મુંબઈઃ આવતી કાલે મધ્ય રેલવે, હાર્બર લાઈન પર મેઈન્ટેનન્સ વર્ક હાથ ધરાવવાનું હોઈ રેલવે દ્વારા મેગા બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. પરિણામે મુંબઈગરાએ આવતી કાલે ઘરથી બહાર નીકળતાં પહેલાં લોકલ ટ્રેનોનું શું ટાઈમટેબલ હશે એ જાણી લેવું જરુરી છે.
રવિવારે સીએસએમટી વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી મેગાબ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે.
હાર્બર લાઈન પર વડાલા રોડ-માનખુર્દ વચ્ચે અપ-ડાઉન લાઈન પર સવારે 11થી 4 વાગ્યા સુધી બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન પનવેલ-બેલાપુર-વાશીથી સીએસએમટી વચ્ચે અને સીએસએમટીથી પનવેલ-બેલાપુર-વાશી વચ્ચે ટ્રેનવ્યવહાર બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટીથી બ્રાંદ્રા-ગોરેગાંવ વચ્ચે ટ્રેનવ્યવહાર ટાઈમટેબલ અનુસાર દોડશે.
હાર્બર લાઈનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને સવારે 11થી સાંજે 4.30 વાગ્યા સુધી ટ્રાન્સ હાર્બરલાઈન પર પ્રવાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. બ્લોકના સમય દરમિયાન પનવેલ-માનખુર્દ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે.
આવતી કાલે હશે ટ્રેનોના ધાંધિયા, બહાર નીકળતાં પહેલાં વિચારજો!
RELATED ARTICLES