Homeઈન્ટરવલઆજનું પંચાંગ

આજનું પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), બુધવાર, તા. ૨૬-૧૦-૨૦૨૨ વિક્રમ સંવત ૨૦૭૯ પ્રારંભ,જૈન સંવત ૨૫૪૯ પ્રારંભ.
* ભારતીય દિનાંક ૪, માહે કાર્તિક, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૧
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૧
* પારસી શહેનશાહી ૧૨મો મોહોર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૨મો મોહોર, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૦મો આવાં, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૯મો, ૩જો રબીઉલ અવ્વલ સને ૧૪૪૪
* મીસરી રોજ ૧લો,૪થો રબી ઉલ આખર સને ૧૪૪૪
* નક્ષત્ર સ્વાતિ બપોરે ક. ૧૩-૨૩ સુધી, પછી વિશાખા. ચંદ્ર તુલામાં,ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: બપોરે ક. ૧૨-૦૫, મધ્યરાત્રિ પછી ક. ૦૦-૪૯ (તા. ૨૭)
* ઓેટ: સાંજે ક. ૧૮-૦૯
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, “શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – પ્રતિપદા. કાર્તિક શુક્લ પક્ષ શરૂ, ઈષ્ટિ, વિક્રમ સંવત ૨૦૭૯, મહાવીર જૈન સંવત્સર પ્રારંભ ૨૫૪૯. દિવાળી પડવો, ગોવર્ધન પૂજા, ગૌ ક્રિડા, અન્નકૂટ, કાર્તિક શુક્લાદિ, અભ્યંગ સ્નાન, ચંદ્રદર્શન , ઉત્તર શૃંગોન્નતિ ૪૪ અંશ. ગ્રહણ કરિદિન, ભાઈબીજ, યમદ્વિતિયા, ભરતદ્વિતિયા. બુધ તુલામાં બપોરે ક. ૧૩-૪૯. વિંછુડો પ્રારંભ ક. ૩૦-૩૧. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન ગદર્ભ.
* શુભાશુભ દિનશુદ્ધિ: પર્વ શુભ દિવસ.મુહૂર્ત વિશેષ: આજનો વર્ષારંભનો પ્રથમ દિવસ હોઇ કુલાચાર પરંપરા અનુસાર મિતિ નાખવી – કાંટો બાંધવો – નવા વર્ષના વેપારનો પ્રારંભ કરવો. મુહૂર્ત: (૧) સવારે ક. ૦૬.૩૭ થી ક. ૦૮-૦૩ (લાભ) (૨) સવારે ક. ૦૮-૦૩ થી ક. ૦૯-૨૯ (અમૃત) (૩) સવારે ક. ૧૦-૫૫ થી ક. ૧૨-૨૧ (શુભ) (૪) બપોરે ક. ૧૫-૧૩ થી ક. ૧૬-૩૯ (ચલ) (૫) સાંજે ક. ૧૬-૩૯ થી ક.૧૮-૦૮ (લાભ) .ગ્રહણ કરિદિન હોઇ અન્ય જ્યોતિષ મુહૂર્ત સાધ્ય નથી.બુધનાં અભ્યાસ મુજબ ગોળ, ખાંડ, સોનું, વગેરે માં તેજી આવે. ચાંદી, અળસી, સરસવ,મગફળીમાં મંદી, કેટલેક સ્થળે વરસાદ થાય. તાવનાં રોગો જણાય. વાયુદેવતાનું પૂજન, પર્વ નીમિત્તે નવાં વસ્ત્રો-આભૂષણ, મહેંદી લગાવવી. વૃક્ષ રોપવાંકાર્તિક માસ સંક્ષપ્તિ: શુક્લ પક્ષમાં ૧૪, કૃષ્ણ પક્ષમાં દિવસ ૧૫ એમ ૨૯ દિવસનો આ માસ છે. શુક્લ પક્ષમાં પાંચમનો ક્ષય છે. કૃષ્ણ પક્ષમાં આઠમની વૃદ્ધિ થાય છે. અમાસનો ક્ષય છે. પૂનમનું તા.૮નું ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાશે.કાર્તિક માસમાં પાંચ બુધવાર છે,
* આચમન: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ મતલબી, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ જ્ઞાનતંતુઓ ઉપર બોજો આવે, ચંદ્ર-શનિ ચતુષ્કોણ ભીરુ સ્વભાવના, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ સ્વપ્નદષ્ટા.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ પ્રતિયુતિ, ચંદ્ર-હર્ષલ પ્રતિયુતિ, ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ (તા. ૨૭), ચંદ્ર ક્રાંતિવૃત્ત પર આવી દક્ષિણે થશે.
* ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-ક્ધયા/તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.
(દક્ષિણાયન સૌરહેમંતૠતુ),
ગુરુવાર, તા. ૨૭-૧૦-૨૦૨૨, વિશ્ર્વકર્મા જયંતી
* ભારતીય દિનાંક ૫, માહે કાર્તિક, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, કાર્તિક સુદ-૨
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે કાર્તિક, તિથિ સુદ-૨
* પારસી શહેનશાહી ૧૩મો તીર, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૩મો તીર, માહે ૪થો તીર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧લો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨જો, ૪થો રબી ઉલ આખર, સને ૧૪૪૪
* નક્ષત્ર વિશાખા બપોરે ક. ૧૨-૧૦ સુધી, પછી અનુરાધા.
* ચંદ્ર તુલામાં સવારે ક. ૦૬-૩૦ સુધી, પછી વૃશ્ર્ચિકમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: તુલા (ર, ત), વૃશ્ર્ચિક (ન, ય)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦ સ્ટા. ટા.
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૭, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: બપોરે ક. ૧૨-૩૮, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૨૭ (તા. ૨૮)
* ઓટ: સવારે ક. ૦૬-૩૯, સાંજે ક. ૧૮-૪૩
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, કાર્તિક શુક્લ – દ્વિતિયા. વિશ્ર્વકર્મા જયંતી, મુસ્લિમ ૪થો રબી ઉલ આખર માસારંભ, વિંછુડો પ્રારંભ સવારે ક. ૦૬-૩૦. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન ગદર્ભ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ઈન્દ્રપૂજા, અગ્નિપૂજા, ગુરુ ગ્રહદેવતાનું પૂજન, સવારથી મધ્યાહનનો પ્રવાસ ફળ ખાઈ પ્રારંભવો. નવા વસ્રો, આભૂષણ, ધાન્ય ઘરે લાવવું, પશુ લે-વેંચ, મધ્યાહન પછી પ્રયાણ શુભ. અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું. મિત્રતા કરવી. નવા વસ્રો આભૂષણ, મહેંદી લગાવવી, નવા વાસણ, વાહન, યંત્ર, દસ્તાવેજ, પશુ લે-વેંચ, દુકાન, સ્થાવર લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, નામકરણ, અન્નપ્રાશન, દેવદર્શન, શાંતિ પૌષ્ટિક પૂજા.
*આચમન: બુધ-મંગળ ત્રિકોણ કટાક્ષપ્રિય, ચંદ્ર-ગુરુ ત્રિકોણ સહાનુભૂતિવાળા
* ખગોળ જ્યોતિષ: બુધ-મંગળ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ,
* ગ્રહગોચર: સૂર્ય-તુલા, મંગળ-મિથુન, બુધ-તુલા, વક્રી ગુરુ-મીન, શુક્ર-તુલા, શનિ-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-કુંભ, વક્રી પ્લુટો-મકર.

 

RELATED ARTICLES

Most Popular