આજનું રાશિ ભવિષ્ય : આ રાશિઓને થશે ધન પ્રાપ્તિ: કેવો રહેશે આપનો આજનો દિવસ જરુર વાંચજો

118

મેષ રાશિ : આજનો દિવસ તમારી આવકમાં વધારો કરશે અને લગ્ન જીવનમાં આવતા અવરોધ પણ દૂર થશે.પણ તમારે કોઇ બહારની વ્યક્તી સાથે મનની વાત શેર કરતા પહેલાં વિચારવું પડશે. નહીં તો પ્રોબ્લેમ થઇ શકશે. વ્યાપારીઓએ ખૂબ મહેનત કરવી પડશે તો જ તેઓ પોતાની મંજીલ સુધી પહોંચી શકશે. તમે આજે કોઇ પણ ડિલ ફાઇનલ કરતા પહેલાં દસ વાર વિચારજો અને કોઇના કહેવા પર કોઇ પણ નિર્ણય લેતા સંભાળજો.
વૃષભ રાશિ : આજના દિવસે તમારી તબીયત નરમ રહેશે. જો તમને પહેલેથી કોઇ બિમારી છે તો તેના ત્રાસમાં વધારો થશે. નોકરિયાત વર્ગને ટ્રાન્સફર મળતાં તેમને એક સ્થળેથી બીજા સ્થળે જવું પડશે. પરિવારમાં તમે તમારી જવાબદારીઓ સારી રીતે પાર પાડશો. અને પરિવારના લોકો પણ તમારી પ્રશંસા કરશે. વિવાહ યોગ્ય વ્યક્તિને લગ્નના સારા પ્રસ્તાવ આવશે. વ્યાપારીઓ તેમના વ્યાપારમાં કંઇ નવું લઇ આવે તો એમના માટે ફાયદાકારક નિવડશે.
મિથનુ રાશી : આજનો દિવસ તમારા માટે પડકારુપ રહેશે. તમારી આવક વધતા તમે ખૂશ થશો પણ કામમાં કોઇ અડચણ આવતા તમે ચિંતિત રહેશો. ધાર્મિક અને સામાજીક કાર્યોમાં તમે આગળ રહીને ભાગ લેશો. તમે પોતાને સાચા સાબિત કરવાના પ્રયાસોમાં લાગ્યા રહેશો, પણ તમારો કોઇ સાથીદાર આજે કોઇ નજીવી બાબતને લઇને મોટી સમસ્યા ઊભી કરી શકે છે. તમારું વ્યક્તિત્વ ખીલી ઉઠશે. પણ આજના દિવસે કોઇના પર પણ આંધળો વિશ્વાસ ન કરતાં.
કર્ક રાશિ : આજનો દિવસ નોકરીયાત વર્ગ માટે ઉત્તમ રહેશે. તમે મિત્રો સાથે મળીને પિકનીક પ્લાન કરી શકશો. તમને કોઇ કામ માટે નાના અંતરના પ્રવાસે જવું પડશે. તમે ભાઇ – બહેનો પાસે મદદ માંગશો તો તમને તરત મદદ મળી જશે. નોકરી શોધતા લોકોને સારા સમાચાર મળશે. વ્યવસાયમાં તમારી પ્રગતી થતાં તમારું મન પ્રસન્ન રહેશે.
સિંહ રાશિ : આજનો દિવસ તમારા માટે મિશ્રરુપે ફળદાયી નીવડશે. તમારા ફસાંયેલા નાણા પરત મળતા તમારી આર્થિક સ્થિતી મજબૂત બનશે. આજે તમારા વિરોધિઓ પણ તમારું કંઇ નહીં બગાડી શકશે. કારણ કે તમારા તેજને જોતાં તેઓ અંદર-અંદર લડી ચૂપ થઇ જશે. તમે જો કોઇ યાત્રા પર જવાનું વિચારતા હશો તો માતા-પિતાની સલાહ લઇને પ્લાનીંગ કરજો. તમારે આજે દિલ અને દિમાગથી વિચારીને જ યોજનાઓ બનાવવી પડશે.
કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે ખાસ હશે. તમારે તમારી કોઇ જૂની ભૂલથી પાઠ શીખવો પડશે. સંતાન પક્ષે તમને કોઇ આનંદના સમાચાર મળી શકશે. તમે જલ્દી – જલ્દીમાં અને ભાવુકતામાં કોઇ નિર્ણય ન લેતા. મિત્ર સાથે વાત કરતાં તમારી કેટલીક જૂની યાદો તાજી થશે. તમે કામ કરવાના પ્લાનીંગની શરુઆત કરશો. જે લોકો શેર માર્ટેકમાં રોકાણ કરે છે આજે તેમને નૂકસાન થવાની શક્યતાઓ છે.
તુલા રાશિ : આજનો દિવસ આપના માટે પરસ્પર સહકારની ભાવના લઇને આવશે. પ્રામીઓને સાથીના ગૂસ્સાનો સામનો કરવો પડશે. તમે કાર્યક્ષેત્રે પોતાને સાબિત કરવાના પ્રયત્નોમાં બાકીની કોઇ વાત પર ધ્યાન નહીં આપી શકો. તમને કોઇ મિત્ર તરફથી રોકાણની ઓફર મળી શકે છે. તમે તમારા ઘરને રિનોવેટ કરવા અંગે પણ વિચાર – વિમર્શ કરશો. તમે તમારા વધતાં ખર્ચાઓ પર કાબૂ રાખો નહીં તો આગળ જતાં તમને મૂશ્કેલી આવી શકશે.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે પ્રગતીકારક રહેશે. તમે તમારા પરિવાર સાથે સારો સમય વિતાવી શકશો. તમને કોઇ નવી સંપત્તિ મળી શકે છે. તમારે તમારા કામને કોઇ બીજા પર ન ઢોળવું નહીં તો એમનાથી કોઇ ભૂલ થઇ શકે છે. પરિવારના કોઇ સદસ્યને નોકરીમાં ટ્રાન્સફર મળતાં તેને ઘરથી દૂર જવું પડશે. તમારી કોઇ જૂની લેવડ-દેવડ તમારા માટે સમસ્યા ઊભી કરી શકે છે. એટલે એમાં સાવધાની વરતજો.
ધનુ રાશિ : આજનો દિવસ તમારા માટે ઉતાર – ચઢાવવાળો રહેશે. કાર્યક્ષેત્રે ચાલતી સમસ્યાઓને કારણે તમે થોડા ચિંતિત રહેશો. છતાં પણ તમે તમારી મહેનત અને લગનને કારણે આધિકારીઓ પાસેથી તમારી વાત મનાવી લેશો. વ્યાપારી વર્ગને આજે કોઇ ખાસ આવક નહીં થાય. છતાં તમે તમારા રોજીંદા ખર્ચાને આરામથી પહોંચી વળશો. કામ માટે તમને નાનકડા પ્રવાસ પર જવાનું થશે જે તમારા માટે લાભદાયક નિવડશે.
મકર રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. પરિવારમાં જો તમે કોઇને કોઇ સલાહ આપશો તો તે તમારી વાત માનશે.જો તમે તેમને કોઇ વાયદો કે વચન આપ્યું હશે તો તે જરુરથી પૂરું કરજો. પારિવારમાં સહકારની ભાવના બની રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી કલા નીખરીને દેખાશે. જેનાથી લોકો પણ હેરાન રહી જશે. કોઇને નાણા ઉછીના આપતા આજના દિવસે બચજો નહીં તો મોટી સમસ્યા ઊભી થઇ શકે છે. તમે બાળકોને જે જવાબદારી આપશો તે તેઓ સમયસર પૂરી કરશે.
કુંભ રાશિ : આજનો દિવસ તમારા માટે ધાર્મિક કાર્યોમાં સામેલ થવાનો રહેશે. તમે તામારા માતા-પિતા સાથે કોઇ ધાર્મિક સ્થળની મુલાકાત લઇ શકશો. ઘરમાં કોઇ પૂજા-પાઠ હોવાથી સગા-સંબધીઓની અવર-જવર રહેશે. દાંપત્ય જીવન સુખમય રહેશે. સુખ – સમૃદ્ધિમાં વધારો થશે. તમારા કેટલાંક ખર્ચા તમારા માટે મૂશ્કેલી ઊભી કરી શકે છે, ખર્ચાઓ પર કાબૂ રાખજો.
મીન રાશિ : આજનો દિવસ તમારા માટે ચિંતાનો રહેશે. તમને તમારા કેટલાંક જૂના રોકાણોમાંથી પૈસા ન મળતા તમે ચિંતિત રહેશો. કામનું વધારે પડતું ભારણ હોવાથી વધુ મહેનત કરવી પડશે. તમારી કોઇ બહારના વ્યક્તી સાથે બોલા-ચાલી થઇ શકે છે, તો સયંમ રાખી વાણીમાં મધુરતા રાખજો. તમે તમારું બેન્ક બેલેન્સ વધારવાનો પૂર્ણ પ્રયત્ન કરશો. જો તમને આરોગ્યલક્ષી કોઇ ફરિયાદ હોય તો તેને નજરઅંદાજ ના કરતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!