Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 14 માર્ચ 2023 : આજે આ ત્રણ રાશિના જાતકોએ...

આજનું રાશિ ભવિષ્ય 14 માર્ચ 2023 : આજે આ ત્રણ રાશિના જાતકોએ સંભાળીને રહેવું… આ રાશિને થશે ફાયદો.

મેષ રાશિ : આજના દિવસે જરા સતર્ક રહેજો. કોઇ પણ કામમાં બેજવાબદારી ભર્યું વર્તન ના કરતા. સંતાનોની મિત્ર વતૃળ તરફ ખાસ ધ્યાન આપજો. નહીં તો તેઓ કોઇ ખોટી સંગતમાં પડશે. પરિવારના વરિષ્ઠો જો તમને કોઇ સલાહ આપે, તો તમે એને ધ્યાનથી સાંભળજો. વિપરિત પરિસ્થિતીમાં પણ ધીરજ જાળવી રાખજો એજ તમારા માટે યોગ્ય રહેશે. ભાવુક થઇને નિર્ણય લેવાનું ટાળજો. નહીં તો તમને પાછળથી તેનો પસ્તાવો થશે.
વૃષભ રાશિ : આજનો દિવસે તમને કોઇ નવી સંપત્તિ પ્રાપ્ત થશે. આજે મનમાં સ્થાયી ભાવ રહેશે. કાર્યક્ષેત્રે તમે અઘરામાં અઘરું કામ સમય રહેતા પૂરુ કરી શકશો. દાંપત્ય જીવન સુખમય રહેશે. જો તમારા જીવનસાથી સાથે કોઇ બોલાચાલી થઇ હોય તો એ પણ આજે સમાપ્ત થશે. સંતાનને જો તમે કોઇ અભ્યાસક્રમમાં દાખલ કરવા માગતા હશો તો આજે તમારી એ ઇચ્છા પણ પૂરી થશે.
મિથનુ રાશી : આજનો દિવસ નોકરીયાત વર્ગ માટે ઉત્તમ રહેશે. તમે તમારા ઉચ્ચ વિચારોનો સારો લાભ ઉઠાવશો. લેવડ-દેવડમાં કોઇની પર વધુ વિશ્વાસ ના કરતા. કોઇ પણ કામ શરુ કરતાં પહેલા માતા-પિતા સાથે વાત કરી તેમની સલાહ લેવી જોઇએ. જો તમે કોઇની પાસેથી ઉછીના નાણાં લેવા માગતા હશો તો આજે તે પણ મળી જશે. સામાજીક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો આજે સારા કામ કરી નામ કમાવશે. પરિવારના કોઇ સભ્યની કારકીર્દીને લગતા નિર્ણયો સમઝી-વિચારીને લેજો.
કર્ક રાશિ : આજનો દિવસ તમને જોઇએ એટલો લાભ અપાવશે. વિદ્યર્થી વર્ગને માનસીક અને બૌદ્ધિક તાણથી મૂક્તી મળશે. સંતાનની પ્રગતી જોઇ તમને આનંદ થશે. કાર્યક્ષેત્રે જો કોઇ ફેરફાર વિચારતા હશો તો થોડો સમય રોકાઇ જાઓ, તો સારું છે. કાર્ય કૌશલ્યમાં વધારો થશે. જીવનસાથી સાથે કોઇ વાતને કારણે બોલા-ચાલી થઇ શકે છે. અહીં તમારે એમની વાત સાંભળવી પડશે. તમે તમારા કાર્યોમાં સમઝી-વિચારીને આગળ વધશો તો તમને સફળતા અવશ્ય મળશે.
સિંહ રાશિ : આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેશે. તમારે આજે કેટલીક વાતોને ગુપ્ત રાખવી પડશે, નાના બાળકો તમારી પાસે કોઇ વસ્તુંની માંગણી કરી શકે છે. કાયદાકીય બાબતમાં મૂશ્કેલી થઇ શકે છે. છતાં તમારે વિપરિત પરિસ્થિતીમાં પણ ધીરજ બનાવી રાખવું પડશે. સાસરી પક્ષથી તમને ધનલાભ થશે. જો તમે કોઇ યાત્રા પર જવાનું વિચારતા હશો તો એ આજે સફળ થશે. પણ યાત્રાએ જતા તમારા જરુરી દસ્તાવેજ સંભાળીને રાખજો.
કન્યા રાશિ : આજનો દિવસ તમારા સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. પારિવારીક સંબધોમાં મજબૂતી આવશે. વ્યાપારીઓએ આજે મોટું જોખમ ઉઠાવતા બચવું. તમે સામાજીક કાર્યોમાં આગળ પડતાં રહી ભાગ લેશો. આજે તમે તમારી આવકનો કેટલોક ભાગ ગરિબોમાં વહેંચશો. આજે નજીકનો પ્રવાસ થશે. પ્રેમીઓમાં કોઇ ત્રીજી વ્યક્તિને કારણે પ્રશ્નો ઉદભવશે. જો તમને કોઇ શારિરિક તકલીફ છે તો તેને નજર અંદાજ ના કરતા.
તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે ભૌતિક સુખ-સંપત્તિ લઇને આવશે. ગૃહસ્થ જીવન આનંદદાયી રહેશે અને પરિવારમાં સંબધીઓની અવર-જવર રહેશે. પરિવારના કોઇ સભ્યને નોકરી મળતા નાનકડી પાર્ટીનું આયોજન થશે. આજે નવું વાહન, મકાન અથવા દુકાન ખરીદવાની તમારી ઇચ્છા પૂર્ણ થશે. તમારો કોઇ મિત્ર આજે તમારી પાસે રોકાણની સ્કીમ લઇને આવશે. તમે સંતાનને આજે સંસ્કાર અને પરંપરાના પાઠ ભણાવશો. પણ કાર્યક્ષેત્રે સાવધાની રાખજો.
વૃશ્ચિક રાશિ : આજનો દિવસ રચનાત્મક કાર્યો માટે સફળ રહેશે. તમારો કોઇ અનોખો પ્રયત્ન રંમગ લાવશે. તમે બધાને સાથે લઇને ચાલવાના પ્રયત્નમાં રહેશો. ભાગીદારીમાં કોઇ પણ કામ તમારા માટે નૂકસાનદાયક રહેશે. પરિવારના કોઇ સભ્યને કરેલ વાયદો આજે તમે પૂરો કરી શકશો. પણ તમે તમારી વાણી અને વ્યવહારમાં મીઠાશ રાખજો. નહીં તો મોટો પ્રોબ્લેમ થઇ શકે છે. તમારી કોઇ યોજનાને ગતી મળતા તમને મોટો લાભ થઇ શકે છે. રોજગારીની શોધ કરનારને આજે નોકરી મળશે.
ધનુ રાશિ : આજે તમે તમારી આવક અને ખર્ચા પર કાબૂ મેળવશો તો તામરા માટે હિતાવહ રહેશે. પણ તમારા કેટલાંક વધતા ખર્ચા તમારા માથાનો દુ:ખાવો બનશે. કોઇની પણ સાથે તમારા મનની વાત કરવાનું ટાળજો. કાર્યક્ષેત્રે તમે તમારી મહેનત પર ભરોસો રાખજો. તમને સફળતા જરુરથી મળશે. સંતાન આજે કોઇ વસ્તુ માટે જીદ કરશે. જેને તમે પૂર્ણ કરશો. પરિવારમાં તમને લોકોનો પ્રેમ અને સહકાર મળી રહેશે. કાયદાકીય બાબતોમાં સાવધાની રાખજો.
મકર રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. વ્યાપરને લગતા કોઇ પણ નિર્ણયને ઉતાવળે ના લેતા. નહીં તો એનાથી તમને મૂશ્કેલી થઇ શકે છે. મામા પક્ષથી તમને ધનલાભ થશે. કાર્યક્ષેત્રે તમે લોકોનો વિશ્વાસ જીતી શકશો. તમે કોઇ મહત્વના કાર્યોની યાદી બનાવી આગળ વધશો તો તમારા માટે હિતાવહ રહેશે. અને ત્યારે જ એ પૂર્ણ થઇ શકશે. પ્રતિસ્પર્ધામાં તમે આગળ પડકા રહેશો. આર્થિક રીતે દિવસ ઉત્તમ રહેશે. આજ નો દિવસ કોઇ નવા કામની શરુઆત માટે ઉત્તમ રહેશે.
કુંભ રાશિ : આજનો દિવસ તમારા માટે ખાસ રહેશે. પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. કામને લઇને નવા લોકોને મળવાનું થશે. પરિવારના વરિષ્ઠો માટે માન-સન્માન જાળવી રાખજો. વ્યાપરને લઇને જો તમે છેલ્લાં કેટલાય સમયથી ચિંતિત હશો તો એ પણ આજે મહદઅંશે દૂર થશે. કોઇ પૈતૃક સંપત્તિ સંબધીત વિવાદમાં આજે તમને વિજય મળશે. તમારા કોઇ જૂના પરિવારજનો આજે તમારે ત્યાં દાવત પર આવશે.
મીન રાશિ : આજનો દિવસ તમારા માટે ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યો સાથે જોડાઇને સારું નામ કમાવવા માટેનો છે. કેટલાંક નવા ક્ષેત્રોમાં તમે સફળતા મેળવી શકશો. વ્યાપારી વર્ગને સારો લાભ થતાં તમે તમારું જૂનુ દેવું ચૂકતે કરી શકશો. જો તમને કોઇ શારિરિક પીડા હશે તો તેને નજરઅંદાજ ના કરતા. જન કલ્યાણના કાર્યો સાથે જોડાવવાને કારણે તમને સારું નામ કમાવવાનો મોકો મળશે. દિવસની શરુઆત સામાન્ય રહેશે પણ પછીથી તમને સારો લાભ થવાની શક્યતા છે. તમને આજે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular