પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૪-૩-૨૦૨૩,
ગોવિંદ દ્વાદશી, શનિ પ્રદોષ
ભારતીય દિનાંક ૧૩, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૧૨
પારસી શહેનશાહી ૨૧મો રામ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૧મો રામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૨મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર પુષ્ય સાંજે ક. ૧૮-૪૦ સુધી, પછી આશ્ર્લેષા.
ચંદ્ર કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૭, અમદાવાદ ક. ૦૬ મિ. ૦૦ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૩ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૧૦-૨૦, રાત્રે ક. ૨૩-૧૮
ઓટ: સાંજે ક. ૧૬-૨૪, મધ્યરાત્રિ પછી ક. ૦૫-૨૦ (તા. ૫)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – દ્વાદશી. ગોવિંદ દ્વાદશી, શનિ પ્રદોષ, સૂર્ય પૂર્વાભાદ્રપદામાં મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૬ (તા. ૫).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શનિ-ગુરુ ગ્રહદેવતાનું પૂજન, શનિપ્રદોષ, વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ, શિવભક્તિ, ભજન, કીર્તન, મંત્રજાપ, પૂજા, શિવજીને દૂધની ખીરના નૈવેદ્ય અર્પણ. પીપળાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, બી વાવવું, ખેતીવાડી, નિત્ય થતાં પશુ લે-વેંચના કામકાજ, નૌકા બાંધવી. સૂર્યના અભ્યાસ મુજબ રૂ, કપાસ, સૂતર, સોનુ-ચાંદી, ઘઉં, ચણા, સરસવ, તલ, તેલ, ગોળ, ખાંડ, ઘી, ચોખા, જુવાર, બાજરો, ગુગળ, રેશમ વગેરેમાં તેજી આવે. પ્રજામાં સુખ-શાંતિની અનુભૂતિ વર્તાય.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ શંકાશીલ સ્વભાવ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ: ઉદાર સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ત્રિકોણ. સૂર્ય તા. ૧૮ સુધી પૂર્વાભાદ્રપદામાં રહે છે.)
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર.