પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), શનિવાર, તા. ૨૧-૧-૨૦૨૩,
દર્શ અમાવસ્યા, અન્વાધાન
* ભારતીય દિનાંક ૧, માહે માઘ, શકે ૧૯૪૪
* વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ વદ-૩૦
* જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ વદ-૩૦
* પારસી શહેનશાહી ૯મો આદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
* પારસી કદમી રોજ ૯મો આદર, માહે ૭મો મેહેર, સને ૧૩૯૨
* પારસી ફસલી રોજ ૭મો અમરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
* મુુસ્લિમ રોજ ૨૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* મીસરી રોજ ૨૯મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
* નક્ષત્ર પૂર્વાષાઢા સવારે ક. ૦૯-૩૯ સુધી, પછી ઉત્તરાષાઢા મધ્યરાત્રિ પછી ક. ૩૦-૨૯ સુધી, પછી શ્રવણ.
* ચંદ્ર ધનુમાં બપોરે ૧૪-૫૨ સુધી મકરમાં
* ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
* સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪
સ્ટા. ટા.,
* સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૩, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૮ સ્ટા. ટા.
* -: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
* ભરતી: સવારે ક. ૧૧-૦૮, મધ્ય રાત્રે ક. ૦૦-૧૬
* ઓટ: સાંજે ક. ૧૭-૨૬, મધ્ય રાત્રે ક. ૦૬-૨૬ (તા. ૨૨)
* વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ કૃષ્ણ – અમાવસ્યા. દર્શ અમાવસ્યા, અન્વાધાન, ત્રિવેણી અમાવસ્યા (ઓરિસ્સા), થૈ અમાવસ્યા (દક્ષિણ ભારત), મકરવાયુ (કેરાલા), ભારતીય માઘ માસારંભ.
* શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
* મુહૂર્ત વિશેષ: તીર્થમાં ત્રિપિંડી શ્રાદ્ધ, તર્પણ શ્રાદ્ધ, દશવિધ પ્રાયશ્ર્ચિત્ત સ્નાન, નારાયણબલિ ઈત્યાદિ તીર્થ પૂજા, પિતૃપૂજા, નિત્ય થતાં વેપારના કામકાજ, માલ વેંચવો, મિલકતના લેવડદેવડના, ખેતીવાડીના, પશુ લેવડદેવડના નિત્ય થતાં કામકાજ. હનુમાન ચાલીસા, સુંદરકાંડ વાંચન, શનિ ગ્રહદેવતાનું પૂજન, તીર્થયાત્રા.
* આચમન: ચંદ્ર-સૂર્ય યુતિ આંખોની કાળજી લેવી.
* ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય યુતિ (તા. ૨૨). પૌષ અમાસ યોગ
* ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.