રામદેવપીરનું સમાધિસ્થાન: રામદેવરા

ઇન્ટરવલ

તસવીરની આરપાર -ભાટી એન.

ગુજરાત, રાજસ્થાનમાં અખૂૂટ શ્રદ્ધા-ભક્તિથી જેનું સ્મરણ કરે છે, તેના નિજ દર્શન કરતાં અલૌકિકતાની પુલક્તિ અનુભૂતિનો રણકો સ્પષ્ટ આંતરવૈયક્તિકના મનમંદિરમાં થાય, અતિસુંદર મનમોહક સંગમતીર્થ છે. સુખચેનની સ્મૃતિ વાસ્તવિકતા સ્પષ્ટપણે મુખારવિંદમાં હર્ષમિશ્રિત ભાળવા મળે, કુબુદ્ધિ ત્યજી સુબુબુદ્ધિને સુખસમૃદ્ધિનો સંચાર તંતોતંતની પ્રતીતિ થાય. અફાટ સૌંદર્યમૂર્તિ રાજાધિરાજ શ્રીરામદેવજી મહારાજ (રામદેવપીર) કળયુગમાં તેને માનનારો વર્ગ વિપુલ પ્રમાણમાં છે. પોકરણગઢના રાજવી અજમલજી મહારાજની અતૂટ ભક્તિના ફલશ્રુતિ રૂપે શ્રીકૃષ્ણ ભગવાન (દ્વારકાધીશ) સ્વયંભૂ અવતાર લીધો તેવી દંતકથા છે. તેજ રામદેવજી મહારાજની ભવ્યતાતિભવ્ય દિવ્ય સમાધિસ્થાન “રામદેવરા’ ગામે સમાધિ લીધી તે તીર્થસ્થાને રોજના હજારો ભક્તો દર્શને આવે છે. રામદેવજી મહારાજને સપ્તરંગના નેજા (ધજા)ઓ સમાધિસ્થાને ચઢાવે છે. ભાદરવા માસમાં ‘રામદેવરા’માં ભવ્ય મેળો ભરાય છે, તે વેળા તેના દર્શન કરવા કિ.મી…. લાંબી… લાઈનોનો તાતો લાગે છે. સમાધિની આગળના
ભાગે રામદેવપીરનો મોહરૂ રાખેલ છે. સંગેમરયુક્ત
પથ્થરોવાળુ બેનમૂન મંદિરે દર્શન કરી ભવદરિયો પાર કરવાને અનેકાનેકગણું પુણ્યનું ભાથું એકત્ર કરવા આપ પણ એક વાર’તો ‘રામદેવરા’ ચોક્કસ પધારો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.