Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 31 માર્ચ 2023 : આ ચાર રાશિના જાતકો માટે...

આજનું રાશિ ભવિષ્ય 31 માર્ચ 2023 : આ ચાર રાશિના જાતકો માટે ધનલાભ અને સફળતાનો યોગ

મેષ રાશિ : આજે તમને કોઇ સંપત્તિને લગતાં વિવાદમાં મૂશ્કેલી આવી શકે છે. તમારું મન કોઇ વાતને લઇને ચિંતિત રહેશે. કોઇ પણ કામ આવતી કાલ પર ના ટાળતા નહીં તો પ્રોબ્લેમ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે તેથી તેમણે અભ્યાસ પર વધુ ધ્યાન આપવું પડશે. કાર્યક્ષેત્રે કોઇને વણમાંગી સલાહ ન આપતાં, નહીં તો તકલીફ થઇ શકે છે. જો તમે આજે કોઇ નવું વાહન ખરીદવા જઇ રહ્યાં છો તો માતા-પિતાને સાથે લઇ જવું હિતાવહ રહેશે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. ભાઇ-બહેનો સાથે સારા સંબંધો રહેશે. માતા સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે, પણ તમે તમારી વાણીમાં મિઠાશ રાખજો. તમારા ઘરે કોઇ શુભ પ્રસંગ હોવાથી વાતાવરણ પ્રસન્ન રહેશે. આર્થિક વાતો પર ધ્યાન આપજો નહીં તો બિઝનેસમાં નૂકસાન થઇ શકે છે. જો તમે કોઇ વાતને લઇને ચિંતિત છો તો ભાઇઓ સાથે તે વાત શેર કરજો.

મિથનુ રાશી : આજનો દિવસ થોડી મૂશ્કેલીઓ લઇને આવ્યો છે. કોઇ કૌંટુમ્બિક બિઝનેસને લઇને જો તમે લાંબા સમયથી ખોટમાં ચાલી રહ્યાં છો તો આજે ખોટમાં હજી વધારો થઇ શકે છે. પિતાજીનું આરોગ્ય કથળતા તમે ચિંતિત રહેશો. કોઇ બહારની વ્યક્તિ સાથે તમારી અંગત વાતો શેર ના કરતાં. પરિવારમાં ચાલતાં ઝગડામાં આજે બંને પક્ષોને સાંભળીને જ કોઇ નિર્ણય લેવો હિતાવહ રહેશે. સંતાનને નોકરી સંબંધિત કોઇ નાનો પ્રવાસ કરવો પડશે.

કર્ક રાશિ : આજે તમે પરિવારમાં ચાલી રહેલાં વિવાદને લઇને ચિંતિત રહેશો. તામરું મન કામમાં ન લાગતાં અહીં તહીં ફર્યા કરશે. જેને કારણે તમને પ્રોબ્લેમ થઇ શકે છે. આજે કોઇ પણ કામ સમજ્યાં-વિચાર્યા વગર ના કરતાં. વેપારીઓ આજે તેમની બુદ્ધિનો ઉપયોગ કરી નફો કમાવશે. જીવન સાથીનો સાથ અને સહકાર મળી રહેશે. જૂનું દેવું ચૂકવવામાં આજે તમને ઘણી સફળતા મળશે. નોકરીમાં પ્રમોશન મળતાં તમને ખૂશી થશે.

સિંહ રાશિ : આજનો દિવસ માન-સન્માનમાં વધારો કરશે. તમને અથવા જીવનસાથીને કોઇ નવી નોકરી મળતા પ્રસન્નતા વધશે. કોર્ટ-કચેરીના કેસમાં પણ સફળતા મળશે. વ્યર્થની દોડ-ભાગથી બચજો. આજે માતા-પિતા સાથે સમય વ્યતિત કરશો. કાર્યક્ષેત્રે અધિકારીઓ સાથે વાદ-વિવાદ થઇ શકે છે. જોકે તમારે તેમની વાત સાંભળવી પડશે. સાસરી પક્ષથી માન-સન્માન મળશે.

કન્યા રાશિ : આજનો દિવસ ધન સંબંધિત વાતો માટે ઉત્તમ છે. વેપારીઓની આવકમાં વધારો થતાં મન પ્રસન્ન રહેશે. ધન પ્રાપ્તી માટે એવું કોઇ કામ ન કરતાં જેને કારણે કોઇ સમસ્યા ઊભી થાય. સંતાન પાસેથી કોઇ શુભ સમાચાર મળશે. આજે ઘરે પૂજા-પાઠ કે કિર્તનને કારણે વાતાવરણ પ્રફૂલ્લિત રહેશે. ગુસ્સામાં કોઇની પણ સાથે વાત ન કરતા નહીં તો સામેવાળી વ્યક્તિને ખોટું લાગી શકે છે.

તુલા રાશિ : આજનો દિવસ મ્ધ્યમ રુપે ફળદાયી નિવડશે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળતા તેઓ પ્રસન્ન રહેશે. જોકે આજે તમારા લક્ષને સાથે રાખીને ચાલજો તો જ એ પુરું થશે. તમે કેટલાંક કામો આવતી કાલ પર ટાળશો. ગૃહસ્થ જીવનમાં પ્રેમ બન્યો રહેશે. નોકરીમાં સહકર્મચારીઓનો સાથ મળશે. કોઇ પણ કામમાં બેજવાબદારી ના દાખવતા. નોકરીયાત વર્ગને જો કોઇ જવાબદારી મળે તો તેને સમયસર પૂર્ણ કરજો નહીં તો અધિકારીઓ નારાજ થશે.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ આળસથી ભર્યો રહેશે. તમને આરોગ્યની ચિંતા રહેશે. વિરોધીઓ સાથે વાદ-વિવાદ ટાળજો. માનસીક તાણ દૂર કરવા યોગનો સહારો લેવો પડશે તો જ તે દૂર થશે. તમારી કોઇ જૂની ભૂલ પરિવારના સભ્યો સામે આવી શકે છે. મિત્રો સાથે પાર્ટીનું આયોજન કરી શકો છો. સંતાન સાથે વિવાદ થઇ શકે છે. વેપારીઓએ આંખ-કાન ખૂલ્લા રાખીને કામ કરવું. નહીં તો વિરોધીઓ તમારા પર હાવી થઇ શકે છે.

ધનુ રાશિ : આજનો દિવસે કાયદાકીય ગૂંચવણોથી સાવધાન રહેવાનો છે. કાર્યક્ષેત્રે તમે તમારા વિચારોથી માહોલ પ્રસન્ન કરી દેશો. જો કોઇની સાથે વાદ-વિવાદ થાય તો તમે ચૂપ રહેજો. ભાઇ સાથે ચાલી રહેલ વિવાદનો અંત આવશે. આજે કોઇ સારી યોજનામાં રોકાણ કરવું હિતાવહ છે. વેપારીઓએ પાર્ટનરશીપથી બચવું નહીં તો તમારી સાથે વિશ્વાસઘાત થઇ શકે છે. લાંબા સમયથી અટકેલાં નાણાં પાછા મળશે.

મકર રાશિ : આજનો દિવસ તણાવયુક્ત રહેશે. વૈવાહિક જીવન સુખમય રહેશે. સંતાન તામરી કોઇ વાતને કારણે નારાજ રહેશે. તમારા આકર્ષણને જોઇને લોકો આજે હેરાન થઇ જશે. આજે નાની યાત્રા થઇ શકે છે. કાર્યક્ષેત્રે સાવધાન રહેજો. સંતાન પાસેથી સારા સમાચાર મળી શકે છે. માતા-પિતાના આશિર્વાદથી તમે કોઇ નવું કામ હાથ ધરશો. જે તમારા માટે હિતાવહ રહેશે.

કુંભ રાશિ : આજનો દિવસ ખૂશીઓથી ભરપૂર રહેશે. નોકરીમાં સહકારીઓનો સાથ મળતા તમે મૂશ્કેલ કામને સમસથી પૂરું કરી શકશો. સરકારી કર્મચારીઓને પ્રમોશન મળવાની શક્યતા છે. પરિવારમાં આજે કોઇ જરુરી વાતને લઇને ચર્ચા થશે. તમને જે કામ સૌથી વધુ ગમે છે તે જ કરજો. આજે રોકાયેલા કામો પૂરાં થશે. વેપારી વર્ગ તેમના કામમાં આવતી સમસ્યા વરિષ્ઠો સાથે શરે કરશે.

મીન રાશિ : આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે. વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં સારો દેખાવ કરશે. જેને કારણે પરિવારના લોકો ખૂશ થશે. તમે આજે કોઇ વાતને લઇને ભાવુક રહેશો. મહત્વના નિર્ણય લેવાનું ટાળજો. પ્રિયજનો સાથે નીકટતા વધશે જેને કારણે તમે ખૂશ રહેશો. તમે તમારા કામોમાં રચનાત્મક રહેશો. તમારી વાણી અને વ્યવહારમાં સંતુલન જાળવી રાખજો. નહીં તો પ્રોબ્લેમ થઇ શકે છે. તમે પરિવાર સાથે કોઇ શુભ પ્રસંગમાં ભાગ લેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -