મેષ રાશિ : આજે માનસીક રીતે ચિંતિત રહેશો. આર્થિક તંગીનો સામનો કરવો પડશે. આફિસમાં અધિકારીઓ સાથે બોલાચાલી થઇ શકે છે. ગૂસ્સાને કાબૂમાં રાખજો. ઘનહાનિ થઇ શકે છે.
વૃષભ રાશિ : લાંબા સમયથી અટકેલુ કાર્ય આજે પૂરુ થશે. ઓફિસમાં ઉપરી અધિકારીઓનો સહકાર મળશે. મહિલા મિત્ર સાથે પ્રવાસની યોજાના બનાવી શકશો.
મિથનુ રાશી : આર્થિક સ્થિતિ પર અસર થશે. યાત્રાના યોગ છે. વધારે પડતા કાર્યભારને કારણે થાક લાગશે. મિત્રોની મદદથી વ્યવસાયમાં લાભ થશે. નશાના સેવનથી દૂર રહેજો.
કર્ક રાશિ : અનાવશ્યક ખર્ચા વધતા બજેટ બગડી શકે છે. પરિવારના વયસ્કોના આશિર્વાદ લઇને ઘરની બહાર નીકળજો. ઓફિસમાં ટાર્ગેટને લઇને પ્રેશર વધી શકે છે.
સિંહ રાશિ : ખોટા ખર્ચાને કારણે ચિંતિત રહેશો. કોર્ટ-કચેરીના કેસમાં નિરાશા મળશે. ખાવા-પીવામાં બેજવાબદારીને કારણે તબિયત બગડી શકે છે. યુવાવર્ગ કારકીર્દી પર ફોકસ કરે.
કન્યા રાશિ : કોઇ પણ નિર્ણય સમઝી- વિચારીને લેજો. વિરોધિઓથી સાવધાન તમારી સાથે ઘાત થઇ શકે છે. પૈસાની ઉણપને કારણે આર્થિક સ્થિતિ પ્રભાવિત થશે. તમારા કામો જવાબદારી પૂર્વ પૂર્ણ કરજો. નશાના સેવનથી દૂર રહેજો.
તુલા રાશિ : વૈવાહિક જીવન સુખમય રહેશે. માતા-પિતા તરફથી સહકાર મળશે. વ્યાપારી વર્ગ નવા રોકાણોથી બચે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન આપવું જોઇએ. જીવનસાથી સાથે ફરવાનો પ્લાન બની શકે છે.
વૃશ્ચિક રાશિ : દિવસની શરુઆત કોઇ શુભ સમાચાર સાથે થશે. ઘાર્મિક કાર્યોમાં રસ વધશે. ખાવા-પીવમાં ધ્યાન આપજો. પેટની સમસ્યાઓને લઇને હેરાન થશો. કારકીર્દીમાં સફળતાના યોગ છે.
ધનુ રાશિ : સામાજીક માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કોઇની સાથે સિક્રેટ શેર ના કરતા. આ રાશીના સિંગલ લોકો માટે પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે. કોઇની સાથે ખરાબ વ્યવહારથી સાચવજો.
મકર રાશિ : આજે તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરુર છે. ધનહાની થઇ શકે છે. કાર્યક્ષેત્રે વિવાદની પરિસ્થિતિ ઉદભવી શકે છે. વ્યવસાયમાં નૂકસાનની શક્યતાઓ છે.
કુંભ રાશિ : ખર્ચામાં વૃદ્ધિ થતાં તમારા બજેટ પર અસર થઇ શકે છે. સંતાનની કારકીર્દીને લઇને ચિંતિત રહેશો. ગૂસ્સા પર કાબૂ રાખજો. ધનહાની થઇ શકે છે. જીવનસાથીનો સહકાર મળશે.
મીન રાશિ : પારિવારિક ક્લેષને કારણે ચિંતિત રહેશો. શત્રુ તમારી પ્રતિષ્ઠાને બગાડવાનો પ્રયાસ કરી શકશે. કોર્ટ-કચેરીના કામમાં અવરોધો આવી શકે છે. લાંબી યાત્રાના યોગ છે.