25મી માર્ચ એટલે કે આવતીકાલે ચૈત્ર મહિનાની વિનાયક ચતુર્થી છે. આપણે ત્યાં દરેક શુભ કાર્ય પહેલા ગણપતિની પૂજા કરવામાં આવે છે, પરંતુ મહિનામાં બુધવાર સિવાય કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થીના બાપ્પાની વિશેષ પૂજા કરવાનો નિયમ છે. કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે, જ્યારે વિનાયક ચતુર્થી શુક્લ પક્ષમાં આવે છે
જે લોકો વિનાયક ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગજાનનના વિનાયક સ્વરૂપની પૂજા કરે છે એમને સુખ, સમૃદ્ધિ, આર્થિક સમૃદ્ધિ તેમજ જ્ઞાન અને બુદ્ધિ લાવે છે. આજે આપણે અહીં વાત કરીશું કેટલાક એવા ઉપાયો વિશે કે જે વિનાયક ચતુર્થીના દિવસે કરવાથી બાપ્પા ખુબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને ગ્રહોની પીડામાંથી પણ મુક્તિ મળે છે. ચાલો જાણીએ, ચૈત્ર વિનાયક ચતુર્થીના વ્રતનો શુભ સમય, શુભ યોગ, પૂજાની પદ્ધતિ વિશે…
ચૈત્ર વિનાયક ચતુર્થી 2023 મુહૂર્ત
ચૈત્ર શુક્લ વિનાયક ચતુર્થી પ્રારંભ- 24 માર્ચ, 2023, સાંજે 04.59 કલાકે
ચૈત્ર શુક્લ ચતુર્થી સમાપ્ત- 25 માર્ચ 2023, સાંજે 04.23 કલાકે
ગણેશજીની પૂજાનો સમય – 11.14 am – 01.41 pm (25 માર્ચ 2023)
ચંદ્રોદયનો સમય – સવારે 08.31 કલાકે (વિનાયક ચતુર્થી પર ચંદ્ર જોવો વર્જ્ય છે)
બની રહ્યો છે આ ખાસ યોગ
ચૈત્ર માસમાં વિનાયક ચતુર્થીના દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે અને આ રવિ યોગમાં સૂર્યની અસર વધુ હોય છે, તેથી આ યોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે, તેમાં સૂર્યની પવિત્ર ઉર્જા પ્રચુર માત્રામાં હોવાથી આ યોગમાં કરવામાં આવેલા કાર્ય અનિષ્ટનો નાશ કરે છે અને શુભ ફળ આપે છે. આ દિવસે રવિ યોગ સવારે 06.20 થી બપોરે 1.19 વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વિનાયક ચતુર્થીના ઉપાયો
ધન લાભ- ચૈત્ર શુક્લ પક્ષની ચતુર્થી એ હિન્દુ નવા વર્ષ વિક્રમ સંવત 208ની પ્રથમ વિનાયક ચતુર્થી હશે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે આ દિવસે ગણપતિને દુર્વાની માળા ચઢાવો, બાપ્પાને ઘી ગોળ અર્પણ કરો અને પૂજા પછી આ ઘી અને ગોળ ગાયને ખવડાવો. આવું 5 વિનાયક ચતુર્થી સુધી કરો. આને કારણે આર્થિક સંકટ દૂર થાય છે.
બુદ્ધિમાં વધારો – જો બાળક અભ્યાસમાં નબળું હોય અથવા અભ્યાસમાં તેવું ધ્યાન કેન્દ્રિત ના થાય તો ચૈત્ર મહિનાની વિનાયક ચતુર્થીના દિવસે ગણેશજીને બાળકની ઉંમર હોય એટલા લાડુ અર્પણ કરો. બાળકના હાથે આ કામ કરો. ત્યાર બાદ આ લાડુ બાળકોને એક લાડુ ખવડાવો અને ગરીબ બાળકોમાં વહેંચો. એવું માનવામાં આવે છે કે તે અભ્યાસમાં એકાગ્રતા અને રસ વધારે છે. આ દિવસે રવિ યોગ પણ છે, આ સ્થિતિમાં સૂર્યાષ્ટકનો પાઠ કરો. તેનાથી બુદ્ધિ અને શક્તિમાં વધારો થશે.