મેષ રાશિ : ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે. ગૃહક્લેશથી સાચવજો. ભૌતિક સુખ, સંપત્તિમાં વધારો થઇ રહ્યો છે. આરોગ્યની કાળજી રાખજો. પ્રેમ અને સંતાનની સ્થિતિ સારી છે. વ્યાપારીઓ તેમના વ્યવસાયમાં નવી – નવી વસ્તુંઓને સામેલ કરશે જેથી તેમને આગળ જતાં ફાયદો થશે. આજે સૂર્યને પાણી ચઢાવજો.
વૃષભ રાશિ : વ્યપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે. નોકરિયાત વર્ગની પ્રગતી થઇ શકે છે. આરોગ્ય થોડું નબળુ લાગી રહ્યું છે. પ્રેમ-સંતાન-વ્યાપાર બધી રીતે સુખદ છે. તમારી પાસે આજના દિવસે લીલા રંગની વસ્તું રાખવી.
મિથનુ રાશી : ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. આરોગ્ય સારું રહેશે. આજે રોકાણ કરવાથી બચજો. વાણી પર સંયમ રાખજો. બાકી આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે. ભગવાન શંકરને જળ અર્પણ કરજો.
કર્ક રાશિ : સ્વાસ્થ્યમાં સુધારો થઇ રહ્યો છે. પ્રેમ સંબધ માટે આજોન દિવસ ઉત્તમ છે. વ્યાપારી વર્ગને લાભ થશે. નોકરી – ધંધામાં પ્રગતી થશે. આજનો દિવસ ઉત્તમ રહેશે અને શુભ સંકેત દેખાઇ રહ્યા છે. લાલ વસ્તુ સાથે રાખજો.
સિંહ રાશિ : મન વ્યથિત રહેશે. અગ્નાત ભય તમને સતાવશે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેશે. માથામાં દુ:ખાવો તથા આંખમાં ઇજા થવાની સંભાવના છે. પ્રેમ અને સંતાન બંને સારા યોગ છે. વ્યાપારી વર્ગ માટે આજનો દિવસ અનુકુળ રહેશે. સફેદ વસ્તુંનું દાન કરવું.
કન્યા રાશિ : આવકમાં વૃદ્ધિ થશે. સારા સમાચાર મળશે. પ્રેમ અને સંતાન બંને સારા રહેશે. વ્યાપારીઓ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. લાલ વસ્તુંનું દાન કરજો.
તુલા રાશિ : કોર્ટ-કચેરીના કામોમાં આજે વિજય મેળવશો. વ્યાપારી વર્ગને લાભ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. પ્રેમ અને સંતાન બંને સુખમય. વ્યાપારીઓને લાભ. ભગવાન શંકરને પ્રણામ કરતા રહેવું.
વૃશ્ચિક રાશિ : આજે ભાગ્યનો સાથ રહેશે. રોજગારીમાં પ્રગતી થશે. યાત્રા લાભ. આજે પૂજા-પાઠમાં મન રમશે. આરોગ્ય સારું રહેશે. પ્રેમ-સંતાન-વ્યાપાર તમામ પરિસ્થિતિ સાનુકુળ રહેશે. લાલ વસ્તું સાથે રાખજો.
ધનુ રાશિ : આરોગ્યની કાળજી રાખજો. પ્રેમ-સંતાનની સ્થિતિ મધ્યમ છે. વ્યાપારીઓને લાભ થશે. વાહન ચલાવતા સંભાળજો. જોખમ લેવાનું ટાળજો. શિવજીનો જળઅભિષેક કરવો.
મકર રાશિ : જીવનસાથીનો સહોયગ મળશે. ચાલી રહેલી મૂશ્કેલી દૂર થશે. બાળકના આરોગ્યમાં સુધારો થશે. સારો અને આનંદદાયક સમય. સાથે સફેદ વસ્તું રાખવી.
કુંભ રાશિ : આજે શત્રુઓ પરાસ્ત થશે. રોકાયેલા કામો ફરી શરુ થશે. વડિલોનો આશિર્વાદ મળશે. ગુણ-ગાનની પ્રાપ્તી થશે પણ મૂશ્કીલઓ યથાવત રહેશે. સ્વાસ્થ્ય, પ્રેમ-સંતાન-વ્યાપાર તમામ માટે આજનો દિવસ અનુકુળ રહેશે. ગણેશજી ની આરાધના કરતા રહેજો.
મીન રાશિ : બાળકના આરોગ્ય પર ધ્યાન આપજો. પ્રેમમાં તૂંતૂ-મેંમેથી બચજો. કોઇ મહત્વના નિર્ણય લેવાના હશે તો હમણાં માટે ટાળી દેજો. સ્વાસ્થ્ય સારું રહેશે પણ માનસીક સ્નાસ્થ્ય બગડશે. શિવજીનો જલાભિષેક કરજો.