(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. ૨૬-૨-૨૦૨૩
નક્ષત્ર, વાર, તિથિ અનુસાર ભાનુ સપ્તમી સૂર્યપૂજાનો શ્રેષ્ઠ યોગ
ભારતીય દિનાંક ૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, ફાલ્ગુન સુદ-૭
જૈન વીર સંવત ૨૫૪૯, માહે ફાલ્ગુન,
તિથિ સુદ-૭
પારસી શહેનશાહી ૧૫મો દએપમહેર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૫મો દએપમહેર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૧૩મો તીર,
માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૫મો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
મીસરી રોજ ૬ઠ્ઠો, માહે ૮મો શાબાન, સને ૧૪૪૪
નક્ષત્ર કૃત્તિકા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૮ સુધી (તા. ૨૭), પછી રોહિણી.
ચંદ્ર મેષમાં સવારે ક. ૧૦-૧૩ સુધી, પછી વૃષભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મેષ (અ, લ, ઈ),
વૃષભ (બ, વ, ઉ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૨,
અમદાવાદ ક. ૦૭ મિ. ૦૫ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૪૧,
અમદાવાદ ક. ૧૮ મિ. ૪૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સાંજે ક. ૧૬-૪૪ મધ્ય રાત્રિ પછી ક. ૦૪-૦૬ (તા. ૨૭)
ઓટ: સવારે ક. ૦૯-૪૭, રાત્રે ક. ૨૨-૧૮
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪,‘શુભકૃત’ નામ સંવત્સર.
ફાલ્ગુન શુક્લ – સપ્તમી. ભાનુ સપ્તમી, હોળાષ્ટક પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૪-૫૯, ભદ્રા પ્રારંભ મધ્યરાત્રે ક. ૨૪-૫૯.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: નક્ષત્ર, રવિવાર અને ભાનુ સપ્તમી ભગવાન સૂર્યનારાયણની પૂજાનો શ્રેષ્ઠ અવસર.
ગાયત્રી જાપ, અનુષ્ઠાન, હવન, અગ્નિદેવતાનું પૂજન, ઉંબરાના વૃક્ષનું પૂજન, ખેતીવાડીના કામકાજ, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા.
આચમન: ચંદ્ર-શનિ ચતુષ્કોણ ઝઝૂમવાનો ભય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શનિ ચતુષ્કોણ, ચંદ્ર કૃત્તિકા યુતિ.
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.