પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), શુક્રવાર, તા. ૨૦-૧-૨૦૨૩, શિવરાત્રિ,
ભારતીય દિનાંક ૩૦, માહે પૌષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ વદ-૧૩
જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ વદ-૧૩
પારસી શહેનશાહી ૮મો દએપઆદર, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૮મો દએપઆદર, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૬ઠ્ઠો ખોરદાદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૭મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૮મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર મૂળ બપોરે ક. ૧૨-૩૯ સુધી, પછી પૂર્વાષાઢા.
ચંદ્ર ધનુમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૭ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૧૦-૦૯, રાત્રે ક. ૨૩-૩૧
ઓટ: સાંજે ક. ૧૬-૩૨, મધ્ય રાત્રે ક. ૦૫-૩૭ (તા. ૨૧)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, ‘શુભકૃત’ નામ સંવત્સર, પૌષ કૃષ્ણ – ત્રયોદશી. શિવરાત્રિ, ચતુર્દશી ક્ષયતિથિ છે. ભદ્રા સવારે ક. ૧૦-૦૧થી રાત્રે ક. ૨૦-૧૩, સાયન સૂર્ય કુંભમાં બપોરે ક. ૧૪-૦૯.
શુભાશુભ દિનશુદ્ધિ: શુભ કાર્ય વર્જ્ય છે.
મુહૂર્ત વિશેષ: મૂળ જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શાંતિ પૌષ્ટિક, સર્વશાંતિ પૂજા, શિવ-પાર્વતી પૂજા, શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શ્રી સત્યનારાયણ દેવતાનું પૂજન, શ્રી વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર વાંચન, તુલસી પૂજા. ઔષધ ઉપચાર, મિલકત લેવડદેવડ, ખેતીવાડીના નિત્ય થતાં કામકાજ, બી વાવવું.
આચમન: ચંદ્ર-બુધ યુતિ તીવ્ર બુદ્ધિપ્રતિભા, ચંદ્ર-રાહુ ત્રિકોણ કામમાં સતત પ્રવૃત્ત રહે, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ સ્વતંત્ર સ્વભાવના.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-બુધ યુતિ, ચંદ્ર-રાહુ ત્રિકોણ, ચંદ્ર-હર્ષલ ત્રિકોણ.
ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચૂન-કુંભ, પ્લુટો-મકર.