પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(ઉત્તરાયણ સૌર શિશિરઋતુ), ગુરુવાર, તા. ૧૯-૧-૨૦૨૩,
પ્રદોષ, વિંછુડો
ભારતીય દિનાંક ૨૯, માહે પૌષ, શકે ૧૯૪૪
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૪, પૌષ વદ-૧૨
જૈન વીર સંવત ૨૫૪૯, માહે પૌષ, તિથિ વદ-૧૨
પારસી શહેનશાહી ૭મો અમરદાદ, માહે ૬ઠ્ઠો શહેરેવર, સને ૧૩૯૨
પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૭મો મેહેર સને ૧૩૯૨
પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૧૧મો બેહમન, સને ૧૩૯૧
મુુસ્લિમ રોજ ૨૬મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
મીસરી રોજ ૨૭મો, માહે ૬ઠ્ઠો જમાદીલ આખર, સને ૧૪૪૪
નક્ષત્ર જયેષ્ઠા બપોરે ક. ૧૫-૧૭ સુધી, પછી મૂળ.
ચંદ્ર વૃશ્ર્ચિકમાં બપોરે ક. ૧૫-૧૭ સુધી, પછી ધનુ રાશિ પર જન્માક્ષર.
ચંદ્ર રાશિ નામાક્ષર: વૃશ્ર્ચિક (ન, ય), ધનુ (ભ, ધ, ફ, ઢ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૭ મિ. ૧૬, અમદાવાદ ક. ૦૭ મિ. ૨૪ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૨૨, અમદાવાદ ક. ૧૮ મિ. ૧૬ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી: સવારે ક. ૦૯-૦૧, રાત્રે ક. ૨૨-૪૩
ઓટ: બપોરે ક. ૧૫-૩૫, મધ્ય રાત્રે ક. ૦૪-૪૨ (તા. ૨૦)
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, “આનંદ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૪, “શુભકૃત નામ સંવત્સર, પૌષ કૃષ્ણ – દ્વાદશી. પ્રદોષ, વિંછુડો સમાપ્તિ બપોરે ક. ૧૫-૧૯.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: પ્રદોષ વ્રત ઉપવાસ, રાત્રિ જાગરણ, શિવભક્તિ, ભજન, કીર્તન, મંત્રજાપ,જયેષ્ઠા જન્મનક્ષત્ર શાંતિ પૂજા, શિવ-પાર્વતી પૂજા, ઔષધ ઉપચાર, પ્રયાણ મધ્યમ, વાહન, યંત્ર આરંભ, ખેતીવાડી, પશુ-લે-વેંચ, પ્રાણી પાળવા.
આચમન:ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ ચાલબાજીવાળા, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ દંભીપણું
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-નેપ્ચ્યૂન ચતુષ્કોણ, ચંદ્ર-ગુરુ ચતુષ્કોણ
ગ્રહ ગોચર: સૂર્ય-મકર, માર્ગી મંગળ-વૃષભ, માર્ગી બુધ-ધનુ, ગુરુ-મીન, માર્ગી શુક્ર-મકર, શનિ- કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, નેપ્ચ્યુન-કુંભ, પ્લુટો-મકર.