આજનું રાશિ ભવિષ્ય 30 માર્ચ 2023 : આ ચાર રાશિના જાતકોને આજે મળી શકે છે શુભસમાચાર
મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે કોઇ નવા કામની શરુઆત માટે શુભ રહેશે. તમે તમારા પરિવાર સાથે આજે કોઇ મનોરંજનના કાર્યક્રમને જોવામાં સમય પસાર કરશો. સંતાનની સંગત વિશે ખાસ કાળજી રાખજો નહીં તો મૂશ્કેલી થઇ શકે છે. જો તમારી કોઇ અધૂરી ઇચ્છા હશે તો તે આજે પૂરી થશે. તમારું મન આજે કોઇ કામને લઇને ચિંતિત રહેશે. કાર્યક્ષેત્રે કોઇ કામ પૂર્ણ ન થતાં સમસ્યા ઉદભવી શકે છે. તેથી કામમાં સંપૂર્ણ ધ્યાન આપજો.
વૃષભ રાશિ : આજનો દિવસ કાયદાકીય વિષયોમાં અડચણવાળો રહેશે. તમારી કોઇ પ્રોપર્ટીને કારણે આજે તમને નૂકસાન થઇ શકે છે. સંતાનો જો કોઇ કામમાં સંકોચ વ્યક્ત કરે તો તમે તેમને પ્રોત્સાહીત કરજો. કોઇ કામને લઇને જો તમે ચિંતિત હશો તો આજે તેનું નિરાકરણ આવશે. તમે જીવનસાથીને આજે ફરવા લઇ જઇ શકો છો. વેપારીઓએ પાર્ટનરશીપ કરતાં પહેલા જેની સાથે પાર્ટનરશીપ કરવાની છે એના વિશે તમામ જાણકારી મેળવ્યા બાદ જ આગળ વધવું. રોકાણકારોએ આજે સમજી-વિચારીને રોકાણ કરવું.
મિથનુ રાશી : આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેશે. તમારે વધતા ખર્ચા પર કાબૂ રાખવો પડશે નહીં તો પાછળથી સમસ્યા થઇ શકે છે. કોઇ શારિરિક અથવા માનસિક થાકને કારણે તમને માથામાં દુ:ખાવો અથવા શરિરમાં દુ:ખાવાની ફરિયાદ રહેશે. આજે પરિવાર સાથે સારો સમય પસાર કરશો. માતા સાથે કોઇ વાતને લઇને વિવાદ થઇ શકે છે. તમારું કોઇ જૂનું કામ આજે પૂરું થશે. સંતાન પાસેથી કોઇ નિરાશાજનક સમાચાર મળી શકે છે.
કર્ક રાશિ :આજનો દિવસ તમારા માટે ચિંતાગ્રસ્ત રહેશે. આંખ કે પગમાં દુ:ખાવાની ફરિયાદ રહેશે. પણ તમે તમારા કામોમાં ધ્યાન આપજો. કાર્યક્ષેત્રે વિવાદથી દૂર રહેજો. આર્થિક દ્રષ્ટિકોણથી આજનો દિવસ સારો રહેશે. કોઇ કામને લઇને તમે કન્ફ્યુઝ રહેશો છતાં આજે કામ પૂરું થશે. સંતાનો માટે જો તમને કોઇ અપેક્ષા હશે તો આજે એ પૂર્ણ થશે. આજે કોઇની સાથે પણ તમારી અંગત વાતો શેર ન કરતાં નહીં તો સામેવાળી વ્યક્તિ તેનો ફાયદો ઉઠાવી શકે છે.
સિંહ રાશિ : આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમે મિત્રો સાથે સારો સમય પસાર કરશો. કોઇ પણ કામ સમજી વિચારીને કરજો. જે લોકો સટ્ટામાં રોકાણ કરે છે તેમના માટે આજનો દિવસ ઉત્તમ છે. તમારા કોઇ સગા તમારા ઘરે દાવત પર આવી શકે છે. કોઇ જૂના મિત્ર સાથે કારણ વગર વાદ-વિવાદ થઇ શકે છે. તો વાણીમાં મિઠાશ રાખજો. તમારી કોઇ જૂની ભૂલ અધિકારીઓની સામે આવી શકે છે જે તમારા માટે સમસ્યા બની શકે છે.
કન્યા રાશિ : આજનો દિવસ આરોગ્યને લઇને નરમ-ગરમ રહેશે. આરોગ્યની કાળજી રાખો અને પરિવારના વડિલોની વાત સાંભળજો. નહીં તો તે તમારા પર ગુસ્સે થઇ શકે છે. તમારે કોઇ પણ પરિસ્થિતિમાં ધિરજ રાખવી પડશે. તમને આજે સામાજિક કાર્યો સાથે જોડાવવાનો મોકો મળશે. જેમાં તમારા વરિષ્ઠો તમારી તારીફ કરશે. જો તમે કોઇ ને અગાઉ નાણાં ઉધાર આપ્યા હશે તો આજે એ પાછા મળશે.
તુલા રાશિ : આજનો દિવસ સામાજીક દૃષ્ટિકોણથી ઉત્તમ રહેશે. તમને તમારા કોઇ મિત્ર પાસેથી મૂલ્યવાન ભેટ મળી શકે છે. જો તમે કોઇ ચિંતાથી વ્યથિત છો તો આજે તેનું નિરાકરણ આવી જશે. તમે મનથી લોકોનું ભલું વિચાર કરશો. જોકે લોકો તેને તમારો સ્વાર્થ સમજી શકે છે. વેપારીઓને કોઇની કોઇ વાતનું ખોટું લાગી શકે છે. છતાં તમે તેમને કંઇ નહીં કહી શકો. તમારે ઉત્સાહમાં આવી ને કોઇ કામ કરવાનું ટાળવું પડશે.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમને પ્રસન્ન રાખશે. વિરોધીઓ તમારા બનતા કામો પર ભારી પડશે. એવા લોકોથી સાવધાન રહેજો. તમારી કોઇ જૂની ભૂલ પરથી પરદો ઊઠી શકે છે. તમે સંતાનને કોઇ જવાબદારી સોંપશો તો એ આજે પૂરી કરશે. કોઇ પણ સોદો કરતી વખતે તેના જરુરી દસ્તાવેજ ચકાસી લેજો. જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે તેમને આજે કોઇ મોટું પદ મળતા તેમની ખૂશીનો પાર નહીં રહે. આવકમાં વધારો થતાં મન ખૂશ રહેશે.
ધનુ રાશિ : ધનુ રાશિના જાતકોએ આજે સાવધાન અને સતર્ક રહેવાની જરુર છે. કાર્યક્ષેત્રે કામમાં બેદરકારી ના રાખતા. તમારા શત્રુઓ આજે તમને કારણવગર હેરાન કરવાની તાકમાં હશે. તમારે એમની ચાલાકીને સમજવું પડશે. સંતાનના અભ્યાસને લઇને તમે ચિંતિત રહેશો. વેપારીઓએ નકારાત્મક વિચારોથી દૂર રહેવું. ત્યારે જ તેઓ આગળ વધી શકશે. કોઇ લેવડ-દેવડમાં આજે ફાયદો થશે.
મકર રાશિ : આજનો દિવસ આનંદમય રહેશે. તમારા માન-સન્માનમાં વધારો થતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. તમને આજે કોઇ નવું વાહન પણ મળી શકે છે. તમને આજે પરિવારના સભ્યોનો સાથ-સહકાર પ્રાપ્ત થશે. આજે ચારે બાજુ ખૂશીઓ હશે. કોઇ મિત્ર સાથે કારણ વગર વાદ-વિવાદ થઇ શકે છે. તમારે સમયનો સદઉપયોગ કરવો પડશે. આમ-તેમ ખાલી બેસીને ટાઇમ વેસ્ટ ના કરતા. નહીં તો પાછળથી મૂશ્કેલી થઇ શકે છે. જીવનસાથીનો સાથ અને સહકાર મળી રહેશે.
કુંભ રાશિ :આજનો દિવસ લાંબા સમયથી અટકેલા કામોને પૂરા કરવાનો છે. જો તમને લાંબા સમયથી કોઇ શારિરિક પીડા થઇ રહી છે તો આજે તેનું નિરાકરણ આવશે. કલા-કૌશલ્યથી આજે તમે કાર્યક્ષેત્રે સફળ થશો. રાજકારણના કામોમાં આજે રસ વધશે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યાતા છે. જોકે વિરોધીઓ તેમા અવરોધ ઉભો કરી શકે છે. વાણી પર સંયમ રાખજો નહીં તો મૂશ્કેલી થઇ શકે છે.
મીન રાશિ : આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ રહેશે. વેપારીઓને વેપાર માટે યાત્રા પર જવાનો મોકો મળશે. કોઇની પણ સાથે વાત કરતાં સમજી-વિચારીને કરજો નહીં તો સમસ્યા આવી શકે છે જેથી તમે ચિંતિત રહેશો અને બીજાના કામોમાં વધારે ધ્યાન આપશો. જેને કારણે કોઇ વાદ-વિવાદ થઇ શકે છે. જમીન-મિલકત મામલે કોઇના પર વિશ્વાસ ના રાખતા. નહીં તો એ તમારો વિશ્વાસઘાત કરશે.