા તો બોલિવૂડમાં ચાલે છે. એના આયટમ સોંગના તો લોકો પણ દિવાના હોય છે, પણ મલાઇકાની બહેન અમૃતા અરોરાની ફિલ્મી કરિયર ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. અમૃતા અરોરા તેની ફિલ્મી કારકિર્દીમાં ખાસ કાઠુ કાઢી શકી નથી. લોકો તેને મલાઇકાની બહેન કે કરિશ્મા કપૂર અને કરીના કપૂરની ફ્રેન્ડ તરીકે વધારે ઓળખે છે. અમૃતા વન ફિલ્મ વંડર બનીને રહી ગઇ છે.
ડિમ્પલ કાપડીયા અને સિમ્પલ કાપડીયા
ડિમ્પલ કાપડીયાને કોઇ ઓળખની જરૂર નથી. ડિમ્પલ કાપડીયાનું સ્ટારડમ આજે પણ અકબંધ છે. પોતાની વિશઆળ કારકિર્દીમાં તે લગભગ મોટા ગજાના કલાકાર સાથે કામ કરી ચૂકી છે. ડિમ્પલનો પતિ રાજેશ ખન્ના હિન્દી ફિલ્મોનો પહેલો સુપર સ્ટાર ગણાય છે. તેની દીકરી ટ્વિંકલ ખન્ના અને રીંકલ ખન્નાએ પણ ફિલ્મોમાં કામ કર્યું છે. ટ્વિંકલનો પતિ અક્ષયકુમાર એક સફળ અભિનેતા છે. જ્યારે ડિમ્પલની બહેન સિમ્પલ કાપડીયાની કરિયર કંઇ ખાસ નહીં રહી અને એ તો જીવનનો જંગ પણ જલદી જ હારી ગઇ.
શિલ્પા શેટ્ટી અને શમિતા શેટ્ટી
શિલ્પા શેટ્ટીનું નામ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાં આવે છે, પણ એની બહેન શમિતા શેટ્ટી દર થોડા વર્ષએ બોલિવૂડમાં લોન્ચ થયા કરે છે. પોતાના અભિનય કરતા અન્ય કલાકારો સાથે તેના લફરાની ચર્ચા વધારે થતી હોય છે.
કાજોલ અને તનીષા મુખરજી
અજય દેવગનને પરણેલી કાજોલની એક્ટિંગના ફેન્સ દિવાના છે, જ્યારે તેની બહેન તનીષા મુખરજી બોલિવૂડમાં પોતાની કોઇ ખાસ ઓળખ ઊભી કરી શકી નથી.