Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 4 માર્ચ 2023 : શનિવારનો દિવસ આ રાશિના જાતકો...

આજનું રાશિ ભવિષ્ય 4 માર્ચ 2023 : શનિવારનો દિવસ આ રાશિના જાતકો પર પડશે ભારી

મેષ રાશિ : નજીકની વ્યક્તિને કાણે ધનલાભ થશે. તમારા કામમાં કંઇક નવું જરુરથી કરજો. જીવનસાથી સાથે સારો સમય વિતાવવા મળશે. મનમાં કોઇ વાતનું પ્રેશર રહેશે, મન શાંત રાખજો. ઉતાવળમાં કોઇ નિર્ણય ના લેતા. તુલસી માતાને જલ અર્પણ કરજો.
વૃષભ રાશિ : આજના દિવસે કરેલુ રોકાણ તમને ફાયદો કરાવી શકે છે. કોઇ કામને લઇને નવી યોજના બનાવી શકો છો. નજીકના લોકો સાથે સારો સમય પસાર કરી શકશો. આજે આરોગ્ય સારું રહેશે. કોઇ પણ કામમાં બેદરકાર રહેશો તો તમારું જ નુકસાન થશે. માછલીને લોટ ખવડાવજો.
મિથનુ રાશી : આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થઇ શકશે. કામ માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. મિત્રો અને કુંટુમ્બિજનો સાથે સારો સમય પસાર થશે. થાક અને ચિંતા સતાવશે. બીજાની મદદ સમઝી-વિચારીને જ કરજો. શિવલિંગ પર દૂધ અને પાણી ચઢાવજો.
કર્ક રાશિ : ઘરના વરિષ્ઠો પાસેથી પૈસા મળી શકે છે. તમારા કામનું ક્રેડિટ કોઇ બીજું જ લઇ જશે. જીવનસાથીને સમય આપજો. સ્વસ્થ રહેવા માટે રોજ એક્સરસાઇઝ કરો. આજે સમઝી-વિચારીને વાત કરજો. ધાર્મિક પુસ્તકો વાંચજો.
સિંહ રાશિ : આજે તમે બચત કરી શકશો. રોજીંદા કર્યોમાં જ દિવસ પસાર થઇ જશે. તમારી આસ-પાસના લોકો સાથે મેળ રાખજો. આરોગ્ય સારું રહેશે. મહેનત કરવામાં પીછે હઠ ના કરતા. જરુરિયાતમંદને ચોખા અને દૂધનું દાન કરજો.
કન્યા રાશિ : સમઝી-વિચારીને ખર્ચ કરજો. નોકરી-ધંધામાં લોકો હેરાન કરશે. જીવનસાથીને ખૂશ રાખવાના પ્રયત્નો કરજો. કિંમતી સામાના ચોરી થવાને કારણે મન ઉદાસ રહેશે. વધારે લોભ ના કરતા. ભગવાન રામની પૂજા કરો.
તુલા રાશિ : આજે પૈસાની લેવડ-દેવડ થઇ શકે છે. અનુભવિ લોકો તમારા કામને સફળ બનાવશે. નજીકની વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. માતાની તબિયતનો ખ્યાલ રાખજો. લેવડ-દેવડમાં સાવધાની રાખજો. કન્યાઓને લાલ વસ્ત્ર અને બંગડી દાન કરજો.
વૃશ્ચિક રાશિ : બાળકોના અભ્યાસમાં પૈસા ખર્ચ થઇ શકે છે. ભાગીદારો સાથે સંભાળી રહેજો. મિત્રો સાથે સંબંધો બગડી શકે છે. જવીનસાથીનું આરોગ્ય બગડી શકે છે. કોઇ અજાણી મહિલાથી દૂર રહેજો. દૂધ નહીં તો દહીનું દાન કરજો.
ધનુ રાશિ : આજે આર્થિક ફાયદો થઇ શકે છે. વ્યાપારનો વિસ્તાર થશે. આજે બાળકો સાથે સમય પસાર કરશો. પ્રદૂષણને કારણે તબિયત ખરાબ થઇ શકે છે. દ્વિધામાં કોઇ પણ નિર્ણય લેવાનું ટાળજો. ધાર્મિક સ્થળે ઝંડાનું દાન કરજો.
મકર રાશિ : નવી ભાગીદારીને કારણે મોટો ફાયદો થશે. આજે સહકારીનો સંપૂર્ણ સાથ મળશે. પિતા સાથે સંબંધ બગડી શકે છે. તમારી ખાણી-પીણીનું ધ્યાન રાખજો. આજે કોઇની સાથે વાદ-વિવાદ ના કરતા.
કુંભ રાશિ : આજે અચાનક ધનલાભ થશે. સાચા નિર્ણયો તમને કામમાં ફાયદો કરાવશે. પરિવારમાં કોઇ મોટી વ્યક્તિ સાથે ક્લેશ થઇ શકે છે. ઇજા થવાની સંભાવના છે. ગાડી સંભાળીને ચલાવજો. ગૂસ્સા પર કાબૂ રાખજો. ભગવાન વિષ્ણુને પીળુ ફૂલ ચઢાવજો.
મીન રાશિ : પૈસા તો કમાવી લેશો પણ સાથે સાથે ખર્ચા પણ વધી જશે. આજે કોઇ મોટી ડિલ હાથમાંથી નિકળી જશે. પરિવારમાં અણબનાવ થશે. વધારે વિચારવાથી માથામાં દુ:ખાવો થશે. કોઇ પણ મહિલા સાથે જીભા-જોડી ના કરતા. તમારી પાસે ચાંદીની કોઇ નાનકડી વસ્તું રાખજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular