પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર શરદૠતુ),
શુક્રવાર, તા. ૨૩-૯-૨૦૨૨, ત્રયોદશી શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ
* ભારતીય દિનાંક ૧, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, ભાદ્રપદ વદ-૧૩
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે ભાદ્રપદ, તિથિ વદ-૧૩
* પારસી શહેનશાહી ૯મો આદર, માહે ૨જો અર્દીબહેશ્ત, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૮મો, માહે ૨જો સફર, સને ૧૪૪૪
* નક્ષત્ર મઘા મધ્યરાત્રિ પછી ક. ૨૭-૪૯ સુધી, પછી પૂર્વાફાલ્ગુની.
* ચંદ્ર સિંહ રાશિ પર જન્માક્ષર.
* ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ).
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૮, અમદાવાદ ક. ૦૬ મિ. ૨૯ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સવારે ક. ૧૦-૪૭, રાત્રે ક. ૨૨-૪૯
* ઓટ: સાંજે ક. ૧૬-૪૬, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૪૦ (તા. ૨૪)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ભાદ્રપદ કૃષ્ણ-ત્રયોદશી. ત્રયોદશી શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ, કલિયુગાદિ, પ્રદોષ, ભારતીય આશ્ર્વિન માસારંભ, સૂર્ય સાયન તુલામાં સવારે ક. ૦૬-૩૫. દક્ષિણ ગોલારંભ, વિષુવદિન, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૬-૩૧. સિદ્ધિયોગ ક. ૨૭-૫૧થી સૂર્યોદય.
* શ્રાદ્ધ પર્વ: તેરસ તિથિએ દિવંગતનું શ્રાદ્ધ આજ રોજ કરવું. આજનું મઘા શ્રાદ્ધ અત્યંત શક્તિશાળી પવિત્ર મહિમાવંત છે. આજની યુગાદિ તિથિ હોય તીર્થમાં તર્પણ શ્રાદ્ધ, પ્રાયશ્ર્ચિત સ્નાનનો મહિમા છે. ત્રિપિંડી શ્રાદ્ધ પણ થઈ શકે છે. પ્રદોષ વ્રત નિમિત્તે શિવ-પાર્વતી પૂજા અને શ્રાદ્ધ કર્મ એ સુંદર યોગ છે. શ્રાદ્ધ વિધિ આળસ કર્યા વગર બ્ર્ાાહ્મણ દ્વારા વિધિ સહિત કરાવવાની તત્પરતા દાખવીએ તો શ્રાદ્ધનો મર્મ, મહિમા જળવાઈ રહે છે. શ્રાદ્ધમાં અન્નદાન, ભોજન એ આવશ્યક કર્મ છે.
* આચમન: સૂર્ય-બુધ યુતિ ગણતરીબાજ.
* ખગોળ જ્યોતિષ: સૂર્ય-બુધ યુતિ. વિષુવદિન દક્ષિણ ગોળારંભ, ચંદ્ર-મઘા યુતિ.
* ગ્રહ ગોચર: સૂર્ય-ક્ધયા, મંગળ-વૃષભ, વક્રી બુધ-ક્ધયા, વક્રી ગુરુ-મીન, શુક્ર-સિંહ, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

Google search engine