આજે 29 માર્ચ, 2023 બુધવારના દિવસે ચન્દ્રનો મિથુન રાશિમાં સંચાર થઇ રહ્યો છે. ચન્દ્રના આ સંચારને કારણે ઘણી રાશિઓને પરિવારનો સાથ-સહકાર મળશે તો કોઇએ પોતાના આરોગ્યની કાળજી લેવી પડશે. તો ચાલો જાણીએ કેવો રહેશે આજનો તમારો દિવસ.
- મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે ફળદાયી નિવડશે. કાર્યક્ષેત્રે જવાબદારી વધવાથી તમને ખૂબ મહેનત કરવી પડશે. સામાજીક કાર્યોમાં રસ વધશે. આજે કોઇ શુભ પ્રસંગમાં સામેલ થવાનો મોકો મળશે. ભાઇ-બહેનો સાથેના સંબંધ વધુ ગાઢ બનશે અને કેટલાંક સામાજીક કાર્યોમાં સહભાગી થવાનો પણ મોકો મળશે. જો તમને કોઇ શુભ સમાચાર મળે તો તરત તેને બીજા કોઇને ના કહેતા. આજે આળસનો ત્યાગ કરી આગળ વધજો.
- વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે બહુ ખાસ છે. આજે તમને લોકોનો સાથ-સહકાર મળી રહેશે. ઘરે કોઇ મહેમાન આવવાથી ખર્ચ વધશે. તળેલા પદાર્થોનું સેવન કરવાનું ટાળજો. તમને કોઇ પરંપરાગત કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળશે. કાર્યક્ષેત્રે જુનિયરની ભૂલોને માફ કરજો. બેન્કીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ કામમાં સંપૂર્ણ ધ્યાન આપવું. આજે સંતાનોને પરંપરા અને સંસ્કારના પાઠ ભણાવશો.
- મિથનુ રાશી : આજનો દિવસ વ્યવસાયમાં નવી યોજનાઓ બનાવવા માટે ઉત્તમ છે. તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. મામા પક્ષથી ધનલાભ થશે. વાણીની સૌમ્યતા તમને માન-સન્માન અપાવશે. કામોમાં ઉત્સાહ બનાવી રાખજો, નહીં તો મૂશ્કેલી આવી શકે છે. આજે રચનાત્મક કાર્યોમાં રસ વધશે. કોઇ નવું કામ શરુ કરતા કાળજી રાખજો. આજે તમારો કોઇ જૂનો મિત્ર તમને લાંબા સમય બાદ મળશે.
- કર્ક રાશિ : આજે સંવેદનશીલ વાતોમાં ધીરજ રાખજો, નહીં તો મૂશ્કેલી આવી શકે છે. કોઇ પણ વાતને લઇને તર્ક-વિતર્કમાં પડવાનું ટાળજો. કાયદાકીય બાબતે કોઇ ભૂલ થઇ શકે છે. તેથી સાવધાની રાખજો. કાર્યક્ષેત્રે તમે તમે નવી નિતીઓ અપનાવશો. જો તમે કારકીર્દીને લઇને હેરાન છો તો આજે તમને નવી તક મળશે. દૂરના કોઇ સગા તરફથી કોઇ નિરાશજનક સમાચાર મળી શકે છે.
- સિંહ રાશિ : આજનો દિવસ તમને ધાર્યો લાભ અપાવશે. વેપારીઓને કોઇ જૂના રોકાણોને કારણે સારો લાભ થતાં તમારી ખૂશીનો પાર નહીં રહે. જેને કારણે તમે તમારું જૂનું દેવું પણ ઉતારી શકશો. કાર્યક્ષેત્રે તમારી પ્રતિભા વધુ નિખરશે. પરિવરાના કોઇ સભ્ય સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક નિવડશે. આજે તમને કોઇ વિશેષ ઉપલબ્ધી મળતા દિવસ આનંદમ રહેશે. જો તમે સટ્ટામાં પૈસાનું રોકાણ કરતા હશો તો આજે તમને ફાયદો થશે.
- કન્યા રાશિ : આજનો દિવસ થોડો મૂશ્કેલ છે. લેવડ-દેવડમાં જરા સતર્ક રહેજો નહીં તો કોઇ તમારો ફાયદો ઉપાડી શકે છે. અધિકારીઓ સામે તમારી વાત જરુરથી રાખજો. કાર્યક્ષેત્રે તમારા દ્વારા આપવામાં આવેલ સૂચનોનો સ્વાગત થશે. સરકારી નોકરીની તૈયારી કરનારાઓ માટે આજનો દિવસ ફળદાયી છે. જીવનસાથી પાસેથી કોઇ શુભ સમાચાર મળશે. પદ અને પ્રતિષ્ઠા વધવાથી ખૂશીઓમાં પણ વધારો થશે. પરિવારનો કોઇ સભ્ય નોકરી માટે દૂર જઇ શકે છે.
- તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળયાદી અને સફળ છે. ઘરના કાર્યોમાં રસ વધશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતાને કારણે લાભ થશે. તમે આજે મનોરંજનના કાર્યક્રમોમાં ભાગ લેશો. મનોકામના પૂર્ણ થતાં મન પ્રસન્ન રહેશે. આવકમાં વધારો થશે. જીવનસાથી પાસેથી આજે કોઇ ઉપહાર મળશે, જેથી તમે ખૂશ થશો. સંતાનને જો તમે કોઇ જવાબદારી આપશો તો એ કામમાં અસફળ રહેશે, જેને કારણે તમે એમનાથી નારાજ રહેશો. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત કરવી પડશે. તો જ તમને સફળતા મળશે.
- વૃશ્ચિક રાશિ : આજનો દિવસ સમસ્યા લઇને આવશે. અગાઉ કામમાં જે ભૂલો થઇ હતી તેને કારણે હવે સમસ્યા થશે. કોઇ પણ કામ સમજી-વિચારીને કરજો. આજે કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત થશે જેની સાથે કોઇ પણ અંગત વાત કરવાનું ટાળજો. તમે તમારા ડેલી રુટિનને સારું બનાવવાનો પ્રયત્ન કરશો. કારકીર્દીને લઇને ચિંતિત છો તો આજે કોઇ સારા સમાચાર મળી શકે છે.
- ધનુ રાશિ : આજનો દિવસ ખૂશિઓ લઇને આવશે. કૌંટુમ્બિક સંબંધોમાં મજબૂતી આવશે. આજે લાભના અવસરને હાથથી જવા ના દેતા. જરુરી વાતોમાં સતર્ક રહેશો. બધાને સાથે લઇને ચાલવાના પ્રયત્નમાં તમે સફળ રહેશો. આજે કોઇ કાયદાકીય ગૂંચવણમાં રહેશો. કોઇ જરુરી કામ પૂર્ણ થતાં તમારો આત્મવિશ્વાસ વધશે. જીવનસાથીની કારકીર્દીમાં પ્રગતી થતાં તમે ખૂબ ખૂશ થશો.
- મકર રાશિ : આરોગ્યની કાળજી લેજો. કોઇ જૂની બિમારી ફરી આવી શકે છે. તમારા વિરોધીઓ તમારા પર હાવી થવાનો પ્રયત્ન કરશે. કોઇ પણ નવી વ્યક્તિ પર વધારે ભરોસો ના કરતા. નહીં તો એ તમારા ભરોસાને તોડશે. તમે મહેનત અને લગનથી કામ કરી કાર્યક્ષેત્રે એક આગવું સ્થાન મેળવશો. તમને તમારી મહેનતનું ફળ મળશે. ઉતાવળે અને ભાવુક થઇને કોઇ પણ નિર્ણય ના લેતા. નહીં તો મૂશ્કેલી આવી શકે છે. તમારે તમારી ચતુર બુદ્દિનો ઉપયોગ કરવો પડશે.
- કુંભ રાશિ : આજનો દિવસ ઉન્નતી લઇને આવ્યો છે. તમે આજે તમારા વ્યવસાયને આગળ વધારવાના પ્રયત્નોમાં રહેશો. જેના કારણે તમને સફળતા મળશે. મિત્રોનો સાથ-સહકાર મળશે. કાર્યક્ષેત્રે જો કોઇ ભૂલ થઇ હશે તો આજે તમારે એ માટે માફી માંગવી પડશે. વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે. હરતા-ફરતાં તમને કોઇ મહત્વની જાણકારી મળી શકે છે. તમે બદાને સાથે લઇને ચાલવાના પ્રયત્નમાં રહેશો. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે.
- મીન રાશિ : આજનો દિવસ સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ લઇને આવશે. પરિવારમાં કોઇ વાદ-વિવાદ ચાલી રહ્યો છે તો એને ઘરની બહાર ન જવા દેતા. આજનો કોઇ નવી સંપત્તિ ખરીદવાની ઇચ્છા પૂર્ણ થશે. આજે સ્ટેટસ માટેની વસ્તુઓની ખરીદી કરશો. નજીકના લોકોને મળવાનું થશે. કાર્યક્ષેત્રે જો કોઇ સલાહ લેવાની થાય તો અનુભવી વ્યક્તિ પાસેથી લેવી હિતાવહ છે.