પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૨૭-૨-૨૦૨૩, દુર્ગાષ્ટમી, હોળાષ્ટક પ્રારંભ, ભદ્રા સમાપ્તિ
* ભારતીય દિનાંક ૮, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૮
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન, તિથિ સુદ-૮
* પારસી શહેનશાહી ૧૬મો મેહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૧૬મો મેહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૧૪મો ગોશ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૬ઠ્ઠો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* મીસરી રોજ ૭મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
* નક્ષત્ર રોહિણી.
* ચંદ્ર વૃષભમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: વૃષભ (બ, વ, ઉ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૧, અમદાવાદ ક. ૦૭ મિ. ૦૫ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૪૦ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
* ભરતી: સાંજે ક. ૧૭-૪૬ મધ્ય રાત્રિ પછી ક. ૦૪-૩૬ (તા. ૨૮)
* ઓટ: સવારે ક. ૧૦-૨૭, રાત્રે ક. ૨૩-૩૯
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, ફાલ્ગુન શુક્લ – અષ્ટમી. દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ બપોરે ક. ૧૩-૩૬, બુધ કુંભમાં સાંજે ક. ૧૬-૪૭.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: સોમવાર અને નક્ષત્ર શિવજીએ ધારણ કરેલ ચંદ્રગ્રહ દેવતાની પૂજાનો શ્રેષ્ઠ યોગ, વૈદ્યુતિ જન્મયોગ શાંતિ પૂજા, ધ્રુવ દેવતાનું પૂજન, બ્રહ્માજીનું પૂજન, જાંબુના ઔષધીય પ્રયોગો, શાંતિ પૌષ્ટિક, સર્વ શાંતિ પૂજા, મૂંડન કરાવવું નહિ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી મંદિર, શક્તિ મંદિર, અંબાજી માતાના મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ પતાકા ચઢાવવી, પર્વ પૂજા નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, નિત્ય થતા દુકાન, વેપાર, નોકરીના કામકાજ, વિશેષરૂપે શ્રી વિનાયક દેવતાનું પૂજન.
* બુધના અભ્યાસ મુજબ સોનુ-ચાંદી, રૂ, કપાસ, તાંબુ, વસ્ત્ર વગેરેમાં તેજી આવે. કેટલેક ઠેકાણે વરસાદ જણાય. ખેતીવાડીને નુકસાન જાય. પૂર્વના પ્રદેશોમાં ઉપદ્રવ જણાય.
* આચમન: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ સામાન્ય વ્યવહારમાં કાળજી લેવી જરૂરી.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ચતુષ્કોણ,
* ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર/કુંભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-મીન, પ્લુટો-મકર