Homeટોપ ન્યૂઝઆજનું રાશિ ભવિષ્ય 2 માર્ચ 2023 : આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો...

આજનું રાશિ ભવિષ્ય 2 માર્ચ 2023 : આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ, આવકમાં થશે વધારો.

 જાણો આપનું આજનું રાશિ ભવિષ્ય.

મેષ રાશિ : આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમે કોઇ મોટા લાભ માટે નાના લાભને જતો કરશો પણ તમને એના કારણે નૂકસાન થઇ શકે છે. પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખજો, નહીં તો કોઇ મોટી સમસ્યા આવી શકે છે. વરિષ્ઠો સાથે તમારા મનની વાત કરવાનો અવસર મળશે. તમે બધાને એક સાથે લઇને ચાલવાનો પ્રયત્ન કરશો. તમને આજે જનસેવા કરવાનો મોકો મળશે.

વૃષભ રાશિ : આજનો દિવસ તમારા માટે ઉત્તમ અને ફળદાયી નિવડશે. કુટુંમ્બના કોઇ સભ્યની નૃવૃત્તિને પગલે ઘરમાં નાની-મોટી પાર્ટીનું આયોજન થશે. બેન્કીંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોએ બચત યોજનાઓ પર ધ્યાન આપવું. તમારે તમારા કામો સાથે સંતાનના ભવિષ્યની પણ સજાગ રહેવું પડશે. નહીં તો પાછળથી સમસ્યા થઇ શકે છે. આજે કોઇ પણનું કામ ભાઇઓની સલાહ લઇને કરશો તો હિતાવહ છે. જીવનસાથીને તમે કોઇ નવા કામની શરુઆત કરી આપશો. તમને કોઇ ગમતી વસ્તુ ભેટમાં મળી શકે છે.

મિથનુ રાશી : આજનો દિવસ તમારા માટે ઉત્સાહથી ભરપૂર રહેશે અને આજે તમને તમારી નિર્ણાયક શક્તીનો સંપૂર્ણ લાભ મળશે. તમે કોઇ બહારની વ્યક્તિની સલાહ લેવાનું ટાળજો, નહીં તો એ તમને કોઇ ખોટી સલાહ આપી શકે છે. જરુરી કામો પૂરા કરવા માટે યાદી બનાવજો. નહીં તો પ્રોબ્લેમ થઇ શકે છે. વ્યવસાયમાં ગતી મળશે. જેનાતી તમારું મન પ્રસન્ન રહેશે. જે વિદ્યાર્થીએ કોઇ પરિક્ષા આપી હશે તો આજે તેનું પરિણામ આવશે.

કર્ક રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. વિદેશમાં આયાત-નિકાસ કરતા લોકોને કોઇ સારા સમાચાર મળશે. પણ તમારે આ કામ માટે તેના નિતી-નિયમો પર ધ્યાન આપવું પડશે. નહીં તો તમારાથી કોઇ ભૂલ થવાની શક્યતા છે. સંતાનની કારકીર્દીને કારણે તમે થોડી ચિંતામાં રહેશો. પણ તમારે તમારા કામો પર ધ્યાન આપવું પડશે નહીં તો કામ લંબાશે. ભાગીદારીમાં કામ કરતા લોકોએ તકેદારી રાખવી.

સિંહ રાશિ : આજના દિવસ વ્યાપારીઓ માટે ઉત્તમ રહેશે. તમને સારો નફો થવાની શક્યતા છે. પણ કોઇ મોટા નફા માટે તમે નાના નફાને જતો ન કરતા. સરકારી નોકરી કરતા લોકો પોતાની બદલીને કારણે ચિંતામાં રહેશે. પણ પછીથી ખબર પડશે કે એ બદલી એમના માટે મોટી સફળતા લઇને આવી છે. આજે મનમાં આંતરિક દ્વંદ રહેશે. આ વાતો તમે તમારી માતા સાથે શેર કરશો તો તો સારું રહેશે.

કન્યા રાશિ : આજનો દિવસ સામાજીક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સારો રહેશે. ધનમાં વૃદ્ધિ થવાથી દિવસ સારો રહેશે. તમે બધાને સાથે લઇને ચાલવાના પ્રયત્નમાં રહેશો. તમારે આજે કોઇ પણ મહત્વના કામ માટે બહારની વ્યક્તિ સાથે ચર્ચા કરવાનું ટાળવું જોઇએ. નહીં તો મોટી સમસ્યા ઉદભવશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચઅભ્યાસના માર્ગ ખૂલશે.

તુલા રાશિ : આજનો દિવસ તમારા માટે ભાગ્યની દ્રષ્ટીએ ઉત્તમ રહેશે. દરેક ક્ષેત્રમાં સફળતા મળતા તમે પ્રસન્ન રહેશો. વ્યવસાય કરતાં લોકોને પણ આજે કોઇ જૂની યોજનાઓને કારણે સારો લાભ થઇ શકે છે. જેથી તમારો વ્યવસાય આગળ વધશે. જો આજે તમે કોઇને કોઇ પણ સલાહ આપશો તો પાછળથી મોટી સમસ્યા થઇ શકે છે. હરતા – ફરતા તમને કોઇ સારી જાણકારી પ્રાપ્ત થશે. આવકમાં વધારો થવાની તામારું મન પ્રસન્ન રહેશે.

વૃશ્ચિક રાશિ : આજના દિવસ તમારે સજઝી – વિચારીને ચાલવું પડશે. કોઇ પણ વાતમાં જોખમ ઉઠાવવાનું ટાળજો. નહીં તો મોટો પ્રોબ્લેમ થઇ શકે છે. તમને પરિવારનો સહકાર મળશે. આરોગ્યની કાળજી રાખજો. નહીં તો કોઇ મોટી બિમારી તમને મૂશ્કેલીમાં મૂકી દેશે. તમારે કોઇ મોટું સાહસ કરવાથી બચવું પડશે. નહીં તો નૂકસાન થઇ શકે છે.

ધનુ રાશિ : દાંપત્યજીવન સુખમય બનશે. આજે તમે સંકોચ રાખ્યા વગર આગળ વધજો. નહીં તો પાછળથી સમસ્યા ઉદભવી શકે છે. મિત્રોનો સહકાર મળતા તમારા પરાક્રમમાં વધારો થશે. કુટુંમ્બમાં કોઇ શુભ અથવા માંગલીક કાર્ય થવાથી પારિવારિક વાતાવરણ આનંદમય બનશે. કોઇ મોટું લક્ષ પ્રાપ્ત થતાં તમારો દિવસ આનંદમય બનશે. કોઇ પણ કામને વધુ ઉત્સાહીત થઇને કરવાથી બચજો નહીં તો મૂશ્કેલીમાં મૂકાશો.

મકર રાશિ : આજનો દિવસ સમસ્યાઓથી ભરપૂર રહેશે. કાર્યક્ષેત્રે તમારી જવાબદારી સારી રીતે પાર પાડજો. ત્યારે જ તામારું કામ પૂરુ થઇ શકશે. આજે તમારા કેટલાંક પ્રયત્નો રંગ લાવશે. નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. ઉતાવળે કામ ના કરતા, સમઝી વિચારીને કોઇ પણ કામ કરજો. આવશ્યક કામોને નજરઅંદાજ ના કરતાં નહીં તો સમસ્યા ઉદભવી શકે છે. તમારી વાણીની સૌમ્યતા તમને માન-સન્માન અપાવશે.

કુંભ રાશિ : આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. નોકરીયાત વર્ગને નવો અવસર મળી શકે છે. મિત્રો સાથે કોઇ કામ કરશો તો ઉત્સાહમાં વધારો થશે. આજે પ્રિયજનો સાથે મુલાકાત થશે. જે તમારા માટે લાભદાયક નિવડશે. વિદ્યાર્થીઓને માનસીક તાણથી મૂક્તી મળશે. તમે તમારા ઉચ્ચ વિચારનો કાર્યક્ષેત્રે લાભ ઉઠાવશો. તમારી માતાને કોઇ ધાર્મિક યાત્રા કરાવશો.

મીન રાશિ : આજનો દિવસ આર્થિક રીતે ઉત્તમ રહેશે. પરિવારમાં કોઇ વાતને લઇને જીદ ના કરતા. કાર્યક્ષેત્રે ગોસીપ કરવાનું ટાળજો. જો તમને કોઇની સલાહની જરુર પડે તો કોઇ અનુભવી વ્યક્તિ સાથે જ વાત કરજો. વ્યાપારીવર્ગ માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. તમે કોઇ નવું વાહન ખરીદી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular