પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ/ સૌર વસંતૠતુ),
શનિવાર, તા. ૧૮-૨-૨૦૨૩, શનિ પ્રદોષ અને મહાશિવરાત્રિ શિવપૂજાનો શ્રેષ્ઠ યોગ
) ભારતીય દિનાંક ૨૯, માહે માઘ, શકે ૧૯૪૪
) વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૧૩
) જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૧૩
) પારસી શહેનશાહી ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
) પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
) પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
) મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
) મીસરી રોજ ૨૮મો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
) નક્ષત્ર ઉત્તરાષાઢા સાંજે ક. ૧૭-૪૧ સુધી, પછી શ્રવણ.
) ચંદ્ર મકરમાં ) ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
) સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૭, અમદાવાદ ક. ૦૭ મિ. ૧૧ સ્ટા.ટા.,
) સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૮, અમદાવાદ ક. ૧૮ મિ. ૩૬ સ્ટા. ટા.
) મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
) ભરતી: સવારે ક. ૧૦-૦૯, રાત્રે ક. ૨૩-૧૭
) ઓટ: સાંજે ક. ૧૬-૨૨, મધ્ય રાત્રે ક. ૦૫-૧૯ (તા. ૧૯)
) વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – ત્રયોદશી. શનિ પ્રદોષ, ભદ્રા રાત્રે ક. ૨૦-૦૪થી મધ્યરાત્રિ પછી ૩૦-૧૨. નેપ્ચૂન મીનમાં રાત્રે ક. ૨૦-૪૪. સૂર્ય સાયન મીનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૫ સૌર વસંતૠતુ પ્રારંભ. ) શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
) મુહૂર્ત વિશેષ: સૂર્ય ગ્રહદેવતાનું પૂજન, વિશ્ર્વદેવતાનું પૂજન, ધ્રુવ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક પૂજા, મુંડન કરાવવું નહીં. બાળકને પ્રથમ શિવદર્શન, પર્વ નિમિત્તે નવા વસ્રો, આભૂષણ, શ્રી હનુમાનચાલીસા પાઠ વાંચન, સુંદરકાંડ પાઠ વાંચન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પાઠ વાંચન, બી વાવવું. મહાશિવરાત્રિ પર્વ: શિવપૂજન, નિશિથકાલ મધ્યરાત્રે ૨૪-૨૭ થી ૨૫-૧૭. પ્રથમ પ્રહર: સાંજે ક. ૧૮-૩૬, દ્વિતીય રાત્રે ક. ૨૧-૪૪, તૃતીય મધ્યરાત્રે ક. ૨૪-૫૨, ચતુર્થ મધ્યરાત્રિ પછી ક. ૨૮-૦૦થી પ્રારંભ. જન્મકુંડળીમાં લગ્ન તથા ચંદ્રથી કેન્દ્રમાં રાહુ, છઠ્ઠે, આઠમે, ૧૨મે રાહુ, ચંદ્રના શનિ-મંગળ, ગુરુ, રાહુ સાથેના અશુભ યોગો હોય તેમણે મહાશિવરાત્રિમાં શિવપૂજા ભક્તિ, પંચાક્ષર મંત્રના જાપ અવશ્ય કરવા. બ્ર્ાાહ્મણ દ્વારા ષોડ્શ ઉપચાર વિધિ સહિત પૂજા કરાવવી. શુક્રના અભ્યાસ મુજબ રૂ, કપાસ, મીઠું, સોનું, ચાંદી, મોતી, ગોળ, ખાંડ, કપૂર વગેરેમાં તેજી. ફળમાં તેજી આવે. મૂળવાળી વનસ્પતિઓમાં તેજી આવે.
આચમન: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ પુરુષાર્થી સ્વભાવ.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, શુક્ર ઉત્તરાષાઢા પ્રવેશ.
ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ/મીન, પ્લુટો-મકર.