મેષ રાશિ : આજે શત્રુ પર વિજયનો યોગ છે. તમારો પ્રભાવ રહેશે. થોડી તકલીફ રહેશે છતાં તમે રોગ, રુઋ અને શત્રુ પર કાબૂ મેળવી શકશો. પ્રેમ અને સંતાનની સ્થિતિ ઉત્તમ છે. વ્યાપરમાં પ્રગતી થશે. લીલી વસ્તુનું દાન કરજો.
વૃષભ રાશિ : ભાવનાઓમાં વહીને કોઇ નિર્ણય ના લેતા. મન ભાવુક રહેશે. આરોગ્યની કાળજી લેજો. પ્રેમ અને સંતાનની સ્થિતિ મધ્યમ છે. વ્યાપાર સારો રહેશે. આજના દિવસે તમારી પાસે લીલા રંગની વસ્તુ રાખજો.
મિથનુ રાશી : કંકાસથી સાવધાન. આજે કૌંટુમ્બિક સુખથી વંચિત રહેશો. જો કે આજે તમે જમીન-મકાન અથવા વાહનની ખરીદી કરી શકશો. પ્રેમ – સંતાન સુખી સારું છે. વ્યાપારી વર્ગ માટે આજનો દિવસ સારો છે. ભગવાન ગણેશજીનું સ્મરણ કરતા રહો.
કર્ક રાશિ : તામરું સાહસ રંગ લાવશે. રોજકારીની સારી તક મળશે અને નોકરી-ધંધામાં પ્રગતી થશે. પ્રેમ અને સંતાન સુખ સારુ છે. ભગવાન ગણેશજીની આરાધના કરજો.
સિંહ રાશિ : આવકમાં વૃદ્ધી થશે. રોકાણ સંભાળીને કરજો. આરોગ્ય ઉત્તમ રહેશે. પ્રેમ અને સંતાન માટે સારો યોગ છે. વ્યાપારમાં સફળતા મળશે. પ્રાણી ચારો ખવડાવજો અથવા લીલી વસ્તુનું દાન કરજો.
કન્યા રાશિ : આજે તારાની જેમ ચમકશો. મન પ્રસન્ન રહેશે. સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. જરુરિયાત સંતોષાશે. આરોગ્ય, પ્રેમ અને વ્યાપાર તમામ સારુ રહેશે. લીલા રંગની વસ્તુ સાથે રાખજો.
તુલા રાશિ : આજે મન ચિંતિત રહેશે. માથામાં દુ:ખાવો, આંખની પીડા અને દેવાની પરિસ્થિતિ સર્જાશે. માનસીક વિકાર સંભવ છે. પ્રેમ – સંતાન- વ્યાપાર માટે પરિસ્થિતિ અનુકુળ. ભગવાન ગણેશજીની આરાધના કરજો.
વૃશ્ચિક રાશિ : આર્થિક સ્થિતિ મજબૂત થશે. શુભ સમાચાર મળશે. અટકેલા નાણા પાછા મળશે. આરોગ્ય સારું રહેશે. પ્રેમ અને સંતાન સુખ મળશે. લીલી વસ્તુનું દાન કરજો.
ધનુ રાશિ : સરકારી કામોમાં લાભ થશે. વ્યવસાયમાં સફળતા મળશે. કોર્ટ-કચેરીના કામોમાં વિજય થશે. આરોગ્ય-પ્રેમ-સંતાન બધુ જ સારુ રહેશે. લીલી વસ્તુનું દાન કરજો.
મકર રાશિ : પરિસ્થિતિ અનુકુળ થઇ ગઇ છે. પ્રવાસમાં લાભ થશે. ધાર્મિક અનુષ્ઠાનમાં ભાગ લેશો. આરોગ્ય સારું રહેશે. પ્રેમ અને સંતાન સુખ સારું છે. વ્યાપારમાં પ્રગતી તશે. માં કાલીની આરાધના કરજો.
કુંભ રાશિ : પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે. સંભાળજો. પડવા-વાગવાથી સંભાળવું. કોઇ મૂશ્કેલીમાં ફંસાઇ શકો છો. આરોગ્ય મધ્યમ રહેશે. પ્રેમ-સંતાન સુખ મધ્યમન રહેશે. વ્યાપારમાં પ્રગતી થશે. લીલી વસ્તુ સાથે રાખજો.
મીન રાશિ : જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. ઉચ્ચઅધિકારીઓનો આશિર્વાદ મળશે. નોકરીમાં પરિસ્થિતિ સારી રહેશે. પ્રેમી સાથે મુલાકાત થશે. બાળકના આરોગ્યમાં સુધારો થશે. દિવસ સારો અને આનંદદાયક રહેશે. આરોગ્ય, પ્રેમ અને વ્યાપાર બધુ જ ઉત્તમ રહેશે. લીલી વસ્તુનું દાન કરજો અને ભગવાન ગણેશજીની આરાધના કરજો.