પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌરવસંતઋતુ), શુક્રવાર, તા. ૩-૩-૨૦૨૩,
આમ્લકી એકાદશી, ભદ્રા
ભારતીય દિનાંક ૧૨, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૧૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૧૧
પારસી શહેનશાહી ૨૦મો બહેરામ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૨૦મો બહેરામ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૮મો રશ્ને, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૧૦મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૧૧મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર પુનર્વસુ બપોરે ક. ૧૫-૪૨ સુધી, પછી પુષ્ય.
ચંદ્ર મિથુનમાં સવારે ક. ૦૮-૫૭ સુધી, પછી કર્કમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ), કર્ક (ડ, હ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૫૮, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૧ સ્ટા. ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૨ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૦૯-૩૨, રાત્રે ક. ૨૨-૪૫
ઓટ: બપોરે ક. ૧૫-૩૯, મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૬ (તા. ૪)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – એકાદશી. આમ્લકી એકાદશી (આમળા), ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૧૨.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, ભગવાન સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર પાઠ વાંચન, તુલસી પૂજા, એકાદશી વ્રત ઉપવાસ, નિત્ય થતાં ગુરુ-શુક્ર ગ્રહદેવતાના પૂજન, અદિતિ દેવીના પૂજન, ધાન્ય ભરવું, બી વાવવું, નિત્ય થતાં દુકાન-વેપાર, પશુ લે-વેંચ, સ્થાવર લેવડદેવડના કામકાજ, નૌકા, વાહન, યંત્ર સંબંધી કામકાજ, ઉપવાટિકા બનાવવી. પ્રાણી પાળવા, ઘર-ખેતર જમીનના કામકાજ.
આચમન: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ માનસિક શક્તિ ધરાવનાર
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ત્રિકોણ
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યૂન-મીન, પ્લુટો-મકર.