Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય : આ રાશિઓના જાતકોને આજે રહેવું પડશે સતર્ક

આજનું રાશિ ભવિષ્ય : આ રાશિઓના જાતકોને આજે રહેવું પડશે સતર્ક

મેષ રાશિ : આજના દિવસે તમારી આવકમાં વધારો થતાં તામરું મન પ્રસન્નરહેશે. તમે તમારા ધનનો ઉપયોગ સારા કાર્યોમાં પણ કરશો. પરિવાર સાથે સમન્વય બનાવી રાખો નહીં તો મોટી મૂશ્કેલી ઊભી થઇ શકે છે. પૈસા સંબધિત કેટલાંકા કામ આજે અટકશે. પણ તમને પરિવારમાં ભાઇ-બહેનોનો સહકાર મળશે. જો તમારું મન કોઇ વાતને કારણે ચિંતિત છે તો એ પણ દૂર થઇ જશે.
વૃષભ રાશિ : આજનો તમારો દિવસ મિશ્ર રહેશે. વ્યાપરીઓ માટે દિવસ ઉતાર-ચઢાવવાળો રહેશે. છતાં તમને સારો નફો થઇ શકે છે. પૈતૃક સંપત્તિ સંબંધિત વિવાદમાં તમને જીત હાંસલ થવાથી તામારું મન પ્રસન્ન રહેશે. વયસ્કો સાથે થઇ રહેલ અનબણાવને વધતો રોકવો પડશે. તમારી કોઇ જૂની ભૂલને કારણે તમારે માફી માંગવી પડશે.
મિથનુ રાશી : આજનો દિવસ તમારા માટે ભાગ્યની દ્રષ્ટીએ ઉત્તમ રહેશે. ધાર્મિક અને સામાજીક કાર્યોમાં જોડાવાનો મોકો મળશે. જેનાથી લોકોમાં તમારો પ્રભાવ વધશે. આજે તમને તમારા પિરવારના કોઇ સભ્યના આરોગ્યની ચિંતા રહેશે. તમને જનકલ્યાણના કાર્યોમાં જોડાવાનો અવસર મળશે. લાંબા સમયથી જો તમને કોઇ શારિરિક સમસ્યા છે તો આજે તેનાતી પણ છૂટકારો મળશે. તમે તમારી વિવેક બુદ્ધિથી કોઇ નિર્ણય લેશો જેને કારણે લોકો હેરાન રહી જશે.
કર્ક રાશિ : આજનો દિવસ સાવ્સ્થ્યની દ્રષ્ટીએ કમજોર રહેશે. તમારી ખાવા-પિવાની આદત તમારા માટે પેટની કોઇ સમસ્યા લઇને આવશે. તમારા સગા-સંબંધિ આજે તમને કોઇ સલાહ આપશે તો તેનાથી તમને નૂકસાન થઇ શકે છે. તેથી તમે કોઇ બહારની વ્યક્તિની સલાહથી સાચવજો. વ્યાપારીઓએ કોઇના પર પણ આંખો બંધ કરી વિશ્વાસ ના રાખવો. નહીં તો એ તમારો ભરોસો તોડશે જેના કારણે તમારું મન ઉદાસ રહેશે.
સિંહ રાશિ : આજનો દિવસ તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો કરનારો દિવસ છે. પ્રેમ સંબધમાં ચાલતા વિવાદો પૂરા થશે અને તમે બંને એક બીજાની કાળજી લેશો. તમારે કેટલીક અંગત બાબતોને ધ્યાનમાં લઇ ગંભીરતા રાખવી પડશે. બધાને એક સાથે લઇને ચાલવાનો પ્રયત્ન કરવો પડશે. તમારી કોઇ ઇચ્છા આજે પૂરી થઇ શકે છે. જો તમે કોઇ નવા કામ માટે પ્રયત્ન કરી રહ્યાંહશો તો આજે તમારું એક કામ પણ સફળ થશે. વ્યાપારીયોની કોઇ મોટી ડિલ ફાઇનલ થતાં મોટો નફો થઇ શકે છે.
કન્યા રાશિ : આજનો દિવસ તમારા માટે ધન સંબંધિત વાતો માટે અનુકુળ રહેશે. તમે તમારી મહેનતના જોરે એ બધુ મેળવી શકશો જેની તમારી પાસે કમી હતી. નોકરિયાત વર્ગવાળા માટે વિરોધિઓ તેમની સમસ્યાઓ વધારવાનો પ્રયત્ન કરશે. તમને કોઇ મહત્વની ચર્ચામાં ભાગ લેવાનો મોકો મળશે. કોઇની પણ પાસેથી નાણાં ઉછીના લેવાથી બચજો નહીં ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થઇ શકે છે.
તુલા રાશિ : આજના દિવસે તમારે સમજી- વિચારીને વર્તવુ પડશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ અભ્યાસની તકો ઊભી થશે. નોકરીની શોધમાં હશો સારા સમાચાર સાંભળવા મળશે. તમે આજે થોડો સમય પરિવાર સાથે વ્યતિત કરશો. લાંબા સમય બાદ મિત્રોને મળવાનો મોકો મલશે. ગૃહસ્થ જીવનમાં જો લાંબા સમયથી કોઇ વિવાદ ચાલી રહ્યો છે તો આજે તેનાથી છૂટકારો મળશે.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. તમને નવી સંપત્તિ મળતા તામારું મન પ્રફૂલ્લિત રહેશે. પરિવારમાં જોઇ કોઇ વિખવાદ હશે તો આજે એનું પણ સમાધાન મળી રહેશે. વ્યક્તિગત વિષયોમાં ફોકસ બનાવી રાખજો. તમે કેટલાંક નવા કામોમાં રસ બતાવશો, તો એમા પણ તમને સફળતા મળશે. કોઇ મહત્વનું કામ પૂર્ણ થતાં તમે આજે આખો દિવસ ખૂશ રહેશો.
ધનુ રાશિ : વ્યાપારીયો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. બિઝનેસ ડિલમાં સારા સમાચાર મળશે. પ્રેમી સાથે વિવાદને કારણે મન દુ:ખી રહેશે. સામાજીક સંબધોમાં જોઇ કોઇ સમસ્યા ચાલી રહી છે તો આજે તેનું પણ નિરાકરણ આવી જશે. તમારે તમારા કામોને સમયસર પૂર્ણ કરવા આળસનો ત્યાગ કરવો પડશે. તો જ એ કમા સમયસર પૂરું થશે. કામને લઇને તોઇ પણ જોખમ ઉઠાવતા બચજો નહીં તો મોટી સમસ્યા ઊભી થશે.
મકર રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્સાહપૂર્ણ રહેશે. તમે તમારા સંતાનોને પરંપરા અને સંસ્કારોનો પાઠ ભણાવશો. બધાની સાથે માન-સન્માન જાળવી રાખશો. જો તમે કોઇને કોઇ વાયદો કે વચન આપ્યું છે તો આજે તમે એ પૂરું કરશો. તમને કોઇ મનવાચ્છિત વસ્તું મળી શકે છે. તમે પરિવાર સાથે કોઇ સમસ્યા વિશે વાત-ચિત કરી શકશો. તમારા સન્માનમાં વધારો થતાં તમે ખૂશ રહેશો. પ્રેમ અને સહયોગની ભાવના તમારા મનમાં બની રહેશે.
કુંભ રાશિ : આજનો દિવસ તમારા માટે જવાબદારી ભર્યો રહેશે. તમારી કોઇ લાંબી યોજનાઓને આજે વેગ મળશે. તથા રચનાત્મક કાર્યોને બળ મળશે. તમને વ્યક્તિગત રીતે કોઇ મહત્વનો નિર્ણય લેવો પડશે. તમારી વાણીની મધુરતા તમને માન-સન્માન અપાવશે. તમે લોકોના હિતની વાત કરશો છતાં લોકો તેને તમારો સ્વાર્થ સમઝશે. તમે સંતાનોને જે જવાબદારી આપશો તેમાં તે ખરા ઉતરશે.
મીન રાશિ : આજનો દિવસ વ્યસ્ત દિવસ હશે. તમારા ખર્ચા વધવાથી તમે હેરાન રહેશો. વિરોધીઓ તમારા પર હાવી થવાનો પૂર્ણ પ્રયત્ન કરશે. વિદેશથી આયાત-નિકાસ કરનારાઓને આજે કોઇ સમસ્યા આવી શકે છે. કાર્યક્ષેત્રે તમે જેટલી મબેનત કરશો તમને તેટલો લાભ મળતા આજનો દિવસ પ્રસન્નતા રહેશે. વ્યપારના ક્ષેત્રે તમે કોઇના પર આંખ બંધ કરીને ભરોસો ના કરતાં નહીં તો મૂશ્કેલીમાં મૂકાશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular