Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 05 માર્ચ 2023 : આ પાંચ રાશીના જાતકો પર...

આજનું રાશિ ભવિષ્ય 05 માર્ચ 2023 : આ પાંચ રાશીના જાતકો પર આજે રહેશે સૂર્યદેવની કૃપા.

મેષ રાશિ : કોઇ જૂની પ્રોપર્ટીને કારણે ધનલાભ થશે. કાર્યક્ષેત્રે કામનું ભારણ વધશે. તમારી સમજદારી સંબંધોમાં મીઠાશ લાવશે. માથાનો દુ:ખાવો તમને આજે હેરાન કરી શકે છે. વાહન ચલાવતી વખતે સતર્કતા રાખજો. ગણેશજીને પીળું ફૂલ અર્પણ કરજો.
વૃષભ રાશિ : કોઇ ધાર્મિક કાર્યમાં પૈસા ખર્ચ થશે. નોકરીમાં પ્રમોશનના યોગ છે. જીવનસાથી સાથેના સંબંધો વધુ સારા બનશે. વધારે પડતી દોડ-ભાગની આરોગ્ય પર અસર થઇ શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવચેતી રાખજો. આજે જરુરિયાતમંદોને ભોજન કરાવજો.
મિથનુ રાશી : કોઇ મોટી ડિલ પાર પડતા ધનલાભ થશે. કાર્યક્ષેત્રે સહકર્મીઓનો સહકાર મળશે. કૌંટુમ્બિક વિવાદો પાર પડશે. શુગરના દર્દીએ પોતાની ખાસ કાળજી રાખવી. ઉતાવળે નિર્ણય લેવાનું ટાળજો. માં લક્ષીજીને કમળનું ફૂલ અર્પણ કરજો.
કર્ક રાશિ : નવું રોકાણ મોટું નૂકસાન કરી શકે છે. કામ માટે પ્રવાસનો યોગ છે. બાળકો પાસેથી સારા સમાચાર મળશે. પાચનને લગતી તકલીફ થઇ શકે છે. કોઇ પણ કાગળ પર ઉતાવળે સહી ના કરતા. વહેતા પાણીમાં કાળા તલ પધરાવજો.
સિંહ રાશિ : આવક સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રે વાદ-વિવાદથી બચવું. તમારી ધીરજને કારણે બગડતા સંબંધો સુધારશે. તમને આજે ઘૂંટણનો દુ:ખાવો થઇ શકે છે. કોઇની પણ સાથે તમારી ગુપ્ત વાતો શેર ના કરતા. ઘરમાંથી નિકળતા પહેલા માતા-પિતાનો આશિર્વાદ લઇને નિકળજો.
કન્યા રાશિ : બિમારીને કારણે ખર્ચ વધશે અને બચત ઘટશે. આજે તમે નવી નોકરી માટે અરજી કરી શકશો. પિતા સાથે ઝગડો થઇ શકે છે. માનસીક આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું. આજે કોઇ પણ નવી યોજનામાં રોકાણ ના કરતા. પીપળાના ઝાડ નીચે રાઇના તેલનો દિવો કરજો.
તુલા રાશિ : પાર્ટનરશીપમાં થયેલ ડીલને કારણે આજે તમને લાભ થશે. તમારી ક્રિએટિવીટીના વખાણ થશે. કુટુંમ્બમાં માન-સન્માન વધશે. આરોગ્ય સારું રહેશે. યોગ અને પ્રાણાયામ કરો. કોઇના પર પણ કારણવગર ગુસ્સો ના કરતા. ગાયને રોટલી ખવડાવજો.
વૃશ્ચિક રાશિ : જૂની પ્રોપર્ટી સારી કિંમતે વેચાશે. તમારું કામ બીજા પર ના ઢોળતા. વધુ પડતો ગુસ્સો સંબંધો બગાડી શકે છે. ચામડી સંબંધિત રોગ થવાની શક્યતા છે. ખોટા વાદ-વિવાદોથી સંભાળજો. પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરજો.
ધનુ રાશિ : ખોટો ખર્ચ તમને મૂશ્કેલીમાં મૂકી શકે છે. અધિકારીઓ સાથે વાદ-વિવાદ થઇ શકે છે. નવા સંબંધો બનશે. લગ્નના યોગ છે. બ્લડ પ્રેશરના દર્દીએ પોતાનું ખાસ ધ્યાન રાખવું. આજે કોઇ ડિલ ના કરતા. કિડીઓને લોટ નાંખજો.
મકર રાશિ : કોઇ પ્રવાસ દરમિયાન ધનહાનિ થઇ શકે છે. ઓફિસમાં દિવસ સારો પસાર થશે. સંતાનો પાસેથી સારા સમાચાર મળશે. આંખોને લગતી કોઇ તકલીફ થઇ શકે છે. નવી પ્રોર્ટીના પેપર સારી રીતે ચેક કરી લેજો. પાણીમાં ગંગાજળ નાંખીને સ્નાન કરજો.
કુંભ રાશિ : તમારો આત્મ વિશ્વાસ તમને ધન લાભ કરાવશે. નવી નોકરીની અરજી માટે આજનો દિવસ ઉત્તમ છે. સાસરીપક્ષથી સારા સમાચાર મળશે. ઇજા થવાની શક્યતા છે. સતર્ક રહેજો.વધારે ઉંચા સ્થળે જવાનું ટાળજો. વિદ્યાર્થીઓને શિક્ષણ માટેની સામગ્રી વહેંચજો.
મીન રાશિ : પૈતૃક સંપત્તિ મળવાના યોગ છે. ઓફિસમાં રોકાયેલા કામો પૂરા કરવા પડશે. કૌંટુમ્બીક વાતાવરણ હળવું અને ખૂશીઓથી ભરપૂર રહેશે. છાતીમાં દુ:ખાવો થઇ શકે છે. કોઇની સાથે દગો ના કરતા. જરુરિયાતમંદોને ફળોનું દાન કરજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular