(ઉત્તરાયણ સૌર શિશિરૠતુ), રવિવાર, તા. ૨૨-૧-૨૦૨૩, ઈષ્ટિ, માઘ શુક્લ પક્ષ પ્રારંભ
ભારતીય દિનાંક ૨, માહે માઘ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, માઘ સુદ-૧
જૈન વીર સંવત ૨૫૪૯, માહે માઘ, તિથિ સુદ-૧
પારસી શહેનશાહી ૧૦મો આવાં, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૧૦મો આવાં, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૮મો દએપઆદર, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૯મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૧લો, માહે ૭મો રજજબ, સને ૧૪૪૪
નક્ષત્ર શ્રવણ મધ્યરાત્રિ પછી ક. ૨૭-૨૦ સુધી (તા. ૨૩મી), પછી ઘનિષ્ઠા.
ચંદ્ર મકરમાં, ચંદ્ર રાશિ નામાક્ષર: મકર (ખ, જ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૯ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :ઽ
ભરતી: બપોરે ક. ૧૨-૦૨, મધ્ય રાત્રે ક. ૦૦-૫૮
ઓટ: સાંજે ક. ૧૮-૧૫, મધ્યરાત્રિ પછી ક. ૦૭-૧૨ (તા. ૨૩)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, માઘ શુક્લ – પ્રતિપદા. ઈષ્ટિ, માઘ શુક્લાદિ, શુક્ર કુંભમાં બપોરે ક. ૧૫-૫૫, હર્ષલ માર્ગી મધ્યરાત્રિ પછી ક. ૨૮-૨૧ (તા. ૨૩).
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ દિવસ.
મુહૂર્ત વિશેષ: ગાયત્રી માતાનું પૂજન જાપ, હવન, શ્રી સૂર્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજન, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, સર્વશાંતિ, શાંતિ પૌષ્ટિક, વિશેષરૂપે ચંદ્રગ્રહદેવતાનું પૂજન, આંકડાના વૃક્ષનું પૂજન, પરગામ પ્રયાણ મધ્યમ, વાહન સવારી, દુકાન-વેપાર, હજામત, માલ લેવો, વિદ્યારંભ, અન્નપ્રાશન, નામકરણ, દેવદર્શન, રાજ્યાભિષેક, પાટ-અભિષેક, વૃક્ષ વાવવા, બગીચો બનાવવો, મંદિરો પર ધજા, કળશ-પતાકા ચઢાવવી, વસ્રો, આભૂષણ, સીમંત સંસ્કાર, ખેતીવાડી, ધાન્ય ભરવું, ધાન્ય ઘરે લાવવું, માઘ માસ સંક્ષિપ્ત: માઘ માસ રવિવારે પ્રારંભ થાય છે. પાંચ રવિ, સોમવાર છે. ચંદ્રદર્શન, તા. ૨૩મી સોમવાર, માઘ સુદ-૨ કુંભ રાશિમાં થાય છે. શુક્લ પક્ષમાં ક્ષય વૃદ્ધિ નથી. દિવસ-૧૫, કૃષ્ણ પક્ષમાં ચોથની વૃદ્ધિ, દશમનો ક્ષય છે. દિવસ-૧૫ એમ કુલ મળીને ૩૦ દિવસનો આ માસ છે. તા. ૫મીએ પૂનમનું ગ્રહણ નથી. તા. ૨૦મીએ અમાસનું ગ્રહણ નથી. માઘ માસનું સુવિદિત એવું મહાશિવરાત્રિનું મહાપર્વ તા. ૧૮મી, શનિવારે આવે છે. વ્યતિપાત, શનિપ્રદોષ, જ્યોતિષ સ્થિર યોગમાં યુક્ત મહાશિવરાત્રિ પર્વનો મહિમા શ્રેષ્ઠ બને છે. તા. ૨૫મીએ મહા શ્રી ગણેશ જયંતી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવશે. તા. ૨૬મીએ વસંત પંચમી, ગણરાજ્ય દિન, તા. ૨૮મીએ રથસપ્તમી, તા. ૩૧મીએ પંઢરપુરમાં ભક્ત પુંડરિક ઉત્સવ, તા. ૩જીએ વિશ્ર્વકર્મા જયંતી, મોઢેશ્ર્વરી માતાનો પાટોત્સવ, તા. ૮મીએ મોઢેશ્ર્વરી માતા પ્રાગ્ટયોત્સવ, તા. ૧૩મીએ શ્રીનાથજીનો પાટોત્સવ, તા. ૨૦મીએ સોમવતી અમાસ, એ આ માસના પર્વ ઉત્સવ છે. આ માસમાં લગ્નમુહૂર્ત, તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૩૧, ફેબ્ર્ાુઆરીની તા. ૨, ૬, ૮, ૧૦, ૧૧, ૧૪, ૧૬, ઉપનયન: તા. ૨૪, ૨૫, ૨૬, ૨૭, ૩૧, ફેબ્ર્ાુઆરીની તા. ૮, ૧૦. ખાત મુહૂર્ત: તા. ૨૬, ૨૭, ફેબ્ર્ાુઆરીની તા. ૬, ૮, ૧૧, ૧૬, ૧૭. વાસ્તુકળશ: તા. ૨૬, ૨૭, ૨૮, ૩૧, ફેબ્ર્ાુઆરીની તા. ૩, ૫, ૮, ૧૦, ૧૧, ૧૨, ૧૪, ૧૬, ૧૭. સર્વદેવ પ્રતિષ્ઠા: તા. ૨૬, ૨૭, ૩૧, ફેબ્ર્ાુઆરી: તા. ૩, ૫, ૭, ૧૦, ૧૨, ૧૪, ૧૬.
આચમન: ચંદ્ર-મંગળ ત્રિકોણ પ્રવૃત્તિપ્રિય, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ ધંધામાં નાણાંની વ્યવસ્થા જાળવવા સતર્ક રહેવું, બુધ-રાહુ ત્રિકોણ ગંભીર સ્વભાવ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ અચોક્કસ સ્વભાવના, શુક્ર-શનિ યુતિ અનિશ્ર્ચિત શોખ હોય.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-મંગળ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ, બુધ-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ચતુષ્કોણ, શુક્ર-શનિ યુતિ (તા. ૨૩), ચંદ્ર પૃથ્વીથી અત્યંત નજીક આવે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર/ કુંભ, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, માર્ગી હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.