આજે સોમવાર 27 માર્ચ 2023, આજે વૃષભ અને મિથુન રાશિમાં ચંદ્રનો સંચાર થશે. ચંદ્રનો સંચાર ઘણી રાશિઓ માટે ખૂબ જ શૂભ સાબિત થશે. સાથે સાથે આજે રોહિણી અને મૃગશિરા નક્ષત્રનો પણ પ્રભાવ રહેશે. તો ચાલો જાણીએ કેવો રહેશે તમારો આજનો દિવસ, જોઇએ શું કહે છે તમારા નસીબના તારા.
મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લઇને આવ્યો છે. કુટુંમ્બમાં કોઇ મંગળકાર્ય થતાં વાતાવરણ પ્રફૂલ્લિત રહેશે. તમને આજે કોઇ મોંઘી વસ્તું ભેટમાં મળી શકે છે. બધાના સાથ-સહકારથી તમે આગળ વધશો. તમારું રુટિન સાચવજો નહીં તો નાના-મોટા કામો પણ તમને હેરાન કરી શકે છે. બધા સાથે વિનમ્રતાથી વાત કરજો નહીં તો મૂશ્કેલી આવી શકે છે. આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે.
વૃષભ રાશિ : આજનો દિવસ રાજનિતી સાથે જોડાયેલા લોકો માટે સારો રહેશે. તમારી લોકપ્રિયતા વધશે અને કાર્યક્ષેત્રે તમે તમારા સારા વિચારને કારણે કોઇ નવા કામની શરુઆત કરી શકો છો. તમે કોઇ જમીન-મકાનનું કાર્ય હાથ ધરશો. પાર્ટનરશીપમાં કોઇ પણ કામ તમને નફો કરાવશે. પ્રશાસનના કોઇ કામમાં સાવચેતી રાખજો. તમે બધાને સાથે લઇને ચાલશો. કલા-કૌશલ્યને પણ બળ મળશે.
મિથનુ રાશી : આજના દિવસે બજેટ બનાવીને ચાલજો. આવક કરતાં ખર્ચ વધુ થશે. દાન-ધર્મમાં તમારો રસ વધશે. ખર્ચા પર કાબૂ રાખજો. દૂરના કોઇ સગા પાસેથી ફોન દ્વારા શુભ સમાચાર પ્રાપ્ત થશે. વિરોધીઓ તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે. જો તમે કોઇની પાસેથી નાણાં ઉછીના લેવાનું વિચારી રહ્યાં છો તો ના લેતા કારણે કે તે પાછા આપવા મૂશ્કેલ થશે.
કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે મિશ્રરુપે ફળદાયી રહેશે. તમે તમારી ઇચ્છા અને વિચારશક્તીથી આગળ વધશો તો તમારા માટે હિતાવહ રહેશે. પ્રતિસ્પર્ધામાં આગળ જવાનો મોકો મળશે. મહત્વના કામો સમયસર પૂરાં થશે. કાર્યક્ષેત્રે જો તમે તમારી જૂની યોજનાઓ પર કામ શરુ કરશો તો સાંજ સુધી સારો લાભ થઇ શકે છે. નોકરીની શોધ કરનારાઓ માટે હજી થોડો સમય મૂશ્કેલીનો છે.
સિંહ રાશિ : આજનો દિવસ તમારી પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લઇને આવશે. કામમાં સરળતા રહેશે અને તમે તમારી યોજનાઓ ઘડવાના પ્રયાસમાં રહેશો. પરિવારમાં જો કોઇ મહત્વની વાત પર ચર્ચા-વિચારણા થશે તો તમે જરા સમજી-વિચારીને બોલજો. કામમાં કોઇના પર પણ વધુ ભરોસો ના રાખતાં નહીં તો તે તમારો વિશ્વાસઘાત કરી શકે છે. તમને માન-સન્માન મળતા તમારી ખૂશીનો પાર નહીં રહે. સંતાન સાથે કોઇ વાતને લઇને બોલા-ચાલી થઇ શકે છે. નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે.
કન્યા રાશિ : તમારી અંદર આજે પરસ્પર સહકારની ભાવના રહેશે. જો તમે કોઇ પ્રવાસ પર જઇ રહ્યાં છો તો જરુરી દસ્તાવેજ સાચવીને રાખજો. મનોરંજનના કામમાં તમારો રસ વધશે. દૂરસંચારના સાધનોમાં વધારો થશે. તમને કોઇ મોટું રોકાણ કરવાનો મોકો મળશે. પણ સાવધાની રાખજો. આજે ભાગ્યના દૃષ્ટિકોણથી દિવસ સારો રહેશે. તેથી તમે જે કંઇ પણ કામ કરશો તેમાં સફળતા મળશે.
તુલા રાશિ : આજનો દિવસ તમારી પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લઇને આવશે. તમને તમારી નજીકની વ્યક્તિનો સહકાર મળશે. જોકે વાણી અને વર્તનમાં મીઠાશ રાખજો, નહીં તો મૂશ્કેલી આવી શકે છે. ગૃહસ્થજીવન સુખમય રહેશે. તમે તમારી વાતને મનાવવા માટે જીદ ના કરતાં, નહીં તો પરિવારમાં તમારી વાતનું લોકોને ખોટું લાગી શકે છે. તમે આજે ધાર્મિક કાર્યમાં આગળ રહીને ભાગ લેશો. તમારા ધનનો કેટલોક ભાગ દાન-પૂણ્યના કામમાં વાપરશો, જેનાથી તમને માનસીક શાંતી પ્રાપ્ત થશે. આજે તમારે ત્યાં મહેમાનો આવી શકે છે.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારી પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લઇને આવશે. કાર્યક્ષેત્રે તમે આજે તમારા સારા વિચારોનો લાભ ઉઠાવશો. તમે કોઇ મહત્વની ચર્ચામાં ભાગ લેશો. વ્યક્તિગત વાતોમાં રસ વધશે. વેપારીઓએ કાળજી લેવી. નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે. નવા કાર્યોમાં તેજી આવશે. વડિલો સાથે આજે પરિવારના કોઇ સભ્યની કારકીર્દી અંગે ચર્ચા કરશો.
ધનુ રાશિ : આજના દિવસે ઉતાવળે કોઇ પણ કામ ન કરતા. નોકરીયાત વર્ગ માટે આજનો દિવસ સામાન્ય રહેશે. આર્થિક દૃષ્ટિકોણથી આજનો દિવસ લાભદાયક રહેશે. કોઇની પાસેથી ઉધાર લેતા સંભાળજો. કોઇ પણ ડિલ સમજી-વિચારીને કરજો અને પોતાની વાત સ્પષ્ટ રીતે કરજો. નહીં તો તમને કોઇ ફસાવી શકે છે. આવક અને ખર્ચામાં બેલેન્સ બનાવી રાખજો નહીં તો મૂશ્કેલી થઇ શકે છે.
મકર રાશિ : આજનો દિવસ તમારા માટે અત્યંત ખાસ રહેશે. તમને તમારા મિત્રોનો સાથ અને સહકાર મળશે. તમે નવી યોજનાઓ બનાવશો જેને કારણે તમારી ખૂશીનો પાર નહીં રહે. કામની ગતી વધશે. વિદ્યાર્થીવર્ગને પરિક્ષા માટે વધારે મહેનત કરવી પડશે, તો જ તમને સારું પરિણામ મળશે. કાર્યક્ષેત્રે ખોટી ચર્ચામાં ના પડતાં. ઘરની વાતો બહાર ન જાય તેનો ખ્યાલ રાખજો.
કુંભ રાશિ : આજનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધી લઇને આવ્યો છે. જોકે કાર્યક્ષેત્રે કોઇની પણ સાથે કોઇ મહત્વની વાત શેર ના કરતા. ખાનગી વાતોમાં સાવધાની રાખજો. કોઇ પણ કાયદાકીય બાબતે આંખ અને કાન ખૂલ્લા રાખીને કામ કરજો. પૈતૃત સંપત્તિ સંબધિત વાતોમાં થોડી સમસ્યા આવી શકે છે. કોઇની પણ સાથે તર્ક-વિતર્ક અને ચર્ચામાં ના પડતા. નહીં તો તમારા સંબંધોમાં તિરાડ આવી શકે છે. ગૃહસ્થ જીવન જીવતા લોકો વાદ-વિવાદથી સંભાળજો.
મીન રાશિ : આજનો દિવસ વિદ્યાર્થી વર્ગ માટે સારો દિવસ છે. ઉચ્ચ શિક્ષાના માર્ગ ખૂલશે. ભાઇ-બહેનો સાથેના સંબધોમાં મજબૂતી આવશે. તમારા કોઇ કામમાં નજીકના લોકોનો સહકાર મળશે. આત્મવિશ્વાસ મજબૂત હોવાને કારણે સાહસના રસ્તે ચાલશો અને સામાજીક કામમાં ઉત્સાહ વધશે. તમારી ક્રિએટિવીટીને કારણે લોકો હેરાન રહી જશે. સુખ-સમૃદ્ધિ વધતા તમારું મન પ્રસન્ન રહેશે. અભમાન ના કરતા.