મેષ રાશિ : શત્રુથી છૂટકારો મળશે. બેરોજગાર વ્યક્તિને રોજગાર સંબધિત સારા સમાચાર મળી શકે છે. પારિવારીક તનાવ દૂર થશે. તબિયતની કાળજી લેજો.
વૃષભ રાશિ : અચાનક ધન લાભ થવાથી મન પ્રસન્ન રહેશે. કાર્યક્ષેત્રે સફળતા મળશે. નવો બિઝનેસ શરુ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. પરિવારજનો સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો.
મિથનુ રાશી : ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થશે. માતા-પિતાનો સહકાર મળશે. કોઇ પણ નિર્ણય સમજી-વિચારીને લેજો. ખોટા વિવાદોમાં ફસવાનું ટાળજો. વૈવાહિક જીવન સુખમય રહેશે.
કર્ક રાશિ : પરિવરાના કોઇ સભ્ય પાસેથી શુભ સમાચાર મળતા મન પ્રસન્ન રહેશે. નવો બિઝનેસ શરુ કરવા માટે આજનો દિવસ શુભ છે. લવ લાઇફ ઉત્તમ રહેશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું જોઇએ.
સિંહ રાશિ : આજનો દિવસ મોજ-મસ્તીમાં વિતશે. વ્યાપારી વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ છે. આજે તમે જીવનસાથી સાથે ફરવાનો પ્લાન બનાવી શકશો. ગૂસ્સા પર કાબૂ રાખજો.
કન્યા રાશિ : કાર્યસ્થળે ઉપરી અધિકારીનો સહકાર મળશે. કોર્ટ-કચેરીના કેસમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. રાજનિતી સાથે જોડાયેલા જાતકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. યુવા વર્ગને કારકીર્દી પર ધ્યાન આપવું જોઇએ.
તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે મૂશ્કેલ બની શકે છે. કાર્યક્ષેત્રે સનિયર સાથે વાદ-વિવાદ થઇ શકે છે. કૌંટુમ્બિક ક્લેશને કારણે માનસીક રીતે હેરાન રહેશો. લવ પાર્ટનરનો સહકાર મળી રહેશે.
વૃશ્ચિક રાશિ : આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. બિઝનેસમાં મનગમતો લાભ થશે. આજે તમે લવ પાર્ટનર સાથે ફરવાનો પ્લાન બનાવી શકશો. સામાજીક પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે.
ધનુ રાશિ : અધુરુ કામ પૂરું થશે. મિત્રોનો સાથ મળશે. આજે તમને કોઇ સારી કંપનીમાંથી નોકરીની ઓફર મળશે. બિઝનેસના એક્સપાન્શન માટે આજનો દિવસ ઉત્તમ છે. ભાઇનો સહકાર મળશે.
મકર રાશિ : કૌંટુમ્બિક જીવન સુખમય રહેશે. માતા-પિતાનો સહકાર મળશે. આવકમાં વધારો થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા છે. જીવનસાથીનો સહકાર મળશે. ગૂસ્સા પર કાબૂ રાખજો.
કુંભ રાશિ : સામાજીક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. મન પ્રસન્ન રહેશે. આજે તમે જીવનસાથી સાથે કોઇ રમણીય જગ્યાએ ફરવા જવાનો પ્લાન કરશો. વ્યવસાયમાં લાભ થશે.
મીન રાશિ : નવું કામ શરુ કરવા માટે આજનો દિવસ શુભ છે. ભવિષ્ય માટે બનાવેલી યોજના સાર્થક થશે. રોજગારીની નવી તકો મળશે. આજે તમને સાસરી પક્ષથી કોઇ ભેટ મળી શકે છે.
આજનું રાશિ ભવિષ્ય 10 માર્ચ 2023 : આજે આ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર
RELATED ARTICLES