આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાૠતુ), શુક્રવાર, તા. ૧૨-૮-૨૦૨૨ જીવંતિકા પૂજન,
* ભારતીય દિનાંક ૨૧, માહે શ્રાવણ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, શ્રાવણ સુદ-૧૫
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે શ્રાવણ, તિથિ સુદ-૧૫
* પારસી ગાથા-૨ ઉશ્તવદ, માહે ૧૨મૌ સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૨૭મો આસમાન, માહે ૧લો ફરવરદીન, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૫મો અમરદાદ, સને ૧૩૯૧
*મુુસ્લિમ રોજ ૧૪મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૧૫મો, માહે ૧લો મોહર્રમ, સને ૧૪૪૪
* નક્ષત્ર ઘનિષ્ઠા મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૫ સુધી (તા. ૧૩મી), પછી શતભિષા.
* ચંદ્ર મકરમાં બપોરે ક. ૧૪-૪૮ સુધી, પછી કુંભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૨૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૯ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૦ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી : બપોરે ક. ૧૨-૧૮, મધ્ય રાત્રે ક. ૦૦-૨૩
* ઓટ: સાંજે ક. ૧૮-૨૫, મધ્યરાત્રિ પછી ક. ૦૬-૧૯ (તા. ૧૩)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, શ્રાવણ શુક્લ – પૂર્ણિમા. એકમનો ક્ષય છે. જીવંતિકા પૂજન, વરદ્લક્ષ્મી વ્રત, ઈષ્ટિ, અમરનાથ યાત્રા, પ્રતિપદા ક્ષય તિથિ છે. ગાયશ્રી પુન:શ્ર્ચરણ પ્રારંભ, કોકિલાવ્રત સમાપન, પંચક પ્રારંભ બપોરે ક. ૧૪-૫૧. પારસી ગાથા-૨ ઉશ્તવદ. સૂર્ય મહાનક્ષત્ર આશ્ર્લેષામાં, વાહન મોર.શુભાશુભ દિનશુદ્ધિ:શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ:કુળ દેવી-દેવતા પૂજન,તીર્થ યાત્રા, શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, શ્રી સુક્ત-પુરુષ સુક્ત-શ્રી ગણેશ અથર્વશિર્ષમ્ અભિષેક, તુલસી પૂજા, મંદિરોમા ં પાટ અભિષેક પૂજા, ધજા, કળશ પાકા ચઢાવવી, વૃક્ષ વાવવાં, બગીચાનાં કામકાજ, રોપા વાવવાં, માલ લેવો, નિત્ય થતાં દુકાન, વેપાર, ખેતીવાડીનાં કામકાજ, સર્વશાંતી, શાંતી પૌષ્ટીક પૂજા,
શ્રાવણ પર્વ મહિમા: શિવજીના અનેક લિંગ સ્વરૂપ જણાયા છે. પરંતુ સર્વ સામાન્ય ગોળકાર સ્વરુપ જોવા મળે છે. ગોળાકાર એ પૃથ્વી ઉપરની સમગ્ર સૃષ્ટિ અને અનંત બ્રહ્માંડનું રૂપ છે. તેનો આકાર નથી. છતાંય તે ગોળ સ્વરૂપે આકાશમાં દેખાય છે માટે શિવલિંગ (શિવજીનું પ્રતીક) ગોળાકાર છે. આજ રોજ શિવજીએ ધારણ કરેલ ચંદ્રનું પૂજન કરવું. શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન કરવું.આજથી ગાયત્રીજાપનાં અનુષ્ઠાન પ્રારંભાય છે.
* આચમન: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ જ્ઞાનતંતુઓ ઉપર બોજો આવે, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ સ્વભાવમાં એકાગ્રતા જોવા ન મળે. ચંદ્ર-શનિ યુતિ શંકાશીલ. ચંદ્ર-મંગળ ચતુષ્કોણ કજિયાખોર.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-સૂર્ય પ્રતિયુતિ, ચંદ્ર-શનિ યુતિ, ચંદ્ર-મંગળ ચતુષ્કોણ.
* ગ્રહગોચર: સૂર્ય-કર્ક મંગળ-વૃષભ, બુધ-સિંહ, વક્રી ગુરુ-મીન, શુક્ર-કર્ક, વક્રી શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.