પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૮-૩-૨૦૨૩, વસંતોત્સવારંભ
ભારતીય દિનાંક ૧૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન વદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ વદ-૧
પારસી શહેનશાહી ૨૫મો અશીશવંધ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૫મો અશીશવંધ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૬મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની મધ્યરાત્રિ પછી ક. ૨૮-૧૯ સુધી (તા. ૯મી), પછી હસ્ત.
ચંદ્ર સિંહમાં સવારે ક. ૦૮-૫૨ સુધી, પછી ક્ધયામાં.
ચંદ્ર રાશિ નામાક્ષર: સિંહ (મ, ટ), ક્ધયા (પ, ઠ, ણ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૪, અમદાવાદ ક. ૦૬ મિ. ૫૭ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૪ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૨-૪૧, મધ્યરાત્રિ પછી ક. ૦૧-૦૨ (તા. ૯)
ઓટ: સાંજે ક. ૧૮-૨૯,
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, “શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન કૃષ્ણ – પ્રતિપદા. ઈષ્ટિ, વસંતોત્સવારંભ, આમ્રકુસુમપ્રાશન, અભ્યંગસ્નાન, શબ્બેબારાત (મુસ્લિમ).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ. ધ્રુવ દેવતાનું પૂજન, સૂર્યનારાયણ, વિનાયક, શિવ-પાર્વતી, વિષ્ણુ-લક્ષ્મી પૂજા શ્રેષ્ઠ. અર્યંમા પૂજન, અગાઉ વાસ્તુ પૂજા થયેલ ઘરમાં રહેવા જવું. સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, પ્રયાણ મધ્યમ, મુંડન કરાવવું નહિ. નવાં વસ્રો, આભૂષણ, દુકાન-વેપાર, નોકરી દસ્તાવેજ, મિત્રતા, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, નામકરણ, દેવદર્શન, અન્નપ્રાશન, રાજ્યાભિષેક, પાટ-અભિષેક પૂજા, બગીચો બનાવવો. ધજા-કળશ પતાકા ચઢાવવી, રોપા વાવવા, બી વાવવું, ખેતીવાડી, ધાન્ય ભરવું. નવી તિજોરીની સ્થાપના,
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ અવ્યવહારું.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન પ્રતિયુતિ.
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.