Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 26 માર્ચ 2023 : આ ચાર રાશિના જાતકોને મળશે...

આજનું રાશિ ભવિષ્ય 26 માર્ચ 2023 : આ ચાર રાશિના જાતકોને મળશે આજે શુભસમાચાર

આજે રવિવાર 26 માર્ચ 2023, નો દિવસ કેટલીક રાશિઓ માટે સારો તો કેટલીક રાશિ માટે થોડો મૂશ્કેલ રહેશે. આજે ચૈત્ર નવરાત્રિનો પાંચમો દિવસ છે. સાથે જ સ્કંદ ષષ્ઠી વ્રત પણ છે. આજના દિવસે સ્કંદ માતાની પૂજા કરવામાં આવે છે. આજે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પંચમ તિથિ છે. જે આજે રવિવારે બપોરે 03 વાગીને 02 મિનિટ પર પૂર્ણ થશે અને સાથે ષષ્ઠીની શરુઆત થશે.

મેષ રાશિ : આજનો દિવસ ધન-ધાન્યમાં વૃદ્ધિ લઇને આવશે. કૌંટુમ્બિક વાતોને ઘરની બહાર ના જવા દેતા નહીં તો મોટી મૂશ્કેલી ઊભી થઇ શકે છે. ઘરે કોઇ નવા મહેમાનો આવવાથી ખૂશીઓમાં વધારો થશે. મિત્રો સાથે આજે કોઇ મનોરંજનના કાર્યક્રમમાં સહભાગી થશો. કોઇ મોટું રોકાણ કરતા પહેલાં વિચારી લેજો. ભાઇ-બહેનો સાથે વિવાદ ટાળજો. આજે જીવનસાથી કે પ્રેમી સાથે લોંગ ડ્રાઇવ પર જઇ શકો છો.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે મધ્યમ છે. વ્યવસાયમાં રોકાયેલી યોજનાઓ આગળ વધતા તમને એનો આર્થિક લાભ થઇ શકે છે. દૂર રહેતાં કોઇ સગા પાસેથી શુભ સમાચાર સાંભળવા મળશે. તમે આજે ધાર્મિક કાર્ય અને દાન-પૂણ્યની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેશો. જેને કારણે તમારી સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. જોકે તમારે કોઇ નિર્ણય લેતા પહેલાં દસવાર વિચારી લેવું. તામારી વાણીની મિઠાશ આજે તમને માન-સન્માન અપાવશે.

મિથનુ રાશી : આજનો દિવસ તમારા માટે આળસભર્યો રહેશે. કાર્યક્ષેત્રે તમારા નજીકના સાથીદારોનો ભરોસો જીતવામાં તમે સફળ રહેશો. જોકે આજે તમારા ખર્ચામાં વધારો થશે જે તમારા માટે સમસ્યા બની શકે છે. તમારે તમારા ધનનો થોડા ભાગ ભવિશ્ય માટે સાચવીને રાખવો જોઇએ. કાર્યક્ષેત્રે દિવસ સારો રહેશે. વેપારીઓને સારો નફો થશે.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે એક નવી ઉપલબ્ધી લઇને આવશે. તમારી બહુમુખી પ્રતિભા આજે ખીલી ઉઠશે. તમારી અંદર છૂપાયેલી કલા બહાર આવશે. તમારી આંતરિક વાતો કોઇની સાથે શેર ના કરતાં. નવા વિષયોને ગતી મળશે. કોઇ એક વિષય પર ફોકસ રાખીને આગળ વધવું હિતાવહ છે. કેટલાંક કામો અટકશે. તમારે સંતાનની સંગતનું ખાસ ધ્યાન રાખવું પડશે. નહીં તો એ કોઇ ખોટી સંગતનો શિકાર બની શકે છે.

સિંહ રાશિ : આજનો દિવસ તમારી ઉન્નતીનો દિવસ છે. પ્રતિસ્પર્ધામાં તમે આગળ વધશો. તમે પોતાના કરતા બીજાના કામોમાં ધ્યાન આપશો. કેટલાંક કામો તમારી માટે સમસ્યા લઇને આવી શકે છે. સંપત્તી સંબધીત કોઇ પણ વાતમાં તમારે ચૂપ રહેવું પડશે. જોકે તેમાં તમારી જીત થશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થતાં તમે આજે ખૂશ રહેશો. કોઇની સાથે કોઇ કડવી વાત ના કરતાં. તમે ધાર્મિક કામોમાં આગળ વધીને ભાગ લેશો.

કન્યા રાશિ : લેવડ-દેવડની બાબતે આજનો દિવસ ઉત્તમ રહેશે. આધ્યાત્મ પ્રત્યે તામરો રસ વધશે. આવક અને ખર્ચને બેલેન્સ કરવું તમારા માટે હિતાવહ છે. વડિલોનો માન-સન્માન કરશો જેથી તેઓ પણ તમારા પર ખૂશ થશે. યાત્રા પર જતા પહેલાં પિરવારના સભ્યોની પૂછપરછ કરીને જજો. કોઇ મનની ઇચ્છા પૂર્ણ થતાં તમને ખૂબ ખૂશી થશે. આજે કોઇ પણ કામ માટે હા કે ના, ના પાડતાં નહીં તો ભવિશ્યમાં મૂશ્કેલી થઇ શકે છે.

તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે મિશ્ર પણ ફળદાયી છે. તમને કેટલીક મહત્વની ચર્ચાઓમાં ભાગ લેવાનો અવસર મળશે. જોકે આજે કોઇ દૂર રહેતા સગા પાસેથી નિરાશાજનક સમાચાર મળી શકે છે. કોઇ પણ કમા કરતી વખતે તેના નિતી-નિયમોનું ધ્યાન રાખજો નહીં તો મૂશ્કેલી આવી શકે છે. કોઇની પણ સાથે વાત કરતા વાણીમાં મીઠાશ રાખજો. તમારે અતિ ઉત્સાહી બનીને કોઇ કામ ન કરવું. જીવનસાથી પ્રત્યે તમને કોઇ વાતને કારણે નારાજગી રહેશે.

વૃશ્ચિક રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમ રુપે ફળદાયી નિવડશે. તમે આજે તમારી નિર્ણય ક્ષમતાનો પૂર્ણ લાભ લેશો. મિત્રો સાથેનો સંબધ ગાઢ બનશે. તમારે કોઇ જૂની ભૂલથી શીખવું જોઇએ. નેતૃત્વ ક્ષમતાને લઇને તમે ખૂશ રહેશો. સંતાન પાસેથી સારા સમાચાર મળી શકે છે. ઔદ્યોગીક ક્ષેત્રે સક્રીયતા વધશે. આજે તમે કોઇને કરેલો વાયદો પૂરો કરશો.

ધનુ રાશિ : આજનો દિવસ સમજી-વિચારીને આગળ વધવાનો છે. તમારી મહેનત અને લગન જોઇ ઉપરી અધિકારીઓ હેરાન થઇ જશે. આરોગ્યની કાળજી લેજો. જો તમને કોઇ જૂની વ્યાધી હશે તો એ આજે ફરી પલટો મારશે. જેને કારણે સમસ્યા થઇ શકે છે. નોકરીયાત વર્ગ આજે કાર્યક્ષેત્રે સારો દેખાવ કરશે. કોઇ પણ કામ કરતી વખતે તેના નિતી-નિયમોનો ખ્યાલ રાખજો. વેપારી વર્ગ માટે આજનો દિવસ થોડો નબળો રહેશે.

મકર રાશિ : વેપારી વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ છે. કોઇ સગાની સલાહ પર દિર્ઘકાલીન યોજના પર ચાલતા તમને મોટું નુકસાન થઇ શકે છે. તેથી સજાગ રહેજો. આંતરિક વાતો માટે તમારે સાવધાન રહેવું પડશે. મિત્રો સાથે હરવા-ફરવાની યોજના બની શકે છે. આજે કોઇ પણ કામ મહેનત અને લગનથી કરશો જેને કારણે તમારો ઉત્સાહ વધશે. વિદ્યાર્થી વર્ગને પરિક્ષામાં મનવાંચ્છિત પરિણામ મળતા ખૂશીનો પાર નહીં રહે.

કુંભ રાશિ : આજના દિવસે સુખ-સમૃદ્ધિમાં વધારો થતાં મન પ્રસન્ન રહેશે. વેપારમાં વધારો થશે. મિત્રો સાથે કોઇ પણ વાદ-વિવાદથી બચજો નહીં તો મોટી સમસ્યા ઉભી થઇ શકે છે. અવિવાહિત લોકોને કોઇ સારા સમાચાર મળી શકે છે. લોકોનો વિશ્વાસ જાળવી રાખજો. પરિવારના કોઇ સભ્યને નોકરી માટે ઘરથી દૂર જવું પડશે. જો તમારે આજે કોઇની પાસેથી ઉધાર લેવું હશે તો તે સરળતાથી મળી જશે. તમે વધાતા ખર્ચા પર લગામ રાખજો નહીં તો સમસ્યા વધી શકે છે. કોઇ નજીકની વ્યક્તિની વાત સાંભળીને તમે આજે થોડા ચિંતિત રહેશો.

મીન રાશિ : આજનો દિવસ લોહીના સંબધોમાં મજબૂતી લાવશે. તમે આજે નવા લોકો સાથે ઓળખાણ કરી શકો છો. જનકલ્યાણના કાર્યો સાથે જોડાઇને તમે સારું નામ કમાવશો. સામાજીક કાર્યોમાં તમે આગળ રહીને ભાગ લેશો. અદેખાઇમાં વધારે પૈસા ખર્ચ ના કરતા નહીં તો આગળ જતાં મૂશ્કેલી આવી શકે છે. કાર્યક્ષેત્રે બુદ્ધિ અને વિવેકથી કામ લેજો. નોકરી ધંધામાં તમે જવાબદારીથી તમારા કામને પૂર્ણ કરી શકશો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -