મેષ રાશિ : ધનમાં વૃદ્ધિ થશે, બચત પણ કરી શકશો. કામ માટે યાત્રાનો યોગ છે. ઘરે મહેમાન આવી શકે છે. ખાવા-પીવમાં સંભાળજો. સ્વાસ્થ્ય સારું રહેશે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખજો. કન્યાઓને કપડાં દાન કરજો.
વૃષભ રાશિ : નાવા વ્યવસાયમાં સફળતા મળશે. ઓફિસમાં વાદ-વિવાદ થઇ શકે છે. તમારા વ્યવહારને કારણે સંબધોમાં મિઠાશ વધશે. પીઠમાં દુ:ખાવાને કારણે હેરાન થશો. જૂની ગાડી ખરીદવામાં ઉતાવળ ના કરતાં. સફેદ શંખની પૂજા કરવી.
મિથનુ રાશી : બેદરકારીને કારણે આર્થિક નૂકસાન થઇ શકે છે. ઓફિસના કામ બીજા પર ના ઢોળતા. કૌંટુમ્બીક સમસ્યા વધી શકે છે. ખાવા-પીવામાં બેદરકારી તમારા સ્વાસ્થ્યને હાની પહોંચાડી શકે છે. ગાડી ચલાવતા સતર્કતા રાખજો. ભગવાન ગણેશ પર સફેદ ફૂલ ચઢાવવું.
કર્ક રાશિ : વ્યવસાયમાં મોટું રોકાણ ધન લાભ કરાવશે. ઓફિસના અધુરા કામો પૂરા કરવા પડશે. દાંપત્ય જીવન આનંદમય બનશે. ખોટાં વાદ-વિવાદથી સતર્ક રહેજો. ચાંદીનો સિક્કો ખિસ્સામાં રાખજો.
સિંહ રાશિ : પ્રોપર્ટીને કારણે લાભ થશે. નોકરીયાત વર્ગની ટ્રાન્સફર થઇ શકે છે. સંતાનો પાસેથી શુભ સમાચાર મળી શકે છે. વધારે ફરવાથી આરોગ્ય પર અસર થઇ શકે છે. કોઇ પોતાની જ વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે. આજે જરા સતર્ક રહેજો.
કન્યા રાશિ : માલ-મિલકત સંબધિત કોર્ટ કેસમાં સફળતા મળશે. કાર્યસ્થળે સહકારીઓનો સહકાર મળશે. પરિવારમાં માન-સન્માન વધશે. કોઇ જૂની બિમારીથી છૂટકારો મળશે. ઉધારની લેવડ-દેવડથી સંભાળજો. ગણેશજીને મગના લાડુ ચઢાવવા.
તુલા રાશિ : જૂના રોકાણોને કારણે ધનલાભ થઇ શકે છે. તમારી ક્રિએટિવિટીની પ્રશંસા થશે. વૈવાહિક જીવનમાં આનંદમય બનશે. અપચાની તકલીફ થઇ શકે છે. કોઇની પણ સાથે તમારી અંગત વાતો શેર ના કરતા. જરુરિયાતમંદોને અન્નદાન કરજો.
વૃશ્ચિક રાશિ : આર્થિક લાભ થવાની શક્યતા છે. ઓફિસના કામોમાં આળસ ના કરતા. સાસરી પક્ષથી સારા સમાચાર મળશે. નકારાત્મક વિચારોની આરોગ્ય પર માઠી અસર પડશે. વડિલોનો અપમાન ના કરતા. ધાર્મિક કાર્યોમાં યોગદાન આપજો.
ધનુ રાશિ : અટકેલા નાણાં પાછા મળી શકે છે. ઓફિસમાં દિવસ સારો રહેશે. વૈવાહિક જીવનમાં વિવાદ થઇ શકે છે. બહારનું ખાણી-પીણી તમને બિમાર કરી શકે છે. કોઇ નવી યોજનામાં રોકાણ ના કરતા. ઘરેથી નિકળતી વખતે માતા-પિતાનો આશિર્વાદ લઇને નીકળજો.
મકર રાશિ : ખોટાં ખર્ચા તમને મૂશ્કેલીમાં મૂકી શકે છે. નવી નોકરીના યોગ છે. પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. ત્વાચાને લગતા રોગ થવાની શક્યતા છે. અનુભવી લોકો સાથે વિવાદ ટાળજો. શિવલિંગ પર કાચુ દૂધ ચઢાવજો.
કુંભ રાશિ : કોઇ યાત્રા પાછળ ધન હાની થઇ શકે છે. કાર્યસ્થળે વાદ-વિવાદ થઇ શકે છે. ઘરે મહેમાન આવશે. માનસીક ચિંતા આરોગ્ય બગાડી શકે છે. પૈસાની લેવડ-દેવડમા વધારે સતર્કતા રાખજો. ઘઉંનું દાન કરવું.
મીન રાશિ : આજે ધન લાભ થઇ શકે છે. નોકરીમાં ટ્રાન્સફરના યોગ છે. જીવનસાથીનો સહકાર તમને મજબૂત બનાવશે. આરોગ્ય સારું રહેશે. યોગ-પ્રાણાયમ કરવું. કોઇની સલાહ વગર મોટા નિર્ણય ન લેવા. ગાયને રોટલી ખવડાવજો.