પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), ગુરુવાર, તા. ૧૬-૨-૨૦૨૩ વિજયા સ્માર્ત એકાદશી (પેંડા)
* ભારતીય દિનાંક ૨૭, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ વદ-૧૧
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ વદ-૧૧
* પારસી શહેનશાહી ૫મો સ્પેન્દાર્મદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૧૨મો સ્પેન્દાર્મદ, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૪મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૬મો, માહે ૭મો રજ્જબ, સને ૧૪૪૪
* નક્ષત્ર મૂળ ૨૨-૫૨ સુધી, પછી પૂર્વાષાઢા.
* ચંદ્ર ધનુમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૦૮, અમદાવાદક. ૦૭ મિ. ૧૩ સ્ટા.ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૩૭, અમદાવાદક. ૧૮ મિ. ૩૫ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: રાત્રે ક. ૨૧-૩૭
* ઓટ: બપોરે ક. ૧૪-૦૪, મધ્ય રાત્રે ક. ૦૩-૨૮ (તા. ૧૭)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ કૃષ્ણ – એકાદશી. વિજયા સ્માર્ત એકાદશી (પેંડા).
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
* મુહૂર્ત વિશેષ: લગ્ન, ખાતમુહૂર્ત, વાસ્તુકળશ, સર્વદેવપ્રતિષ્ઠા, શ્રી સત્યનારાયણદેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મીપૂજા, શ્રી વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્ર વાંચન, તુલસી પૂજા, પુરુસુક્ત, શ્રીસુક્ત, શ્રી ગણેશ અથર્વશીર્ષમ્ અભિષેક, એકાદશી વ્રત ઉપવાસ, મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, સર્વશાંતિ પૂજા, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, વિદ્યારંભ, મિલકત લેવડદેવડ, ધાન્ય ભરવું, બી વાવવું, ખેતીવાડીના કામકાજ, પ્રાણી પાળવા.
* આચમન: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ ઉડાઉ સ્વભાવ, સૂર્ય-શનિ યુતિ સહાનુભૂતિ વિનાના, ચંદ્ર-રાહુ ત્રિકોણ સ્થિર સ્વભાવ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ પરિવારમાં કસોટીની સ્થિતિ થાય, બુધ-રાહુ ચતુષ્કોણ ઈર્ષ્યાળુ.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-શુક્ર ચતુષ્કોણ, સૂર્ય-શનિ યુતિ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ (તા. ૧૭), બુધ-રાહુ ચતુષ્કોણ, બુધ સૂર્યથી અત્યંત નજીક આવે છે.
* ગ્રહ ગોચર: સૂર્ય-કુંભ, મંગળ-વૃષભ, બુધ-મકર, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.