આજની આપણી બર્થડે ગર્લ વિશે વાત કરીએ પણ એ પહેલાં તમને જણાવી દઈએ કે બી ટાઉનની આ સેલિબ્રિટી તેના કામ કરતાં પણ વિવાદો અને બોલ્ડનેસ માટે ખૂબ જ ચર્ચામાં રહે છે. જી હા, અહીં વાત થઈ રહી છે બોલીવુડ એક્ટ્રેસ શર્લિન ચોપરાની. 11 ફેબ્રુઆરીએ શર્લિન ચોપરા તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે. અભિનેત્રી ભાગ્યે જ ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ તે તેના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં રહે છે. શર્લિન ચોપરાએ #me too મુવમેન્ટ હેઠળ ડિરેક્ટર સાજિદ ખાન પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં શર્લિને સાજિદ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે સાજિદે તેને વર્ષ 2005માં પોતાના ઘરે બોલાવી હતી અને તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી.
શર્લિન ચોપરાની લેટેસ્ટ કોન્ટ્રોવર્સીની વાત કરીએ તો તે હાલમાં જ રાખી સાવંતના પતિના સમર્થનમાં આવી હતી અને કહ્યું હતું કે આદિલ એકદમ સીધોસાદો છોકરો છે. તેના વિશે જે પણ વાતો થઈ રહી છે એમાં કોઈ તથ્ય નથી. શર્લીનનું નામ દર બીજા દિવસે કોઈને કોઈ વિવાદમાં સંડોવાતું રહે છે. આ પહેલા રાખી સાવંતની ધરપકડના કેસમાં પણ તેનું નામ બહાર આવ્યું હતું.
શર્લિન અને વિવાદો એટલે જાણે એક જ સિક્કાની બે બાજુ છે. રાખી પહેલાં તેણે ઇન્ડસ્ટ્રીમાં ફેમસ ડાયરેક્ટર સાજિદ ખાન સાથે પણ પંગો લીધો હતો. જ્યારે સાજિદ ખાન બિગ બોસના ઘરમાં પ્રવેશ્યો હતો ત્યારે પણ તેણે સાજિદને ઘરમાંથી બહાર કાઢવામાં આવે એ માટેના તમામ પ્રયાસો કર્યા હતા.
એટલું જ નહીં, જ્યારે શર્લિન ચોપરા પોતે બિગ બોસના ઘરે પહોંચી હતી, ત્યારે તેણે ખૂબ જ વિચિત્ર માંગ કરી હતી. તેણે બિગ બોસના બાથરૂમમાં કેમેરા લગાવવાનો આગ્રહ કર્યો હતો. ફિલ્મી કરિયરની વાત કરીએ તો શર્લિને કામસૂત્ર ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને સિવાય તેણે શર્લિને પ્લેબોય મેગેઝિન માટે ખૂબ જ બોલ્ડ ફોટોશૂટ કર્યું હતું, જેના કારણે ઘણો વિવાદ થયો હતો. અભિનેત્રીના ફોટો શૂટે બધાનું ધ્યાન ખેંચ્યું.
તેણે સ્ટેનલી ગર્લ્સ હાઇ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો, જ્યારે તેણે સેન્ટ એન કોલેજ ફોર વુમન, સિકંદરાબાદમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 2005માં ફિલ્મ ટાઈમપાસથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.