આજનું પંચાંગ

પંચાંગ

પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા

(દક્ષિણાયન સૌર વર્ષાઋતુ), સોમવાર, તા. ૧૧-૭-૨૦૨૨,

સોમપ્રદોષ, વામનપૂજા, વિંછુડો સમાપ્તિ
* ભારતીય દિનાંક ૨૦, માહે આષાઢ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૮, શા. શકે ૧૯૪૪, આષાઢ સુદ-૧૨
* જૈન વીર સંવત ૨૫૪૮, માહે આષાઢ, તિથિ સુદ-૧૨
* પારસી શહેનશાહી ૩૦મો અનેરાન, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* પારસી કદમી રોજ ૩૦મો અનેરાન, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* પારસી ફસલી રોજ ૨૩મો દએપદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૧૧મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* મીસરી રોજ ૧૨મો, માહે ૧૨મો જિલ્હજ, સને ૧૪૪૩
* નક્ષત્ર અનુરાધા સવારે ક. ૦૭-૪૯ સુધી, પછી જયેષ્ઠા મધ્યરાત્રિ પછી ૨૯-૧૫ (તા. ૧૨મી) સુધી પછી મૂળ.
* ચંદ્ર વૃશ્ર્ચિકમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૫ સુધી (તા. ૧૨મી), પછી ધનુમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૦૯, અમદાવાદ ક. ૦૬ મિ. ૧૮ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૯ મિ. ૧૮, અમદાવાદ ક. ૧૯ મિ. ૧૧ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી : સવારે ક. ૧૦-૦૩, રાત્રે ક. ૨૧-૪૬
* ઓટ: બપોરે ક. ૧૫-૫૨, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૫૮ (તા. ૧૨)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૮, ‘પ્રમાદી’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, આષાઢ શુક્લ – દ્વાદશી. સોમપ્રદોષ, વામનપૂજા, ગુજરાતમાં મોળાકાત અને જયાપાર્વતી વ્રતારંભ, વિંછુડો સમાપ્તિ મધ્યરાત્રિ પછી ક. ૨૯-૧૬ (તા. ૧૨).
* શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
* મુહૂર્ત વિશેષ: વિશેષરૂપે શનિ-ચંદ્ર, બુધ ગ્રહદેવતાનું પૂજન, શિવ-પાર્વતી પૂજા, અગાઉ વાસ્તુપૂજા થયેલ ઘરમાં રહેવા જવું, નાગકેસરના ઔષધીય પ્રયોગો, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, જયેષ્ઠા જન્મનક્ષત્ર, શાંતિપૂજા, ઔષધોપચાર, પરદેશગમનનું પસ્તાનું, હજામત, વાહન, યંત્રારંભ, ખેતીવાડી, પ્રાણી પાળવા. પ્રદોષ વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ, શિવધૂન, ભક્તિ, મંત્રજાપ ઈત્યાદિનો મહિમા.
* આચમન: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ પરિવારમાં અપયશનો ભય.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર પ્રતિયુતિ (તા. ૧૨)
* ગ્રહ ગોચર: સૂર્ય-મિથુન, મંગળ-મેષ, માર્ગી બુધ-મિથુન ગુરુ-મીન, શુક્ર-વૃષભ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, વક્રી પ્લુટો-મકર.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.