Homeઆમચી મુંબઈઆજના બજેટની મહારાષ્ટ્ર પર શું અસર થશે, શું મળ્યું જાણો એક ક્લિક...

આજના બજેટની મહારાષ્ટ્ર પર શું અસર થશે, શું મળ્યું જાણો એક ક્લિક પર અહીંયા…

મુંબઈઃ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સિતારમણે 2024ની ચૂંટણી પહેલાંનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારના બીજી વખતના કાર્યકાળ દરમિયાનનું આ છેલ્લું બજેટ હતું. આ દરમિયાન તેમણે જાત જાતની મોટી-મોટી જાહેરાતો કરી છે. અત્રે ઉલ્લેખીનીય છે કે આ બજેટમાં તેમણે ખેડૂતો અને ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને રાહત આપવાનો પ્રયાસ કરાવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ નિર્મલા સિતારમણ દ્વારા મહિલા અને વરિષ્ઠ નાગરિકોને પણ ખુશ કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે રાષ્ટ્રીય સ્તરે તો મોટી મોટી જાહેરાતો કરી છે, પણ આ જાહેરાતોની મહારાષ્ટ્ર પર શું અસર જોવા મળશે કે આ બજેટમાંથી મહારાષ્ટ્રને શું મળ્યું એ જાણી લઈએ-
નાણાં પ્રધાને પોતાના બજેટના ભાષણમાં જણાવ્યું હતું કે કૃષિક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કૃષિ સ્ટાર્ટઅપની સ્થાપના કરવામાં આવશે અને એ માટે યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવશે. આ માટે ખાસ કૃષિ ભંડોળ તૈયાર કરવામાં આવશે. આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખેડૂતોને વધુમાં વધુ ફાયદો મળશે. પશુસંવર્ધન, દુગ્ધવ્યવસાય અને માછીમારીને ધ્યાનમાં લઈને ખેતીનું બજેટ 20 લાખ સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. આત્મ નિર્ભર સ્વચ્છ વનસ્પતિ કાર્યક્રમના માધ્યમથી રોગમુક્ત, દરજ્જાદાર બિયારણ સામગ્રી આપવા માટે 2,200 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે, એવું નાણા પ્રધાને જણાવ્યું હતું.
સરકારે એગ્રિકલ્ચર ક્રેડિટ કાર્ડ માટે 20 લાખ કરોડની વૃદ્ધિ કરવામાં આવી હોવાની ઘોષણા પણ કરવામાં આવી છે. ગયા વર્ષે આ રકમ 18.5 લાખ કરોડ જેટવી હતી. આ સિવાય ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફોર એગ્રિકલ્ચરના માધ્યમથી ખેડૂતોને ખાતર, બિયારણથી લઈને માર્કેટ અને સ્ટાર્ટઅપ સુધીની માહિતી મળી શકશે. એગ્રિકલ્ચર એક્સીલરેટર ફંડના માધ્યમથી ગામના યુવાનોને સ્ટાર્ટઅપ કરવાની સોનેરી તક મળશે. તેમ જ માછીમારી વ્યવસાયના વિકાસ માટે 6 હજાર કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
દેશમાં 6 કરોડથી વધુ લઘુ અને મધ્ય ઉદ્યોગ તેમ જ 84 હજારથી વધુ સ્ટાર્ટઅપ છે. તેમના માટે નવી ક્રેડિટ કાર્ડ સ્કીમ પહેલી એપ્રિલ, 2023થી લાગુ કરવામાં આવશે. જેમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગને કોઈ પણ પ્રકારની ગેરન્ટી સિવાય બે લાખ કરોડ રુપિયા સુધીની લોન આપવામાં આવશે. આ સિવાય વડારપ્રધાન વિશ્વકર્મા કૌશલ સન્માન પેકેજ લોન્ચ કરવામાં આવશે. જે એમએસએમઆઈને ઉત્પાદન વધારવામાં અને બજાર સુધી પહોંચવામાં મદદ કરશે.
એટલું જ નહીં આગામી 3 વર્ષમાં દેશની 740 એકલવ્ય શાળામાં 38,800 શિક્ષક અને સહાયકની કર્મચારીઓની ભરતી કરવામાં આવશે. આ શાળામાં સાડાત્રણ લાખ આદિવાસી વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. આ યોજના આદિવાસી વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતી નિવાસી શાળાઓને મદદ કરશે, જેનો સીધેસીધો ફાયદો મહારાષ્ટ્રના યુવાનોને થશે.
દરેક વ્યક્તિનું પોતાના ઘરનું સપનું પૂરું કરવા માટે સરકારે વડા પ્રધાન હાઉસિંગ સ્કીમ માટેનું ભંડોળ 79,000 કરોડ રૂપિયા સુધી વધાર્યું છે. વડા પ્રધાન હાઉસિંગ ખર્ચમાં 67 ટકાનો વધારો થયો છે.
આજના બજેટમાં ખેડૂતો, યુવાનો અને ટેક્સપેયર્સને રાહત આપવાની સાથે સાથે નાણા પ્રધાને સિનિયર સિટીઝન્સને પણ રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. સરકારે સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)ની લિમિટ વધારીને 30 લાખ રૂપિયા સુધી કરી છે. આ લિમિટ પહેલાં 15 લાખ રૂપિયા જેટલી હતી. આ યોજના અંતર્ગત સરકાર આ રકમ પર 8 ટકા વ્યાજ આપે છે.
નાણાં પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે 2014 બાદ સ્થાપવામાં આવેલી હાલની 157 નવી મેડિકલ કોલેજની મદદથી 157 નવી નર્સિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે. પીએમપીબીટીજી ડેવલપમેન્ટ મિશ વિશેષતઃઆદિવાસી વર્ગની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે શરુ કરવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં આ યોજના લાગુ કરવામાં આવશે અને એ માટે 15,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
2023-24ના નાણાંકીય બજેટમાં પાયાભૂત સુવિધા પરનો ખર્ચ 33 ટકાથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની જાહેરાત કરવામાં આવી છે. એનો દેશાંતર્ગત ઉત્પાદન (જીડીપી) 3.3 ટકા જેટલું યોગદાન છે.
બજેટમાં મહિલા માટે પણ ખૂબ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સરકારે મહિલાઓ માટે ખાસ યોજના તૈયાર કરી છે અને આ યોજનાને સરકારે મહિલા સન્માન બચત યોજના એવું નામ આપવામાં આવ્યું છે. આ યોજનાંતર્ગત સરકાર મહિલાને 705 ટકા વ્યાજ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular