Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 24 માર્ચ 2023 : નવરાત્રીનો ત્રીજો દિવસ આ છ...

આજનું રાશિ ભવિષ્ય 24 માર્ચ 2023 : નવરાત્રીનો ત્રીજો દિવસ આ છ રાશિ માટે રહેશે ઉત્તમ

શુક્રવાર 24 માર્ચના દિવસે ચંદ્ર મેષ રાશિમાં આખો દિવસ સંચાર કરશે. આ રાશિમાં આજે ચંદ્રની સાથે રાહુ પણ હશે. આ બંને ગ્રહોનું સાથે હોવું શુભ માનવામાં આવતું નથી. કારણ કે આ બંને ગ્રહોના સંયોગથી ગ્રહણ યોગ પણ બને છે. સાથે સાથે આજે અશ્વિની અને ભરણી નક્ષત્રનો પ્રભાવ પણ રહેશે. ત્યારે આજે નવરાત્રીના ત્રીજા દિવસે માં દુર્ગાના આશિર્વાદથી મેષથી માંડીને મીન રાશિ સુધીના જાતકોનો દિવસ કેવો રહેશે તે જાણીએ.

મેષ રાશિ : મેષ રાશિના જાતકોને આજે ભાગ્યનો સાથ મળશે. ખૂબ જ મહેનત બાદ આજે તમને તમારી ચિંતાઓમાંથી મૂક્તી મળશે. ભાગ્યોદય છે અને વધતી આર્થિક ચિંતામાંથી પણ આજે મૂક્તિ મળશે. જો તમે કોઇ નાનો કે પાર્ટ ટાઇમ બિઝનેસ કરવા માંગો છો તો તે માટે પણ સારી તક છે. આજનો દિવસ મહત્વકાંક્ષાઓને પૂરો કરવાનો દિવસ છે. પ્રયત્ન કરતા રહેશો તો સારો લાભ થશે. વ્યાપાર માટે તમે આજે દૂરનો પ્રવાસ કરી શકો છો. જીવનસાથીના આરોગ્યની કાળજી રાખજો.

વૃષભ રાશિ : વૃષભ રાશિના લોકોનો દિવસ આજે ખૂબ જ વ્યસ્ત રહેશે. પરિવારમાં કોઇ શુભ કાર્યને લઇને વડિલો સાથે ચર્ચા વિચારણ થઇ શકે છે. આજે સાંજે ઘરે મહેમાન આવશે અને એમની આગતા-સ્વાગતામાં તમારો દિવસ વ્યસ્ત રહેશે. તમારા જીવન ધોરણને ઉપર લાવવા માટે આજે તમે ઘરઉપયોગી વસ્તુંઓની ખરીદી કરશો. સંતાનના ભવિષ્યને લઇને તમે થોડા ચિંતિત રહેશો.

મિથનુ રાશી : મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમારા વ્યવસાયમાં તેજી આવશે. જેને કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજના દિવસે બિનજરુરિ કામોથી દૂર રહીને જરુરિ કામો પર ધ્યાન આપજો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં મિત્રોનો સહકાર પ્રાપ્ત થશે.

કર્ક રાશિ : કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. આજે તમે તમારા ભાઇ-બહેનોને લઇને ચિંતિત રહેશો, તેમની કાળજી લેજો. સ્થાન પરિવર્તનનો યોગ છે પરિવારની સંમતિથી તે અંગે નિર્ણય લઇ શકશો. જેને કારણે તમને મન:શાંતિ મળશે. આ કાર્યમાં જીવનસાથીનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. આજે તમે તમારી આર્થિક સ્થિતિને કારણે થોડા ચિંતિત રહેશો. માટે જ તમારા ખર્ચાઓ પર થોડું નિયંત્રણ રાખજો. વિદ્યાર્થી વર્ગ આજે પોતાના મિત્રો સાથે પાર્ટીનું આયોજન કરી શકે છે.

સિંહ રાશિ : સિંહ રાશિના જાતકોએ આજે પોતાની પ્રાથમિકતા નક્કી કરીને કામ કરવું પડશે. આજે તમારે આળસનો ત્યાગ કરવો પડશે તો જ તમે નોકરી કે વ્યવસાયમાં તમારા કામ પૂરા કરી શકશો. તમે આજે તમારા વ્યવસાયને લઇને થોડા ચિંતિત રહેશો. થોડા સમયથી તમને વ્યવસાયમાં ફાયદો નથી થઇ રહ્યો પણ ધિરજ રાખજો કાળજી ના કરતા પરિસ્થિતીમાં સુધારો જરુરથી થશે.

કન્યા રાશિ : કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ દોડ-ધામવાળો રહેશે. પણ તમને મહેનતનું ફળ મળતા ઉત્સાહમાં વધારો થશે. સમય રહેતાં તમારા કાર્યોને પૂરાં કરજો. સંતાનના લગ્ન માટે આજે સારા પ્રસ્તાવ આવશે. સાંજનો સમય તમે તમારા મિત્રો સાથે ધાર્મિક કામમાં વિતાવશો. આજે એકંદરે માનસીક શાંતિ અનુભવશો.

તુલા રાશિ : તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પડકાર ભર્યો રહેશે. આજે સામાજિક અને રાજકિય ક્ષેત્રે તમારો વિરોધ થઇ શકે છે. પણ તમે તમારા સાહસ અને બુદ્ધિમત્તાથી આ લોકોને પરાજીત કરવામાં સફળ રહેશો. તમારે આજે તમારી કમજોરી અને દુર્ગુણોનો ત્યાગ કરવો પડશે. આજે કેટલીક ખોટી ચિંતાઓ તમને હેરાન કરી શકે છે. પરિવારમાં આજે કોઇ શુભ કાર્ય થઇ શકે છે જેમાં આખું કુટુંમ્બ વ્યસ્ત રહેશે.

વૃશ્ચિક રાશિ : વૃશિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. કાર્યક્ષેત્ર અને વ્યાપારની ચિંતાઓને તમારા પર હાવી ના થવા દેતા. નહીં તો તમને મૂશ્કેલીઓનો સામનો કરવો પડશે. બગડેલા વાતાવરણની વચ્ચે આજે નવી યોજના સફળ થશે. આજે તમને કોઇ જૂની સમસ્યાઓમાંથી છૂટકારો મળી જશે. જોકે તમારે નિરાશાવાદી વિચારોથી દૂર રહેવાની જરુર છે. તો જ સમય તમારા માટે અનુકુળ રહેશે. જો તમે રોકાણ કરવા માંગો છો તો આજનો દિવસ ઉત્તમ છે. જેમાં ભાગ્ય તમારો સાથ આપશે. પણ કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને કરજો.

ધનુ રાશિ : ધનુ રાશિના જાતકો ને આજે આર્થિક સ્તરે ખૂબ વિચારણા કરવી પડશે. જો તમારા પૈસા ક્યાંય ફસાંયા છે તો તે પાછા મેળવવા માટે ઘણી મહેનત કરવી પડશે. તમારા દૈનિક કાર્યોને નજર અંદાજ ના કરતા. વેપારી વર્ગની પ્રગતી થતાં આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ઘરનો સામાન ખરીદવામાં આજનો દિવસ વ્યસ્ત જશે જેને કારણે આર્થિક વ્યય પણ થશે. જીવનસાથી સાથે પ્રેમ સંબધ પ્રબળ રહેશે.

મકર રાશિ : મકર રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે. વેપારીઓને સારો નફો થશે. આખો દિવસ શુભ સમાચાર મળતા રહેશે. મિત્રો સાથે મજાક મસ્તીનો દિવસ છે પણ ખોટાં વિવાદોથી સંભાળજો. નહીં તો તેને કારણે તમારો મૂડ બગડી શકે છે. તમે આજે ધાર્મિક સ્થળનો પ્રવાસ કરવાનું વિચારી શકશો. માતાના આરોગ્યની કાળજી લેજો, તેમના ખાવા-પીવાનું ધ્યાન રાખજો.

કુંભ રાશિ : કુંભ રાશિના જાતકોને આજે ભાગ્યનો સાથ મળી રહેશે. આજે તમારો આધ્યાત્મ અને ધર્મ પ્રત્યેનો રસ વધશે. યાત્રા કે કોઇ શુભ કાર્યમાં સામેલ થવાનો મોકો મળશે. સમયના સદઉપયોગને કારણે દિવસ ઉત્તમ રહેશે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારીનો સહકાર મળી રહેશે. કોઇ શુભ અવસર પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે કોઇને નાણાં ઉધાર ના આપતા નહીં તો પાછા મળવાની શક્યતા નહીવત છે. વ્યવસાયને આગળ વધારવા પિતાની સલાહ આવશ્ક બનશે.

મીન રાશિ : મીન રાશિના જાતકોનો આજનો દિવસ સામાન્ય રહેશે. આજે તમને માતા-પિતા અને ગુરુની સેવા કરવાનો મોકો મળશે. પ્રગતીનો માર્ગ ખૂલશે. અભ્યાસ અને આધ્યાત્મ પ્રત્યે રસ વધશે. પણ આજે તમારે શત્રુઓથી સાવધાન રહેવું પડશે. પરિવારમાં કોઇ વિવાદ થઇ શકે છે. પણ વડિલોની સલાહથી તે સાંજ સુધી શાંત થઇ શકે છે. જીવનમાં પ્રગતીનો પંથ દેખાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -