(ઉત્તરાયણ સૌર વસંતૠતુ), રવિવાર, તા. ૧૯-૨-૨૦૨૩ , દર્શ અમાવસ્યા, દ્વાપર યુગાદિ,પંચક
ભારતીય દિનાંક ૩૦, માહે માઘ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૧૪ જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૧૪
પારસી શહેનશાહી ૮મો દએપઆદર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૯મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
નક્ષત્ર શ્રવણ બપોરે ક. ૧૪-૪૩ સુધી, પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૩ સુધી, પછી કુંભમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ), કુંભ (ગ, સ, શ, ષ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૧ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૬ સ્ટા. ટા.
મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ
ભરતી: સવારે ક. ૧૧-૦૫, રાત્રે ક. ૨૩-૫૮
ઓટ: સાંજે ક. ૧૬-૧૭, મધ્ય રાત્રે ક. ૦૬-૦૪ (તા. ૨૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – ચતુર્દશી. દર્શ અમાવસ્યા, દ્વાપર યુગાદિ, અન્વાધાન, છત્રપતિ શિવાજી (તારીખ મુજબ), શબેમિરાજ (મુસ્લિમ), સૂર્ય શતતારામાં મધ્યરાત્રે ક. ૨૪-૧૦, પંચક પ્રારંભ મધ્યરાત્રિ પછી ક. ૨૫-૧૬ (તા. ૨૦મી).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: ગાયત્રી હવન, જાપ, તીર્થમાં તર્પણ શ્રાદ્ધ, નારાયણ બલિ, શિવપૂજા, વિષ્ણુપૂજા, સૂર્યપૂજા, દશવિધ પ્રાયશ્ર્ચિત્ત સ્નાન, પ્રયાગ આદિતીર્થમાં પર્વ સ્નાન, ચંદ્રગ્રહ દેવતાનું પૂજન, મંદિરોમાં પાટ-અભિષેક પૂજા, ધજા, કળશ-પતાકા ચઢાવવી, શાંતિ પૌષ્ટિક પૂજા. વૃક્ષ વાવવા, બગીચાના કામકાજ.
સૂર્યના અભ્યાસ મુજબ રૂ, ચાંદી, સોનું, સૂતર, કપાસ, ઘઉં, ગોળ, ખાંડ, સરસવ, તલ, તેલ, દ્રાક્ષ, જાયફળ, હળદરમાં તેજી આવે.
આચમન: ચંદ્ર-બુધ યુતિ તીવ્ર બુદ્ધિ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવ, ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, ચંદ્ર-મંગળ ત્રિકોણ ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-મીન, પ્લુટો-મકર.